‘ગાંજા કાંડ’ બાદ એર ઇન્ડિયાનો મોટો નિર્ણય, ગ્રૂપના તમામ પાયલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રીનિંગ
એર ઇન્ડિયા ગ્રૂપે પાયલટોની સલામતી અને મુસાફરોના વિશ્વાસને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે. 13 ઓગસ્ટ 2026થી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના તમામ પાયલટોનું ફરજિયાત સાયકોએક્ટિવ સબસ્ટન્સ સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ તપાસમાં ઉડ્ડયન નિયમો હેઠળ પ્રતિબંધિત પદાર્થો અને કેટલીક પ્રતિબંધિત દવાઓની તપાસ કરવામાં આવશે. આ નિર્ણય 4 ઓગસ્ટની ફુકેત-દિલ્હી ફ્લાઇટ AI2379 સાથે જોડાયેલી ગંભીર ઘટનામાં પાયલટના મારિજુઆના ટેસ્ટના પોઝિટિવ પરિણામ બાદ લેવામાં આવ્યો છે. એર ઇન્ડિયાના તમામ પાયલટોની થશે તપાસ એર ઇન્ડિયાના નવા નિર્ણય હેઠળ માત્ર શંકાસ્પદ પાયલટો જ નહીં, પરંતુ ગ્રૂપના તમામ પાયલટોને સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ ટેસ્ટ ટ્રેનિંગ સેશન દરમિયાન, ફ્લાઇટ બાદ તેમજ પાયલટોના નિર્ધારિત બેઝ અને અન્ય સ્થળોએ કરવામાં આવશે. કંપનીના ગુરુગ્રામ ટ્રેનિંગ એકેડેમી, ફ્લાઇટ બ્રીફિંગ સેન્ટર અને…
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 300 ફૂટનો અચાનક ઘટાડો, પાયલટનો મારિજુઆના ટેસ્ટ પોઝિટિવ
એર ઈન્ડિયાની ફુકેત-દિલ્હી ફ્લાઈટ AI2379 સાથે 4 ઓગસ્ટે બનેલી ગંભીર ઘટનામાં હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ફ્લાઈટ દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક આશરે 300 ફૂટનો ઘટાડો નોંધાયા બાદ કરવામાં આવેલા સાયકોએક્ટિવ સબ્સ્ટન્સ ટેસ્ટમાં પાયલટ-ઈન-કમાન્ડનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ મારિજુઆના માટે પોઝિટિવ આવ્યો હોવાનો અહેવાલ છે. જોકે, પાયલટના ટેસ્ટના પરિણામને ફ્લાઈટની ઊંચાઈમાં થયેલા અચાનક ઘટાડા સાથે સીધો સંબંધ છે કે નહીં તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. 4 ઓગસ્ટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શું બન્યું? 4 ઓગસ્ટ, 2026ના રોજ એર ઈન્ડિયાની Airbus A320 ફ્લાઈટ AI2379 ફુકેતથી દિલ્હી તરફ આવી રહી હતી. ઉડાન દરમિયાન વિમાનની ઊંચાઈમાં અચાનક લગભગ 300 ફૂટનો ઘટાડો થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી હતી. વિમાન બાદમાં સ્થિર થયું અને…
રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય
ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા એરપોર્ટ પરથી રવાના થયા પછી થોડા જ સમયમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો. ઉડાન અને અંતિમ સંપર્ક – વિમાન VT-AJV રાંચી એરપોર્ટ પરથી સાંજે 07:11 વાગ્યે ઉડાન ભર્યું. – છેલ્લો સંપર્ક સાંજે 07:34 વાગ્યે અટાલી વિસ્તાર પાસે થયો. – પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ATC (VHF 132.25 MHz) સાથે થઈ, ત્યારબાદ કોઈ સંપર્ક ન રહ્યો. જંગલમાંથી કાટમાળ મળ્યો – રાત્રે 08:05 વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) સક્રિય. – સિમરિયાના જંગલ વિસ્તારમાં વિમાનના એન્જિન અને પ્રોપેલર જેવા ભાગો મળ્યા. -સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના…
ભુજ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી, હવામાં ત્રણ ચક્કર બાદ સલામત લેન્ડિંગ
દિલ્હીથી ભુજ આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં લેન્ડિંગ સમયે ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરોમાં થોડીવાર માટે દહેશત ફેલાઈ ગઈ હતી. સાંજના 5:55 વાગ્યે ભુજ એરપોર્ટ પહોંચવાની હતી તે ફ્લાઈટે લેન્ડિંગ પહેલા આકાશમાં ત્રણ ચક્કર લગાવ્યા હતા. ટેક્નિકલ કારણોસર તરત લેન્ડ કરવાની મંજૂરી ન મળતા પાયલોટે પૂરતી સાવચેતી રાખી ચોથા પ્રયાસમાં વિમાનને સફળ અને સલામત રીતે ઉતાર્યું હતું. આ ઘટનાને કારણે ફ્લાઈટ અંદાજે 35 મિનિટ મોડી પહોંચી હતી. ભુજના આકાશમાં લાંબા સમય સુધી વિમાન ફરતું રહેતાં મુસાફરો ગભરાઈ ગયા હતા, જોકે અંતે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ આ સ્થિતિ રૂટિન પ્રક્રિયાનો જ ભાગ હતી અને કોઈ ગંભીર જોખમ નહોતું. ઘટનાની તકનિકી તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે…
ઇન્ડિગો પર DGCAનો 22 કરોડનો દંડ ‘નામમાત્ર’, 61% મુસાફરો પરેશાન
ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) સામે DGCA દ્વારા લાદવામાં આવેલા ₹22.2 કરોડના દંડથી મુસાફરો ખુશ નથી. તાજેતરના સર્વેક્ષણમાં 61% મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર 2025માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે આ દંડ અને CEO-COOને આપવામાં આવેલી ચેતવણી પૂરતી નથી. તેઓ દાવો કરે છે કે કંપની માટે આ રકમ ‘લોટમાં મીઠા’ જેવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પ્રેરક નથી. શું હતું વિવાદ? 1 નવેમ્બરના નવા પાઇલટ અને ક્રૂ આરામ નિયમો (FDTL) લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ 2,500થી વધુ ફ્લાઇટ્સ રદ કરી અને 1,900 ફ્લાઇટ્સ મોડીઓ પડી. પરિણામે, દેશભરના 3 લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા. સર્વેમાં સામે આવેલા આંકડા LocalCircles દ્વારા 29૨ જિલ્લાઓમાં 31,000થી…
ઓડિશામાં વિમાન ક્રેશ-લેન્ડિંગ, પાયલોટની હિંમતથી બધા મુસાફરો સલામત
ઓડિશામાં આજે બપોરે એક ભયાનક વિમાન દુર્ઘટના ટળી, જ્યાં પાયલોટની હિંમત અને ઝડપી નિર્ણયના કારણે તમામ મુસાફરો સલામત રહ્યા. ભુવનેશ્વરથી છ મુસાફરોને લઇ ઉડેલી *‘ઇન્ડિયાવન એર’*ની નાની નવ-સીટવાળી ફ્લાઇટ રાઉરકેલા એરસ્ટ્રિપ નજીક જગડા બ્લોકમાં ક્રેશ-લેન્ડ થઈ ગઈ. પાયલોટ વિમાન જમીન પર પટકાયાની મિનિટો પહેલા જ ‘Mayday’ ડિસ્ટ્રેસ કોલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલને સંકટની જાણ આપી હતી. પાયલોટની હિંમત: વિમાન ચાર્લી-208 મોડેલ હતું, જે ભુવનેશ્વર એરપોર્ટથી બપોરે 12:27 વાગ્યે રવાના થયું હતું. લેન્ડિંગ પહેલા જ પાયલોટે જણાવ્યું કે વિમાનમાં ગંભીર યાંત્રિક ખામી સર્જાઈ છે અને રનવે સુધી પહોંચી શકાતું નથી. પાયલોટ કેપ્ટન નવીન કડાંગા અને સહ-પાયલટ તરુણ શ્રીવાસ્તવએ ખુલ્લા મેદાનમાં વિમાન ઉતારવાનું નિર્ધારણ કર્યું, જેથી રહેણાંક વિસ્તારોને નુકસાન ન પહોંચે. ફોર્સ્ડ લેન્ડિંગ દરમિયાન વિમાન જોરથી પટકાયું, જેના…
ઉડ્ડયન ક્ષેત્રે અમુક કંપનીઓનું વર્ચસ્વ ઘટશે? સરકારે આ નવી એરલાઇન્સને આપી મંજૂરી
ઇન્ડિગોના ઓપરેશનલ કટોકટી બાદ, સરકારે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રને કેટલીક કંપનીઓના વર્ચસ્વમાંથી મુક્ત કરવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કેટલાક સમયથી, ભારતનું ઉડ્ડયન બજાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી એરલાઇન કંપનીઓના વર્ચસ્વ અથવા ‘ડ્યુપોલી’ સુધી સીમિત હતું. સરકારના તાજેતરના પગલાથી આ પરિસ્થિતિ બદલાઈ શકે છે. બજારમાં સ્પર્ધા વધારવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે નવી એરલાઇન્સને લીલી ઝંડી આપી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અલ-હિંદ એર અને ફ્લાયએક્સપ્રેસને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જારી કર્યા છે. ઉત્તર પ્રદેશ સ્થિત શંખ એર પણ 2026 માં કામગીરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ એરલાઇનને પહેલાથી જ NOC મળી ચૂક્યું છે. ઉડ્ડયન ક્ષેત્રમાં એકાધિકારનો અંત લાવવાના પ્રયાસો હાલમાં, ભારતીય આકાશમાં ટાટા ગ્રુપની એર ઇન્ડિયા અને ઇન્ડિગોનું પ્રભુત્વ છે. DGCA ના ડેટા અનુસાર, આ…
ઇન્ડિગો સંકટ : દિલ્હી-બેંગલુરુમાંથી 160 ફ્લાઇટ્સ રદ્દ, મુસાફરોને મુશ્કેલી
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત છે. 12 ડિસેમ્બરના રોજ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. DGCA દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો માટે મુશ્કેલી હજુ ઓછી નથી થઈ. ઇન્ડિગો સંકટ: પાછળનું પરિપ્રેક્ષ્ય ગયા એક અઠવાડિયાથી ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ્દ થવાનાં સમાચાર સામે આવી રહ્યા છે. શુક્રવારે દેશના બે મુખ્ય એરપોર્ટ પરથી 160 ફ્લાઇટ્સ રદ્દ થવાને કારણે મુસાફરોને મોટા પ્રમાણમાં અસર પહોંચી છે. એરલાઇનના જણાવ્યા મુજબ, 12 ડિસેમ્બરે 2050 થી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ થવાની અપેક્ષા છે. નેટવર્કમાં તમામ 138 સ્થળો ફરીથી જોડાઈ ગયા છે, અને ઓપરેશન્સ 9 ડિસેમ્બર 2025થી સ્થિર થયાં છે. ફ્લાઇટ રદ્દ થવાના આંકડા – દિલ્હી એરપોર્ટ: 105 ફ્લાઇટ્સ રદ્દ (52 પ્રસ્થાન + 53 આગમન) – બેંગલુરુ એરપોર્ટ:…
















