વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી, સમગ્ર ગુજરાતમાં ટુંક સમયમાં થશે જાહેર

ગુજરાતમાં વધુ એક 112 ઈમરજન્સી હેલ્પલાઇન સેવા શરુ કરવાની તૈયારી ચાલી રહી છે. તમામ નાગરિકોને એક જ ફોન નંબર પર તમામ ઇમરજન્સી સેવાઓ મળી રહે તેના માટે વર્ષ 2019માં 112 ERSS (ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ) હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. 112 નંબરના માધ્યમથી સ્વાસ્થ્ય અને પરિવાર, પોલીસ, આગ, મહિલા અને બાળ વિકાસ અને રેવન્યુ- આપદા વ્યવસ્થાપન વિભાગના સ્વતંત્ર ટોલ-ફ્રી નંબરને એકીકૃત કરવામાં આવ્યા હતા.

–>આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનશે:- પ્રાથમિક તબક્કામાં આ કામગીરી રાજ્યમાં અત્યારે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગરમાં શરૂ છે જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આગામી ટૂંક સમયમાં સમગ્ર રાજ્યમાં અમલી બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ સેવાનો વ્યાપ સમગ્ર રાજ્યમાં મળી રહે તેના માટે એકીકૃત કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર તેમજ આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે.

–>ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ:- આ સેન્ટરમાંથી તમામ જિલ્લાઓમાં ઇમરજન્સી રિસ્પોન્સની કામગીરીનું રિયલટાઇમ મોનિટરિંગ થઇ શકશે. જિલ્લા કક્ષાએ પણ આ સેવાઓનું મોનિટરીંગ સ્વતંત્ર રીતે કરી શકાશે. ડિજીટલ ટેક્નોલોજીનો વ્યાપ વધારીને આ સેવાને વધુ પ્રભાવી બનાવવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. જિલ્લાઓમાં છેવાડા સુધી લોકોને ત્વરિત ઇમરજન્સી રિસ્પોન્સ મળી રહે તેના માટે નવી 500 જનરક્ષક પીસીઆર વેન ફાળવવામાં આવશે. ઇમરજન્સી રિસ્પોન્સ સાથે સંકળાયેલા પોલીસ વિભાગ સહિતના કર્મચારીઓને રિયલ ટાઇમમાં ડિજીટલ અપડેશન સહિત ઇમરજન્સી રિસ્પોન્સ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે.

Related Posts

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *