ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી. બેઠકમાં બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ. મુખ્ય મુદ્દાઓ: – ઉર્જા ક્ષેત્ર: યુએઈ દર વર્ષે ભારતને 5 લાખ મેટ્રિક ટન LNG પૂરૂં પાડશે, પરમાણુ ઊર્જા, મોટાં અને નાના રિએક્ટર ક્ષેત્રે સહયોગ. -ટેકનોલોજી અને ડેટા: ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ; AI અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવું. – અવકાશ ક્ષેત્ર: લોન્ચ પેડ્સ, ઉપગ્રહ ઉત્પાદન અને સંયુક્ત મિશન. – ગુજરાતમાં ખાસ પ્રોજેક્ટ્સ: ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદર, સ્માર્ટ સિટી અને…







