ખેડામાં નકલીનો કારોબાર, પોલીસે નકલી ચલણી નોટ છાપવાનું રેકેટ ઝડપાયું

B INDIA ખેડા :  નડિયાદ શહેરમાંથી નકલી ચલણી નોટોનું રેકેટ ઝડપાયું છે. અસલી નોટોની મદદથી A4ના પેપરમાં પ્રિન્ટર મારફતે નકલી નોટો છપાતી હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આરોપીઓ ભાડે મકાન રાખી આ ધીકતો ધંધો કરતા હતા. અને પોલીસે દરોડો પાડી 500-200 અને 100ના દરની કિંમત રૂપિયા 1.03 લાખની બનાવટી ચલણી નોટો પકડી પાડી છે. બાતમીના આધારે પોલીસે ગતરોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ નડિયાદ શહેરમાં વ્હોરવાડ વિસ્તારમાં ધૂપેલીના ખાચામાં એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો.દરોડો પાડી સર્ચ કરતા ચલણી બનાવટી નોટો મળી આવી હતી. જુદા જુદા દરની 500-200 અને 100ના દરની ચલણી નોટો મળી આવી હતી. આ ઘટનામાં મકાનમાં હાજર બે ઈસમો મહંમદશરીફ ઉર્ફે શાહુ મહેબુબ મલેક અને તેનો મિત્ર અરબાઝ ઉર્ફે અબુ અયુબ અલાદ મળી આવતા…