“અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ભવ્ય નગરચર્યા પૂર્ણ, નિજ મંદિરે પરત આગમન.”

અમદાવાદમાં ભક્તિનો મહાસાગર: ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સફળ સમાપન, પ્રભુ પરત ફર્યા નિજ મંદિરે અમદાવાદ: અમદાવાદની ગલીઓમાં ગઈકાલે ગુંજેલા ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ૧૪૯મી ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાનું આજે અત્યંત ભવ્ય અને શાંતિપૂર્ણ સમાપન થયું છે. નગરચર્યા પૂર્ણ કરીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પરંપરાગત વિધિ-વિધાન સાથે આજે વહેલી સવારે જમાલપુર સ્થિત પોતાના નિજ મંદિરે પરત ફર્યા છે. સફળતાપૂર્વક પૂર્ણ થઈ નગરચર્યા ગઈકાલે સવારે મંગળા આરતી બાદ શરૂ થયેલી રથયાત્રા આખા દિવસના લાંબા પ્રવાસ બાદ મોડી રાત્રે નિજ મંદિરે પહોંચી હતી. પરંપરાગત રીતે, આ વર્ષે પણ રથયાત્રાએ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ભક્તોને આશીર્વાદ આપ્યા હતા. અમદાવાદના વિવિધ સમાજો અને સંસ્થાઓ દ્વારા કરાયેલું ભવ્ય સ્વાગત રથયાત્રાનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની કામગીરી આ…