ઇન્ડિગો મુસાફરોને મોટી રાહત: 5–15 ડિસેમ્બર વચ્ચેની તમામ ટિકિટ પર રિફંડ-રિશેડ્યૂલિંગ ફ્રી

ઇન્ડિગો ફ્લાઇટ્સના વિલંબ અને રદ્દીકરણને કારણે દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી અફરાતફરી વચ્ચે મુસાફરોને મોટી રાહત મળી છે. એરલાઇને 5 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે બુક કરાયેલી તમામ ટિકિટ પર રિશેડ્યૂલિંગ અને કેન્સલેશન ફી સંપૂર્ણપણે માફ કરી છે. મુસાફરોને રિફંડની પ્રક્રિયા ઓટોમેટિક શરૂ થશે, તેમજ એરલાઇને અસુવિધા બદલ માફી પણ માંગી છે.

આ સાથે જ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતાં પાયલટ્સ માટેનો ફરજિયાત 48 કલાકનો ‘વિકલી રેસ્ટ’નો નવો નિયમ પાછો ખેંચી લીધો છે. પાયલટની અછત દૂર થતાં હવે ઓપરેશન્સ પરનું દબાણ ઘટશે અને ફ્લાઇટ શેડ્યૂલ ઝડપી સ્થિર થવાની આશા છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે આજ રાતથી જ ઇન્ડિગો ફ્લાઇટ્સનું શેડ્યૂલ સામાન્ય થવાનું શરૂ થઈ જશે, જ્યારે મુસાફરોને એરપોર્ટ જવા પહેલાં ઘરેથી જ ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવાની સલાહ આપવામાં આવી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…