સુરતમાં ગજેરા બંધુઓ સામે કરોડોનું કૌભાંડ, ફોર્જરી અને જાનથી મારવાની ધમકીના કેસમાં 8 સામે ગુનો નોંધાયો

સુરત શહેરના રિયલ એસ્ટેટ અને કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સુરત ઇકો સેલ (Eco Cell) પોલીસએ જાણીતા ગજેરા બંધુઓ સહિત કુલ 8 લોકો સામે રૂ.19,28,39,69,000 (આશરે 1928 કરોડ)થી વધુની મસમોટી ઉચાપત અને ફોર્જરી મામલે ગુનો નોંધ્યો છે. આ કેસ ‘શાંતિ રેસિડેન્સી’ પ્રોજેક્ટમાં થયેલી ગેરરીતિઓ સાથે જોડાયેલો છે. આરોપીઓ સામે ફરિયાદ પોલીસ અનુસાર, આરોપીઓએ સત્તા અને પદનો દુરુપયોગ કરીને ગંભીર ગુનાઓ આચર્યા છે: – ડાયરેક્ટર પદેથી કાઢી મૂકવા માટે ખોટા અને બોગસ રાજીનામા તૈયાર કરાયા – દસ્તાવેજોમાં મૂળ વ્યક્તિની જાણ વિના ખોટી સહીઓ કરી કરોડોનું કૌભાંડ – ભોગ બનનારને ધમકી આપવામાં આવી કે પોલીસ ફરિયાદ કરશો તો પરિવાર સહિત જાનથી મારી નાખવામાં આવશે મુખ્ય આરોપીઓ – ચુનીભાઈ હરીભાઈ ગજેરા – વસંત હરીભાઈ ગજેરા – અશોકભાઈ…

કીર્તિ પટેલની ધરપકડ: રાજસ્થાનથી જુનાગઢ લાવવામાં આવી, 3 ગુનાઓનો મામલો નોંધાયો

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલને રાજસ્થાનમાંથી ઝડપી લઈને જુનાગઢ પોલીસે લાવ્યો છે. તેના જુનાગઢમાં ત્રણ અલગ-અલગ ગુનાઓના આધારે કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ ટીમ કીર્તિ પટેલને સીધી જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઇ ગઈ હતી અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન મીડિયાને દૂર રાખવામાં આવ્યું હતું. કેસની પૃષ્ઠભૂમિ મામલો મહાશિવરાત્રી મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવા મુદ્દે ઊભેલા વિવાદથી શરૂ થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી ચર્ચા તેજ થઈ. જુનાગઢના યુ-ટ્યુબર અબજલ સીદાએ લાઈવ સ્ટ્રીમમાં આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત આરોપ છે કે યુવાનને ધમકીઓ આપવામાં આવી હતી અને તેની પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. આ દબાણને સહન ન કરી યુવાને ફિનાઈલ પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલમાં ચાલી…

DRIએ સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 40 કરોડનું સોનું અને 2.9 કરોડ રોકડ જપ્ત

અમદાવાદમાં સોનાની દાણચોરીની આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દિલ્હી અને અગરતલામાં સમકક્ષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 29.2 કિલો વિદેશી મૂળનું સોનું અને 2.9 કરોડ રૂપિયા રોકડ જપ્ત કરવામાં આવ્યા છે. સોનાની કિંમત લગભગ 40 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. દુબઈ અને બાંગ્લાદેશથી સોનું ભારતમાં ઘૂસાડાતું DRIની તપાસમાં ખુલાસો થયો કે દુબઈ અને બાંગ્લાદેશથી સોનું કાયદે બહારના રસ્તાઓથી ભારતમાં ઘૂસાડવામાં આવતું હતું. વધુમાં, ત્રિપુરા બોર્ડર પરથી પણ આ ધંધામાં સોનાની દાણચોરી થતી હોવાનું સામે આવ્યું છે. ચાર શખ્સોની ધરપકડ અંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સાથે સંકળાયેલા અગરતલાના જ્વેલર્સ સહિત ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ ચાલુ છે અને સિન્ડિકેટના અન્ય સભ્યોની શોધખોળ પણ ચાલી રહી છે. દાણચોરીના સિન્ડિકેટ પર…

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, પથ્થરમારો કરીને બારીઓ તોડી

