ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર
જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…
જગદીશ વિશ્વકર્માએ BJP પ્રદેશ પ્રમુખ માટે ભર્યું ફોર્મ, કાલે ગુજરાત ભાજપને મળશે નવા અધ્યક્ષ
ગઇકાલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત થયા બાદ આજે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી જગદીશ પંચાલે આજે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. બીજી તરફ અન્ય બીજા કોઈ નેતાએ ફોર્મ ભર્યું નથી. ત્યારે આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત થશે. જગદીશ વિશ્વકર્મા ભુપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તેમણે પ્રદેશ અધ્યક્ષ માટે ફોર્મ ભર્યું છે. અન્ય વ્યક્તિએ ફોર્મ નથી ભર્યું ત્યારે હવે ગુજરાત ભાજપની કમાન જગદીશ વિશ્વકર્માના હાથે જશે અને તે પાટિલના ઉતરાધિકારી બનશે એ નિશ્ચિત છે. ગુજરાત ભાજપને મળશે 11માં પ્રદેશ અધ્યક્ષ આ વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયત યોજાશે. બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી, કોંગ્રેસ…
આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ ! આ નેતાનું નામ લગભગ ફાઇનલ
ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના નામની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલુઇ રહી છે. આ દરમિયાન હવે ગઇકાલે ગુજરાત ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. બીજી તરફ ભાજપ આજે OBC નેતા જગદીશ વિશ્વકર્મા વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે. ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્મા લગભગ ફાઇનલ માનવામાં આવે છે. હાલ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્ય કક્ષાના સહકાર મંત્રી તરીકે કાર્યરત છે. ત્યારે હવે આજે તે ફોર્મ ભરશે. બીજી તરફ આવતી કાલે મતદાન થશે. પરંતુ જો આજે કોઈ અન્ય વ્યક્તિ ફોર્મ ન ભરે તો આજે જ પ્રદેશ અધ્યક્ષના નામની થઈ શકે છે જાહેરાત. આજે જ ગુજરાત ભાજપને મળી શકે છે નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે બપોરે 12.39 કલાકે 10 ટેકેદારો સાથે ફોર્મ ભરશે. બીજી તરફ હવે એવી પણ…
ગોષ્ઠિ ગુજરાતની
કોવિડ વખતે ચમકેલાં જયંતી રવિ ફરીવાર માધ્યમોમાં દેખાયાં, પણ સંબોધન ન કર્યું કોરોનાકાળ વખતે દરરોજ ગુજરાતનાં તત્કાલીન આરોગ્ય સચિવ જયંતી રવિ દિવસમાં લગભગ ત્રણથી ચાર વખત મીડિયા બ્રીફિંગ માટે આવતાં હતાં. કોરોનાને લઈને સરકારે લીધેલાં પગલાંની માહિતી તેઓ નિયમિત સમાચાર માધ્યમો સમક્ષ રજૂ કરતાં હતાં. તે વખતે ગુજરાત સરકારનાં આ આઈએએસ અધિકારી ઘર ઘરમાં ખૂબ જાણીતાં થઈ ગયાં હતાં. પરંતુ કોરોના કાળ પૂરો થતાં જ સરકારે તેમની બદલી કરી ગેમને પુરુચેરીના અરવિંદ આશ્રમમાં સચિવ તરીકે મુક્યાં હતાં. તે પછી તેઓ ગત ઓગસ્ટ માસમાં ગુજરાત સરકારમાં એટલે કે તરીકે ફરજ બજાવે છે. જો કે તે અંગે જાહેર જનતાને ખાસ ખ્યાલ ન હતો. પરંતુ પાછલા સપ્તાહે જયંતી રવિ ફરીથી સમાચાર માધ્યમોમાં જોવા મળ્યાં. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં…
Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ
પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી. આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ…
પાટીલે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો, જાણો શું કહ્યું
ગુજરાતમાં રાહુલ ગાંધીનું ફોકસ વધ્યું છે. બીજી તરફ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. અને આગામી ચૂંટણીને લઈને રાહુલ ગાંધી રણનીતિ ઘડી રહ્યા છે. આ દરમિયાન હવે કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે રાહુલ ગાંધીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. પાટીલે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે. રાહુલ ગાંધીના નેતૃત્વ પર તેમના પક્ષના લોકોને જ વિશ્વાસ નથી. બે દિવસની મુલાકાતથી ગુજરાત તેમનું થઈ જશે નહીં. ગમે તેટલાં આંટાફેરા મારે તેમને કાર્યકરો પર ભરોસો નથી અને નેતાઓને રાહુલ ગાંધી પર વિશ્વાસ નથી. જેથી તેઓ સફળ થવાના નથી. 45 દિવસમાં કોંગ્રેસ જાહેર કરશે જિલ્લા પ્રમુખ 15…












