રક્ષાબંધન પર બહેનો માટે ગુજરાત સરકારની મોટી ભેટ: STના કાફલામાં 101 નવી બસો દોડશે

રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં જ ગુજરાતમાં મુસાફરોની અવરજવર વધવાની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે વતન અથવા ભાઈના ઘરે જતી હોવાથી રાજ્યના જાહેર પરિવહન પર ભારે દબાણ જોવા મળે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા તૈયાર કરી છે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે GSRTCના કાફલામાં 101 નવી બસો ઉમેરવામાં આવશે. આ નવી બસોને રક્ષાબંધનના તહેવાર પહેલાં સેવામાં મૂકવામાં આવશે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી બસોને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવશે. પરંતુ વાત માત્ર 101 નવી બસો પૂરતી નથી. રક્ષાબંધન દરમિયાન મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે 26થી 30 ઓગસ્ટ દરમિયાન કુલ 6,500 વધારાની ST બસો અને ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન જાહેર કર્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7500 જેટલી વધારાની ટ્રિપો ચલાવવામાં આવશે આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો સંચાલિત કરવામાં આવશે. શહેરોમાં રોજગારી માટે રહેતા લોકો પોતાના ગામડે જઈ પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થશે. કયા રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા? હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને નીચેના શહેરોમાંથી વધારાની બસોની વ્યવસ્થા રહેશે: – અમદાવાદ – રાજકોટ – અમરેલી –…

જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાનો ચોથો દિવસ, ભવનાથમાં 4 લાખથી વધુ ભક્તોની ભીડ

જૂનાગઢ ખાતે ચાલી રહેલા મહાશિવરાત્રીના ભવ્ય મેળાનો આજે ચોથો દિવસ છે. ભવનાથ મંદિર ખાતે અત્યાર સુધીમાં 4 લાખથી વધુ ભક્તોએ દર્શન કરી પુણ્યનો લાભ લીધો છે. ‘મિની કુંભ’ તરીકે ઓળખાતા આ મેળામાં જીવ અને શિવના મિલનનો અનોખો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિરમાં અવિરત ભક્તોનો ધસારો યથાવત છે. ગર્ભગૃહમાં બિલીપત્રથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી ભક્તો દર્શનાર્થે ઉમટી રહ્યા છે. તંત્ર દ્વારા સુરક્ષા અને સુવિધાની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે. 1,000 બસોનું સંચાલન: યાત્રિકો માટે વિશેષ આયોજન મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે યોજાયેલા આ વિશાળ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે Gujarat State Road Transport Corporation (એસ.ટી. નિગમ) દ્વારા…

હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે. આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે. સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ 26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ…