શ્રાવણમાં અયોધ્યામાં ભક્તોનો ઘોડાપૂર, રામલલ્લાના દર્શન માટે ઉમટી મોટી ભીડ
ભગવાન શ્રીરામની પાવન નગરી અયોધ્યા ધામમાં શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. રામલલ્લાના દર્શન-પૂજનની સાથે ભક્તો શહેરના પ્રાચીન શિવ મંદિરો અને શિવાલયોમાં પણ જલાભિષેક કરી રહ્યા છે. ભક્તોની વધતી સંખ્યાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે સુરક્ષા, ટ્રાફિક, સ્વચ્છતા અને ભીડ નિયંત્રણ માટે વિશેષ વ્યવસ્થા કરી છે. અયોધ્યામાં શ્રાવણ દરમિયાન ભારે ભીડનો અનુભવ નવી વાત નથી. 2024માં પણ શ્રાવણ માસ દરમિયાન રામલલ્લાના દર્શન માટે આશરે 35 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા અને દરરોજ સરેરાશ લગભગ એક લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. રામલલ્લાના દર્શન માટે ભક્તોની લાંબી કતારો શ્રાવણ માસ ભગવાન શિવની ઉપાસના માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી કાવડિયા…
કીર્તિ પટેલનો “સ્નાનકાંડ”..! | GUJARAT | GUJARATI NEWS BULETIN
વિવાદાસ્પદ કીર્તિ પટેલનો વધુ એક કાંડ ભગવા વસ્ત્રો પહેરી મૃગીકુંડમાં લગાવી ડૂબકી જૂનાગઢના મૃગીકુંડમાં કીર્તિ પટેલની ડૂબકીથી વિવાદ મૃગીકુંડ કોઈ સ્વિમિંગ પૂલ નથી, આસ્થા અને પરંપરાનું કેન્દ્ર સાધુ-સંતોની પરંપરા તોડનાર સામે કાર્યવાહીની માંગ સોશિયલ મીડિયા ફેમ માટે આસ્થા સાથે ખેલ? કીર્તિ પટેલના કાંડથી સાધુ સમાજમાં રોષ મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન બાદ સાધુ સંતોમાં નારાજગી કીર્તિ પટેલ આવા નાટક નાટક કરતી હોય છે : ડૉ.જ્યોર્તિનાથ કીર્તિ પટેલે સનાતન ધર્મ અને સંતોનું અપમાન કર્યું : ડૉ.જ્યોર્તિનાથ Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
મહાશિવરાત્રિ 2026: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મહાદેવના દર્શન અને આરતી સાથે નાગરિકોના સુખાકારી માટે પ્રાર્થના કરી
મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના ત્રિવેણી સંગમ સમા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવીને શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા સૌ પ્રથમ સોમનાથ મંદિરના પંડિતોએ વૈદિક શ્લોકોચ્ચાર વચ્ચે મુખ્યમંત્રીશ્રીને મંદિરના પ્રાંગણમાં આવકાર્યા હતાં. મુખ્યમંત્રીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક કરીને પૂજા-અર્ચના કરી હતી. સોમનાથ મંદિરમાં મંત્રોચ્ચારના મધુર ગુંજારવ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોની સુખાકારી માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના કરી હતી. મંદિર પરિસર ખાતે સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટીગણે મુખ્યમંત્રીને બૂકેથી આવકાર્યા હતાં. આ વેળાએ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમાર, સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જિલ્લા અગ્રણી ઝવેરીભાઇ ઠકરાર,…
મહાશિવરાત્રી પર વિશેષ યોગ | GUJARAT | GUJARATI NEWS BULETIN
મહાશિવરાત્રીનો પાવન પર્વ ભગવાન શિવની કૃપા દરેક પર વરસે મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી ભગવાન શિવની કૃપા મેળવા માટે શુભ અવસર શિવના આશીર્વાદથી ખુલશે કિસ્મતના બંધ દરવાજા ભોળેનાથની કૃપા સૌના પર વરસે મહાશિવરાત્રી પર વિશેષ ગ્રહયોગનો અનોખો લાભ મહાશિવરાત્રી નિમિત્તે રાત્રિ જાગરણ અને પૂજાનો મહિમા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવનાર પર્વ ભોળેનાથની કૃપાથી દરેકના દુઃખ દૂર થાય ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં નવી ઉર્જાનો થાય છે સંચાર Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ: ભવનાથમાં ભક્તોની ભીડ, 10થી 12 લાખ લોકો માટે વિશાળ આયોજન
જૂનાગઢમાં પ્રખ્યાત ભવનાથ મહાદેવ ખાતે મહાશિવરાત્રી મેળાનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. મેળાની પૂર્વ સંધ્યાએ જ હજારો શ્રદ્ધાળુઓ ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. ગિરનાર દરવાજાથી ભવનાથ મહાદેવ મંદિર સુધી શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને “બોલ બમ”ના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો હતો. 10થી 12 લાખ લોકો માટે આયોજન આ વર્ષે મેળામાં અંદાજે 10થી 12 લાખ શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવા અંદાજ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓએ વ્યવસ્થાઓની સમીક્ષા કરીને સુરક્ષા અને સુવિધાઓ અંગે ખાસ માર્ગદર્શન આપ્યું છે. ટ્રાફિક માટે ખાસ વ્યવસ્થા મેળાની શરૂઆત સાથે જ શહેરમાં ભારે વાહનવ્યવહાર નોંધાયો હતો. બે કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગતા પોલીસ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ સઘન બનાવવામાં આવ્યું હતું.…
PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ
સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા…












