સુરતના ઓલપાડમાં લિફ્ટ દુર્ઘટના, બે યુવા કામદારોનાં કરુણ મોત

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં આજે દુઃખદ ઘટના સર્જાઈ હતી. સાયણના આદર્શ નગર–2 વિસ્તારમાં આવેલા અખંડદીપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમા માળે કામ દરમિયાન લિફ્ટ તૂટી પડતાં બે પરપ્રાંતીય કામદારોનાં કરુણ મોત થયા છે।

આ અકસ્માત ત્યારે બન્યો જ્યારે કામદારો લિફ્ટ મારફતે સામાન નીચે ઉતારી રહ્યા હતા. અચાનક લિફ્ટનો તાંતો તૂટી જતા લિફ્ટ સીધી પડી ગઈ હતી. ઘટનામાં રિકી મહંતો અને કિશન નામના બે યુવા કામદારોનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ લિફ્ટની ટેકનિકલ ખામી અથવા નિયમિત મેન્ટેનન્સના અભાવને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…

Drishyam 3 Legal Controversy Updates: ‘Drishyam ૩’ ના રાઇટ્સ પર કોણે કર્યો દાવો..? Succession

Drishyam 3 પર કાનૂની વિવાદ: અજય દેવગન સ્ટારર ફિલ્મની રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ મામલે હાઈકોર્ટમાં કેસ અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મને લઈને કાનૂની દાવો, વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને વિવાદ બોલિવૂડની લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર ફ્રેન્ચાઇઝી Drishyamનો ત્રીજો ભાગ એટલે કે Drishyam 3 હાલમાં ફિલ્મી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત જેવા કલાકારોને લઈને બની રહેલી આ ફિલ્મની રાહ દર્શકો લાંબા સમયથી જોઈ રહ્યા છે. જોકે હવે ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના સાથે જોડાયેલો કાનૂની વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, Drishyam 3ની વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ફિલ્મના રાઇટ્સ, તેને વિશ્વભરમાં થિયેટરમાં રજૂ કરવાની…