વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે 31 ઓગસ્ટથી શરૂ થવાની આશા, 8 કલાકની સફર હવે માત્ર 4 કલાકમાં!
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના વડોદરા-મુંબઈ સેક્શનની રાહ જોઈ રહેલા લાખો વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં આ મહત્વપૂર્ણ માર્ગ વિભાગને 31 ઓગસ્ટ, 2026 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે. જોકે, અંતિમ તારીખ અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) તરફથી સત્તાવાર જાહેરાત થવાની બાકી છે. આ વિભાગ શરૂ થયા બાદ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે રોડ કનેક્ટિવિટીમાં મોટો સુધારો થવાની શક્યતા છે. ખાસ કરીને વડોદરા અને મુંબઈ વચ્ચે નિયમિત મુસાફરી કરતા લોકો માટે આ એક્સપ્રેસવે સમય અને અંતર બંનેની દૃષ્ટિએ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વડોદરા-મુંબઈ મુસાફરીમાં મોટો ફેરફાર હાલમાં ટ્રાફિક, શહેરોમાંથી પસાર થતો માર્ગ અને અન્ય પરિસ્થિતિઓને કારણે વડોદરાથી મુંબઈ પહોંચવામાં સામાન્ય રીતે લાંબો સમય લાગી શકે છે.…
ગુજરાત આવેલ કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની મોટી જાહેરાત, હાઇવે માટે કેન્દ્ર સરકાર આપશે 20,000 કરોડ
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નિતીન ગડકરીની અધ્યક્ષતા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાતમાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ હેઠળ થયેલી અને પ્રગતિ હેઠળની કામગીરીની વિસ્તૃત સમીક્ષા માટે ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ બેઠકમાં અધિકારીઓ અને ઈજારદારોને સ્પષ્ટ તાકિદ કરી કે, રસ્તાઓની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય તથા નાગરિકોની સુવિધા અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાય તે અતિ આવશ્યક છે. નિતીન ગડકરીએ કહ્યુ કે, નેશનલ હાઈવેના નિર્માણ અને રીસર્ફેસીંગમાં કોઈપણ પ્રકારની નિષ્કાળજી ચલાવી લેવાશે નહિ. એટલુ જ નહી, નક્કિ કરેલી સમય મર્યાદામાં રોડ નિર્માણના તમામ કાર્યો પૂર્ણ નહિ થાય અને નિષ્કાળજી જણાશે તો ઈજારદારને બ્લેકલિસ્ટ કરવા સુધીના કડક પગલા પણ લેવાશે. 20 હજાર કરોડની મળશે કેન્દ્રમાંથી સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકની ચર્ચાઓ દરમિયાન કેન્દ્રિય મંત્રીને અનુરોધ…
અમદાવાદનો SP રિંગરોડ બન્યો કાળમૂખો..! મંદિરેથી દર્શન કરીને આવી રહેલા દંપતીનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત
B INDIA AHMEDABAD : અમદાવાદનાં SP રિંગરોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વસ્ત્રાલ રિંગરોડ પરથી પાંજરાપોળ ચાર રસ્તા તરફ જતાં માર્ગ પર મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહેલા દંપતીને અકસ્માત નડ્યો હતો. બેફામ આવતા એક ટ્રકચાલકે દંપતીને અડફેટે લીધા હતા.અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. રામોલ અને આઇ ડીવીઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અમદાવાદના SP રિંગરોડ પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત મંદિરેથી દર્શન કરી પરત ફરતી વેળાએ અકસ્માત સર્જાયો ટ્રકે દંપતીને અડફેટે લેતાં બંનેનું ઘટનાસ્થળ પર જ મોત અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક એક ટ્રકે બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં બાઇક…








