સૈફ અલી ખાન પર ઘરમાં ઘુસેલા ચોરોએ કર્યો તીક્ષ્ણ હથિયારથી હુમલો, અઢી કલાક ચાલી સર્જરી
બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા ચોરોએ છરીથી હુમલો કર્યો હતો, ત્યારબાદ તેમને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે રાત્રે 2 વાગ્યે મુંબઈના બાંદ્રામાં એક ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો. આ દરમિયાન સૈફ અને એક અજાણ્યા વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ. આ પછી ચોરે સૈફ પર છરી વડે હુમલો કર્યો, જેમાં તે ઘાયલ થયા. તેમને સવારે ૩.૩૦ વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. પોલીસ હાલમાં સીસીટીવી સ્કેન કરીને હુમલાખોરને શોધી રહી છે. -> આ કેસમાં બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે :- સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનની નોકરાણીને પણ હાથ પર ઈજા થઈ છે. પોલીસ સૈફ અલી ખાનના ઘરે ગઈ અને કર્મચારીઓની પૂછપરછ કર્યા પછી, ત્યાં કામ કરતા ત્રણ લોકોને…







