Bindia
- Breaking News , Treding News , ગુજરાત
- January 29, 2025
દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી, જાણો કેટલી તારીખ સુધી રહેશે અમલમાં
B INDIA દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશબંધી કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં આવેલા ૨૧ ટાપુઓ પર પુર્વ મંજુરી વિના હવે પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ દ્વારકા નજીકના આવેલા ટાપુ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ પ્રતિબંધ 30 જાન્યુઆરીથી લઈને 30 માર્ચ સુધી અમલમાં રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 21 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન…







