Rajkot : રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો, 10 વર્ષથી ફાયર-એનઓસી નથી લીધી

રાજકોટમાં એટલાન્ટિસ બિલ્ડિંગના રીપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડિંગની BU પરમિશન અને પ્લાન પાસ હોવાનો ઉલ્લેખ થયો છે. મનપા TP વિભાગે રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યો છે તો આજે સમગ્ર તપાસનો રિપોર્ટ પોલીસને સોંપાશે અને બિલ્ડિંગમાં 10 વર્ષથી ફાયર એનઓસી નથી સાથે સાથે બિલ્ડિંગમાં લગાવેલ ફાયર સિસ્ટમ કાર્યરત નથી. આ પણ વાંચો :- GirSomnath : ગીર સોમનાથમાં મત્સ્યબંદરોનો થશે વિકાર, વિધાનસભા ગૃહમાં મંત્રી રાઘવજી પટેલે આપી માહિતી બિલ્ડિંગના રીપોર્ટમાં થયો ખુલાસો :- રાજકોટ મનપા TP વિભાગ દ્વારા રિપોર્ટ તૈયાર કરી મનપા કમિશનરને સોંપવામાં આવ્યો છે. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે એનું 2014 બાદ ફાયર NOC ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કંડિશનમાં ન હોવાનું સામે આવ્યું…

Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા…