કેનેડાના ટોરોન્ટોમાં સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન ગોળીબાર, 2ના મોત, 3 ગંભીર રીતે ઘાયલ

કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલા લોકપ્રિય સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન શનિવારે સાંજે થયેલા ગોળીબારની બનાવમાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ફેસ્ટિવલ દરમિયાન અચાનક શરૂ થયું ફાયરિંગ
અહેવાલો અનુસાર, ઘટના મિડટાઉન ટોરોન્ટોમાં યોજાયેલા વાર્ષિક લેટિન સાંસ્કૃતિક ઉત્સવ ‘સાલ્સા ઓન સેન્ટ ક્લેયર’ દરમિયાન બની હતી. શનિવારે રાત્રે આશરે 8 વાગ્યા બાદ સેન્ટ ક્લેયર એવેન્યુ વેસ્ટ અને અર્લિંગ્ટન એવેન્યુ નજીક અચાનક ગોળીબાર શરૂ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો અને સ્થળ પર નાસભાગ મચી ગઈ.

બેના મોત, ત્રણની હાલત ગંભીર
ટોરોન્ટો પોલીસના જણાવ્યા મુજબ, ઘટનાસ્થળેથી ગોળી વાગેલા પાંચ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમાં બે લોકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રણ ઘાયલોની સારવાર ચાલી રહી છે. તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

પોલીસે વિસ્તાર સીલ કર્યો
ઘટના બાદ ટોરોન્ટો પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. સુરક્ષાના ભાગરૂપે લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. પોલીસે ઘટનાની તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોમાં સુરક્ષા પણ વધારી છે.

હુમલાખોરની શોધખોળ ચાલુ
પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અને તેની શોધ માટે વિશેષ ટીમો કામગીરી કરી રહી છે. ઘટનાના કારણો અને હુમલાનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. તપાસના ભાગરૂપે પોલીસ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે વધુ માહિતી એકત્રિત કરી રહી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

 

 

 

 

  • Related Posts

    Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ… 1

    Ahmedabadમાં હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવતું યુનિટ સીલ! દાણીલીમડા-પીરાણા રોડ પર મનપાની કાર્યવાહી, 2000 કિલો રો-મટિરિયલ જપ્ત Ahmedabad: શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને Ahmedabad મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. દાણીલીમડા-પીરાણા રોડ પર હલકી ગુણવત્તાનો ટોમેટો સોસ બનાવવામાં આવતો હોવાની વિગતોના આધારે સંબંધિત યુનિટને સીલ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. કાર્યવાહી દરમિયાન આશરે 2000 કિલો રો-મટિરિયલ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ કાર્યવાહીથી શહેરમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમોમાં સ્વચ્છતા, ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન કેટલું જરૂરી છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. જોકે, જપ્ત કરાયેલા માલના નમૂનાઓની તપાસ અને સત્તાવાર રિપોર્ટના આધારે જ તેની ગુણવત્તા અંગે અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય. -> દાણીલીમડા-પીરાણા…

    Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4નાં મોત… Tragedy

    Gandhinagarના છત્રાલ GIDCમાં કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટ! 4 કામદારોનાં મોત, બોઈલરની વેસલ ફાટતાં મચી અફરાતફરી Gandhinagar: Gandhinagar જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી અનુસાર, કંપનીમાં કામકાજ દરમિયાન બોઈલર સાથે જોડાયેલી વેસલમાં પ્રેશર વધતાં તે ફાટી ગઈ હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ત્યાં કામ કરી રહેલા કામદારો ઉછળીને દૂર ફંગોળાયા હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે ઔદ્યોગિક વિસ્તારમાં કામદારોની સલામતી અને કંપનીમાં સુરક્ષાનાં ધોરણો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.જોકે, બ્લાસ્ટનું ચોક્કસ કારણ, મૃતકોની ઓળખ અને કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થતું હતું કે નહીં તે અંગેની અંતિમ વિગતો સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થશે. -> Gandhinagar : બોઈલરની…