ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક વધી છે અને હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ આશરે 22 ટકા જેટલી સંગ્રહ ક્ષમતા ખાલી છે. આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના…
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 3,745 લોકોનું રેસ્ક્યૂ, 1,201 રસ્તા બંધ, 15 ડેમ હાઇ ઍલર્ટ પર
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નવસારી, વલસાડ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં 3,745 લોકોનું રેસ્ક્યૂ, 9,929 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 1,201 રસ્તા બંધ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ડેમ હાઇ ઍલર્ટ પર છે. NDRF, SDRF અને આર્મીની ટીમો સતત રાહત અને બચાવ કામગીરીમાં જોડાઈ છે. ગુજરાતમાં ચોમાસાએ આ વર્ષે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ધોધમાર વરસાદ વરસતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. નવસારી, વલસાડ, સુરત અને આસપાસના વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે અનેક ગામો અને શહેરોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ, રેલવે અને જાહેર પરિવહન સેવાઓ પર પણ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્ટેટ ઈમરજન્સી…