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસના ઓહાયો સ્થિત નિવાસસ્થાન પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાએ અમેરિકાની રાજકીય સુરક્ષા વ્યવસ્થાને લઈને ચકચાર મચાવી છે. ન્યૂઝ અહેવાલ મુજબ એક શંકાસ્પદ વ્યક્તિ અચાનક વેંસના ઘરમાં ઘૂસી ગયો હતો અને તોડફોડ શરૂ કરી હતી. મળતી માહિતી પ્રમાણે હુમલાખોરે પથ્થરમારો કરીને ઘરની બારીઓ તોડી હતી. સદનસીબે આ સમયે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેંસ ઘરમાં હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે અને તેની કડક પૂછપરછ ચાલી રહી છે. હાલ તપાસ એજન્સીઓ એ બાબતની તપાસ કરી રહી છે કે હુમલો પાછળ શું કારણ હતું અને શું હુમલાખોરનો ઉદ્દેશ જે.ડી. વેંસ અથવા…

1500 કરોડના જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે SITની રચના

1500 કરોડ રૂપિયાના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સામે તપાસ વધુ કડક બનાવવામાં આવી છે. આ મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એસીબીના અધિક નિયામક બિપિન આહિરની અધ્યક્ષતામાં કુલ 7 સભ્યોની SIT બનાવવામાં આવી છે. તપાસ ટીમમાં અમદાવાદ ACBના નાયબ નિયામક બી.જે. પંડ્યા, રાજકોટ ACBના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ, અમદાવાદ ACBના મદદનીશ નિયામક આર.બી. દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત અમદાવાદ શહેર ACBના પીઆઈ ડી.એન. પટેલ, સુરેન્દ્રનગર ACBના પીઆઈ એમ.ડી. પટેલ અને મોરબી ACBના પીઆઈ પી.એ. દેકાવાડિયાનો પણ SITમાં સમાવેશ કરાયો છે. આ જમીન કૌભાંડ મામલે પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિત કુલ ચાર લોકો સામે ACB દ્વારા તપાસ ચાલી રહી…

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ 7 જાન્યુઆરી સુધી ED કસ્ટડીમાં

સુરેન્દ્રનગર: બહુમુખી ચર્ચામાં રહેલા જમીન બિનખેતી (NA) કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ને મોટી સફળતા મળી છે. શુક્રવારે અમદાવાદની વિશેષ અદાલતે જિલ્લાના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વર્ષ 2015 બેચના આ IAS અધિકારી હવે આગામી 7 જાન્યુઆરી સાંજે 5 વાગ્યા સુધી ED ની કસ્ટડીમાં રહેશે. મુખ્ય વિગતો અને તપાસ ED દ્વારા કોર્ટમાં કલેક્ટરના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસ માટે મંજૂરી આપી. તપાસ એજન્સીનો આરોપ છે કે રાજેન્દ્ર પટેલના કાર્યકાળ દરમિયાન ખેતીની જમીન બિનખેતી (NA) માટે બદલવામાં આવતી વ્યવસ્થા દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર થયો હતો. ડિસેમ્બર મહિનામાં પડેલા દરોડામાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી ₹67.5 લાખ રોકડ મળી આવી હતી, જે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવા તરીકે સમાવિષ્ટ છે.…

ED Raid: કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત 21 સ્થળોએ EDના દરોડા, જાણો શું છે કારણ

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરીને ઊંચા નફાનું લાલચ આપીને ભારત તેમજ વિદેશના નાગરિકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કર્ણાટક, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કુલ 21 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી મેસર્સ ચોથા બ્લોક કન્સલ્ટન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સહયોગીઓ સામે કરવામાં આવી હતી. નકલી ક્રિપ્ટો રોકાણ પ્લેટફોર્મ દ્વારા છેતરપિંડી EDને આ કેસની માહિતી કર્ણાટક પોલીસ દ્વારા નોંધાયેલી FIR અને શેર કરાયેલા ઇનપુટ્સ પરથી મળી હતી. પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ નકલી ક્રિપ્ટોકરન્સી રોકાણ પ્લેટફોર્મ તૈયાર કરીને તેને વાસ્તવિક અને વિશ્વસનીય બતાવ્યું હતું. આ પ્લેટફોર્મ પર રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ભારે નફો મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી.…

104.15 કરોડની મની લોન્ડરિંગ કૌભાંડ: EDએ PMLA સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી

દેશભરમાં ફ્રોડ કરીને રૂ. 104.15 કરોડની મની લોન્ડરિંગની ઘટના સામે આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અમદાવાદની PMLA સ્પેશિયલ કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. અરોપીઓ અને માધ્યમ ફરિયાદમાં મકબુલ અબ્દુલ રહેમાન, કાશિફ મકબુલ, મહેશ દેસાઈ, ઓમ પંડ્યા અને મિતેશ ઠક્કર સહિતના નામો સામેલ છે. તપાસ મુજબ, આરોપીઓએ નકલી સરકારી નોટિસો અને ફોન કોલ્સ દ્વારા લોકોને ડરાવ્યા અને તેમની પાસેથી મોટી રકમ પડાવી હતી. સિસ્ટમના ભાસ સાથે છેતરપીંડી ED મુજબ આરોપીઓ નકલી CBI, TRAI અને ED નોટિસો મોકલી લોકોમાં ડર પેદા કરતા હતા. પીડિત પાસેથી વસુલેલી રકમના ફેક ચલણ અને રસીદ પણ ઈશ્યૂ કરતા હતા. કેટલાક આરોપીઓએ નકલી પોલીસ સ્ટેશન બનાવી વીડિયો કોલ મારફતે લોકોને ભયભીત કરી રકમ પડાવવાનું કામ કર્યું. કૌભાંડનો પર્દાફાશ આ કૌભાંડનો પ્રથમ પર્દાફાશ…

દેશી/વિદેશી દારૂ હાટડીઓ પર પોલીસ બેદરકાર, પત્રકારોની 14449 ફરિયાદ

B-india ટીમ, અમદાવાદ, 29 નવેમ્બર 2025 શહેરના પૂર્વ વિસ્તાર છેવાડાના નદીના પટની નજીકના પોલીસ સ્ટેશન હદમાં દેશી-વિદેશી દારૂની હાટડીઓ ધમધમતી હોવાની ખબર B-Indiaના પત્રકારોના ખાનગી સ્ત્રોત પરથી મળી. અનુસંધાનમાં સ્થળ તપાસ અને સ્ટિંગ ઓપરેશન કરતાં સ્પષ્ટ થયું કે કાયદાનું ઉલ્લંઘન કરીને ધજાગરા ઉડાવી રહ્યા છે..અને મોટો ધંધો ફૂલી ફાલી રહ્યો છે. આ બાબતે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરવા પહોંચેલા પત્રકારોને PSO પાસેથી મળ્યો એવો જવાબ કે ‘જે થાય એ કરી લો!’ આવી ઉદ્ધતાઈ ભાષામાં ફરજ પ્રત્યેની બેદરકારી! આ અપમાનજનક વર્તન સહન કરી ન શકાય તેવી સ્થિતિમાં પત્રકારોએ 14449 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી. આ ઘટના માત્ર એક સ્ટેશનની નથી, પોલીસ વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂના ધંધા પાછળ કોણ છે અને કોણ…

અલ-ફલાહ યુનિવર્સિટી: 200થી વધુ કર્મચારીઓ એજન્સીની તપાસ હેઠળ, પોલીસ તપાસનો ધમધમાટ

દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટના કેસમાં તપાસનો ધમધમાટ હવે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સુધી પહોંચ્યો છે. અહેવાલો મુજબ, યુનિવર્સિટીના 200થી વધુ ડોક્ટરો, લેક્ચરર્સ અને સ્ટાફ સભ્યો હવે એજન્સીઓના રડાર પર છે. તપાસ એજન્સીઓએ એક વ્હાઇટ-કોલર આતંકી મોડ્યુલના ખુલાસા બાદ યુનિવર્સિટીના સ્ટાફના લોકર અને બહાર રહેતા વિદ્યાર્થીઓના રૂમની પણ તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં 1,000થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા તપાસના મુખ્ય મુદ્દા – યુનિવર્સિટીની અંદર કોઈ હેન્ડલર હાજર હતો કે નહીં તે શોધી રહી છે. – આત્મઘાતી બોમ્બર ડૉ. ઉમર ઉન નબીને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી. – યુનિવર્સિટીમાં રહેતા અન્ય સાત લોકો સાથે ઉમરના સંબંધો અંગે પણ તપાસ ચાલી રહી છે. – નૂહમાં ડૉ. ઉમર ઉન નબીને રૂમ…