કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું.

રાજ્ય એરલાઇન SATENA મુજબ, વિમાન બુધવારે સવારે 11:42 વાગ્યે ઉડાન ભર્યા બાદ લેન્ડિંગના માત્ર 11 મિનિટ પહેલા રડાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો છેલ્લો સંકેત કૅટટુમ્બો (Catatumbo) વિસ્તાર ઉપર નોંધાયો હતો, ત્યારબાદ તાત્કાલિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

દુર્ગમ પહાડી વિસ્તારમાં મળ્યો કાટમાળ
ઘણા કલાકોની શોધખોળ બાદ બચાવ ટીમોને કૅટટુમ્બોના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો. સ્થાનિક મીડિયા અને એરલાઇન સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે વિમાનમાં સવાર તમામ 13 મુસાફરો અને 2 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 15 લોકોના મોત થયા છે. ખરાબ હવામાન અને ઊબડ-ખાબડ ભૂગોળને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ આવી હતી.

રાજકીય હસ્તીઓના નિધનથી શોક
આ દુર્ઘટનામાં કોલંબિયાની સંસદ (ચેમ્બર ઓફ ડેપ્યુટીઝ) ના સભ્ય ડિયોજેનેસ કિંતેરો તેમજ આગામી ચૂંટણીના ઉમેદવાર કાર્લોસ સાલ્સેડોનું પણ નિધન થયું છે. સાંસદ વિલમર કેરિલોએ આ ઘટનાને લઈ ઘેરો શોક વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે તેમના સહયોગી કિંતેરો આ જ વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.

તપાસ શરૂ, પરિજનો માટે સહાયતા
કોલંબિયાની સિવિલ એવિએશન એજન્સીએ અકસ્માતના કારણોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની રચના કરી છે. ટેકનિકલ ખામી કે ખરાબ હવામાન અકસ્માતનું કારણ બન્યું છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે. સરકાર દ્વારા મૃતકોના પરિવારજનો માટે વિશેષ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…