અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની સમીક્ષા માટે અધિકારીઓ સાથે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. અમદાવાદમાં વડાપ્રધાનની મુલાકાતને પગલે શહેરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વડાપ્રધાનની એક ઝલક મેળવવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગાંધી આશ્રમ નજીક ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન મોદી આજે સવારે ગાંધી આશ્રમ પહોંચ્યા, જ્યાં તેમણે અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન વડાપ્રધાને ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિગતવાર સમીક્ષા કરી અને સમગ્ર પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી મેળવી. વડાપ્રધાન  નરેન્દ્ર ભાઇ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ …

ગાંધીજીનું જીવન અને 2 ઓક્ટોબર પાછળનો રહસ્યમય ઈતિહાસ, જાણો અહીં

ગાંધી જયંતિ માત્ર એક તહેવાર નહિ, પરંતુ ભારતીય ઇતિહાસની શ્રેષ્ઠ માનવતાવાદી પરંપરાનું પ્રતિબિંબ. દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિ તરીકે શ્રદ્ધાભાવે ઉજવે છે. 2025માં બાપુજીની 155મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. કોણ હતા મહાત્મા ગાંધી? મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869ના રોજ ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. ભવિષ્યમાં દુનિયાને અહિંસા અને સત્યના માર્ગે ચાલવાનું શીખવનાર આ મહાન ચિંતકને સમગ્ર વિશ્વે “રાષ્ટ્રપિતા” અને “બાપૂ” તરીકે ઓળખ્યો. તેમનો વિચાર હતો કે “અહિંસા એ સૌથી શક્તિશાળી હથિયાર છે”, અને તેમણે આ હથિયારથી અંગ્રેજ સત્તાના ધરબંદ પાયા હલાવી દીધા. દક્ષિણ આફ્રિકા – જ્યાં જન્મી અહિંસાની ચળવળ 1893માં વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજીને અતિનિર્ભયતાથી જાતિભેદ અને ભેદભાવનો સામનો કરવો પડ્યો. ટ્રેનમાંથી ઉતારવામાં આવી તે રાત્રે તેમણે…

Ahmedabad : અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલથી દાંડી સાયકલ યાત્રા થશે શરૂ, 1600 જેટલા યુવાનો લેશે ભાગ

અમદાવાદનાં સાબરમતી આશ્રમથી આવતીકાલે દાંડી સાઇકલ યાત્રાનો પ્રારંભ થશે.રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીનો સંદેશ જન – જન સુધી પહોંચાડી જાગૃતિ લાવવાના સંદેશ સાથે દાંડી સાયકલ યાત્રાની શરૂઆત થશે. દાંડી સાયકલ યાત્રામાં 1600 કરતા વધુ યુવાનો જોડાશે. આ પણ વાંચો :- Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ ગુજરાત પ્રવાસન અને ગ્રીન રાઇડર્સ ક્લબના નેજા હેઠળ દાંડી સાયકલ યાત્રા યોજાશે. 12 માર્ચ બુધવાર સવારે 7 કલાકે દાંડી સાઇકલ યાત્રા ગાંધી આંશ્રમથી ગુજરાત વિધાપીઠ સવારે પહોંચશે. વિધાપીઠમાં દાંડી સાયકલ વીરોનું સ્વાગત કરી દાંડી રૂટ પર જ સાઇકલ યાત્રા પસાર થશે. આયોજકોએ સાઈકલ વીરોનાં ગ્રુપ પાડ્યા મુજબ યાત્રા 4 એપ્રિલ સુધી યોજાશે. આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને…