સુપ્રીમ કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્ત્વનો નિર્ણય: નાડુ ખેંચવું, શરીરને સ્પર્શ કરવું હવે રેપમાં ગણાશે

સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના વિવાદાસ્પદ ચુકાદાને રદ્દ કરતા કાયદામાં સ્પષ્ટતા કરી છે. હાઈકોર્ટના 17 માર્ચ 2025ના ચુકાદામાં પાયજામાની દોરી ખોલવા જેવા કૃત્યને રેપની તૈયારી તરીકે ગણાવવામાં આવ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે આ ગુનાને રેપના પ્રયાસ હેઠળ ગણાવવાનું નક્કી કર્યું છે. CJIનું માર્ગદર્શન: કરુણા અને સંવેદનશીલતા CJI Surya Kantની અધ્યક્ષતામાંની બેન્ચે કહ્યું કે ન્યાયાધીશોને કાનૂની સિદ્ધાંતો લાગુ કરવા સાથે કરુણા અને માનવતા પ્રદર્શિત કરવી ખૂબ જરૂરી છે. બેન્ચે જણાવ્યું કે કરુણા અને સહાનુભૂતિ વિના ન્યાયિક પ્રોસેસ યોગ્ય રીતે કાર્ય કરી શકશે નહીં. મહિલા પ્રત્યે વધુ સંવેદનશીલતા માટે NGOની અપીલ “વી ધ વુમન” નામની NGOની સ્થાપક પ્રમુખ અને વરિષ્ઠ વકીલ Shobha Guptaએ મહિલાઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા રાખવા સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી. આ અપીલના આધારે કોર્ટે POCSO એક્ટ…

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ

સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો. પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ…

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને નડ્યો અકસ્માત, , 3 પોલીસનાં ઘટના સ્થળે મોત

હરિયાણામાં ગુજરાત પોલીસની ગાડીને અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી મુજબ, રામોલ પોલીસ ગુજરાતથી પંજાબ તપાસ કરવા જઈ રહી હતી. આ દરમિયાન સરકારી કારનો અકસ્માત થયો હતો. અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા ત્રણ પોલીસના ઘટના સ્થળે મોત થયા હતા. અન્ય એક પીએસઆઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હરિયાણાના વડિંગખેડામાં પેટ્રોલ પંપ પાસે અકસ્માત થયો હતો અને કાર ટ્રેઈલરની પાછળ ઘુસી જતા તમામના ઘટના સ્થળે મોત થયા છે. હાઈવે પર ઊભેલા વાહન સાથે પોલીસની ગાડી અથડાઈ હતી. ભારતમાલા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ છે. પંજાબ પોકસોના કેસમાં પોલીસ તપાસ માટે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. આ સમગ્ર અકસ્માતને લઈ વાત કરવામાં આવે…