એસ.ટી. નિગમ દ્વારા ભવનાથ મહાશિવરાત્રી મેળા માટે એક્સ્ટ્રા 195 બસમાં 7800થી વધુ ટ્રીપોનું સંચાલન કરાશે, જાણો વિગત

આવતીકાલથી આગામી પાંચ દિવસ દરમિયાન જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળો યોજાવાનો છે. આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત વર્ષે 2.91 લાખ મુસાફરોએ સેવાનો લાભ લીધો હતો, જેને ધ્યાને રાખી આ વર્ષે ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં આ વર્ષે અંદાજે 195 જેટલી વધુ બસમાં 7800થી વધુ ટ્રીપો દ્વારા 3.70 લાખ જેટલા મુસાફરોને સુવિધા આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

મહાશિવરાત્રી મેળાને ‘મિનિ કુંભ મેળા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને ઐતિહાસિક બનવાનો છે ત્યારે લાખઓની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથના દર્શનાર્થે આવશે. શ્રદ્ધાળુઓના ધસારાને પહોંચી વળવા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે. જૂનાગઢ બસ સ્ટેશનથી ગિરનાર તળેટી સુધી જવા માટે દૈનિક 80 વધારાની બસોનું સંચાલન કરવામાં આવશે.

આંતર-જિલ્લા સુવિધા માટે આસપાસના જિલ્લાઓમાંથી આવતા ભક્તો માટે જૂનાગઢ ડિવિઝનની ૬૫ અને અન્ય ડિવિઝનની 50 મળીને કુલ 115 એક્સપ્રેસ બસો દોડાવવામાં આવશે. મુસાફરોની સુરક્ષા અને સમયપાલન માટે મેળા દરમિયાન તમામ બસોનું 24*7 જીપીએસ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. એસ.ટી. નિગમ દ્વારા કરવામાં આવેલ આ સુદ્રઢ આયોજનને કારણે શિવભક્તો કોઈપણ અડચણ વગર મહાદેવના દર્શન કરી ભવનાથ મહાશિવરાત્રી મેળાનો આનંદ માણી શકશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

હિમાચલમાં ચોમાસાનો કહેર: કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ, ચંબામાં નાળામાં તણાઈ જતાં યુવતીનું મોત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ ફરી એકવાર ભારે તબાહી મચાવી છે. ગુરુવાર સાંજથી શરૂ થયેલા ભારે વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવનને અસર પહોંચાડી છે. કિન્નૌર જિલ્લામાં ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-05 સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જ્યારે ચંબા જિલ્લામાં નાળામાં તણાઈ જવાથી 19 વર્ષીય યુવતીનું કરુણ મોત થયું છે. મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે રસ્તાઓ પર કાટમાળ જમા થયો છે, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતાં વહીવટીતંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનથી NH-05 બંધ હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના ચૌરા નજીક ભારે વરસાદ બાદ મોટું ભૂસ્ખલન થયું હતું. પહાડ પરથી મોટા પથ્થરો અને કાટમાળ સીધા NH-05 પર આવી પડતાં માર્ગ સંપૂર્ણપણે…

BRICS સમિટ માટે દિલ્હીમાં ભેગા થશે વિશ્વના મોટા નેતાઓ, પુતિન અને જિનપિંગની મુલાકાત પર નજર

BRICS સમિટ માટે ભારત આગામી સપ્ટેમ્બરમાં મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કૂટનીતિક કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યું છે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS શિખર બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ઈરાનના પ્રતિનિધિમંડળની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વૈશ્વિક રાજકારણમાં ચાલી રહેલા તણાવ, મિડલ ઈસ્ટની સ્થિતિ અને અમેરિકા સાથે વિવિધ દેશોના મતભેદ વચ્ચે આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. BRICS સમિટ માટે ભારત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ BRICS શિખર સંમેલનની યજમાની કરશે. આ બેઠકમાં વિશ્વની ઉभरતી અર્થવ્યવસ્થાઓના નેતાઓ એકત્રિત થશે અને વૈશ્વિક અર્થતંત્ર, વેપાર, સુરક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. BRICS સમિટ માટે શી જિનપિંગની ભારત યાત્રા પર સૌની નજર BRICS સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ…