લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર, ચાહકોમાં આનંદની લાગણી છવાઈ
B INDIA મહેસાણા : જાણીતા કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર છે. ગઈકાલે મહેસાણાના ડાયરામાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ માયાભાઈ આહીરે આજે પોતાના ચાહકો માટે એક વીડિયો સંદેશ જારી કર્યો. આ વીડિયોમાં તેમણે કહ્યું કે હું એકદમ સ્વસ્થ છું. મારી તબિયતને લઈને ચિંતા કરશો નહીં. -> ડાયરાના દરમિયાન તબિયત લથડી હતી :- ગઈકાલે મહેસાણાના કડી ખાતે ડાયરાના કાર્યક્રમમાં લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર ગયા હતા. કડીના ઝુલાસણ ગામની અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણને લઈને ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ માયાભાઈ આહીરને અચાનક છાતીમાં દુઃખાવો થવા લાગ્યો. શરૂઆતમાં તેમણે આ સ્વાસ્થ્ય તકલીફને અવગણી અને્ સ્ટેજ પર પંહોચ્યા. ડાયરાનો આનંદ લેવા આવેલ પોતાના…







