PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો.

વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા ડમરુ બજાયા ભોલેનાથ ને’….., ‘શંભુ રે મહાદેવ શંભુ રે મહાદેવ’….., સહિતના શિવભક્તિ ગીતો, લોકગીતો અને પ્રસ્તુતિઓએ સોમનાથ અને શિવના સામંજસ્યને જીવંત કર્યું હતું. જે ગીતો પર ભાવિકોએ મન મૂકીને ડોલ્યા હતા.

ડ્રોન શોમાં સોમનાથના સાહસ, સ્વાભિમાન અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરતા વિવિધ દૃશ્યોએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સ્વાભિમાન પર્વનો લોગો, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, ત્રિશૂળ, ઓમ, સોમનાથને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા વીર હમીરજી અને અહલ્યાભાઈ હોલ્કર સહિત સોમનાથ પર આક્રમણ સાથે સંકળાયેલા દૃશ્યો, સરદાર વલ્લભભાઈ પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રોએ અરબી સમુદ્ર પર રંગીન આભા રચીને માહોલને શિવમય બનાવ્યો હતો. ઉપસ્થિતોએ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ડ્રોન શોની પ્રસ્તુતિઓ વધાવી લીધી હતી. સાથે જ, ભવ્ય આતશબાજીએ ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

2026 : Gujarat Rain Forecast : અમદાવાદમાં રાહત, સોમવારથી વરસાદ ઘટે તેવી શક્યતા Red Alert Lifted : IMD Rain Warning

અમદાવાદ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી. અમદાવાદને રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું, સોમવારથી વરસાદની તીવ્રતા ઘટવાની શક્યતા. ગુજરાતમાં મેઘમહેર યથાવત, અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ચાલુ અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં સક્રિય રહેલી વરસાદી સિસ્ટમની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના તાજા અનુમાન મુજબ આજે પણ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રાહતના સમાચાર એ છે કે અમદાવાદ શહેરને હાલ રેડ એલર્ટમાંથી બહાર રાખવામાં આવ્યું છે. શહેરમાં છેલ્લા…