ગુજરાતમાં હવે ‘એક જ નંબર’ પર મળશે તમામ ઈમરજન્સી સહાય: 112 ડાયલ કરો અને 24 નહી માત્ર 12 મિનિટમાં મદદ મેળવો!

પંકજ મકવાણા – અમદાવાદ/ગાંધીનગર, ગુજરાત સરકારે રાજ્યની સુરક્ષા અને આપત્કાલીન સેવાઓના માળખામાં એક ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમેરિકામાં જે રીતે ‘911’ નંબર ઈમરજન્સી સેવાઓ માટે રામબાણ સાબિત થયો છે, બરાબર તે જ તર્જ પર હવે ગુજરાતમાં ‘112’ (જનરક્ષા નંબર) સંપૂર્ણપણે કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ સેવાનો સૌથી મોટો આકર્ષક પાસું તેનો ‘રિસ્પોન્સ ટાઈમ’ છે, જે 24 મિનિટથી ઘટાડીને માત્ર 12 મિનિટ કરી દેવાયો છે. એક જ કોલ પર ત્રિવેણી સંગમ: પોલીસ, ફાયર અને મેડિકલ અત્યાર સુધી નાગરિકોને પોલીસ માટે 100, મેડિકલ સહાય માટે 108 અને આગ જેવી દુર્ઘટનામાં 101 નંબર અલગ-અલગ ડાયલ કરવા પડતા હતા. આ મૂંઝવણ દૂર કરતા હવે માત્ર ‘112’ ડાયલ કરવાથી એક જ પ્લેટફોર્મ પર તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. ભલે તે લૂંટ-ફાટની…

વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી, સમગ્ર ગુજરાતમાં ટુંક સમયમાં થશે જાહેર

ગુજરાતમાં વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા. –>આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે:- પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે…