હોંગકોંગમાં ભયાનક આગ: સાત ઇમારતો જ્વાળાઓની લપેટમાં, 36 લોકોના મોત 279 ગુમ
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી, જે શહેરમાં વર્ષોની સૌથી ભયાનક દુર્ઘટના સાબિત થઈ છે. અત્યાર સુધીમાં છત્રીસ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 279 લોકો હજુ પણ ગુમ છે. દુર્ઘટનામાં એક અગ્નિશામક પણ મોતને ભેટ્યો છે. આગ કઈ રીતે ફાટી નીકળી? આગ ચીનના શેનઝેનની સરહદ નજીકના તાઈ પો વિસ્તારમાં એક બહુમાળી રહેણાંક સંકુલમાં ફાટી નીકળી હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આગે સાત ઇમારતોમાં ફેલાઈ ગઈ, જેમાં એક પડોશી ટાવર પણ અસરગ્રસ્ત થયો. આ ઘટનાના પગલે 900 થી વધુ લોકો સ્થળાંતર કરવામાં આવ્યા અને સેંકડો લોકોને કાંઠા પર કામચલાઉ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા. પ્રાથમિક તપાસ અને પોલીસ કાર્યવાહી હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવ જોન લીએ જણાવ્યું કે આગના કારણની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ…
ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ: અમદાવાદ 2030 Commonwealth Gamesનું યજમાન બન્યું
2030માં અમદાવાદને Commonwealth Games (CWG) ના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આગામી આઇએફ (International Federation) અને Commonwealth Games Federation (CGF) ના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલા મતદાનમાં અમદાવાદને વિજેતા જાહેર કરવામાં આવ્યું. આ ગેમ્સ માત્ર રમત મહોત્સવ નહીં, પરંતુ Commonwealth Gamesના 100 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે Centenary Edition તરીકે પણ ઉજવાશે. હર્ષ સંઘવીની પ્રતિભાવ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું,”આ ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થતા આયોજન કરવું એ અમારા માટે સન્માનની વાત છે. અમદાવાદ વિશ્વને આવકારવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ ગેમ્સ ફક્ત આપણા માળખાગત સુવિધાઓ અને પ્રતિભાને જ નહીં, પરંતુ આપણી એકતા અને શ્રેષ્ઠતાનું પણ પ્રદર્શન કરશે.” અમદાવાદમાં તૈયારીઓ આ યજમાનીની તૈયારી માટે શહેરમાં તમામ…
રાજકોટમાં સરકારી શિક્ષકોની હેવાનિયત, યુવતી પર દુષ્કર્મ, ન્યૂડ ફોટા વડે બ્લેકમેલિંગ કરી લખો પડાવ્યા
રાજકોટ શહેરમાં માનવતા શર્મસાર બને તેવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પડધરીની સરકારી શાળાના શિક્ષક મુકેશ સોલંકી અને મોરબીની સરકારી શિક્ષિકા પ્રીતિ ઘેટીયા દ્વારા એક યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આ સાથે, આરોપીઓએ યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી કુલ ₹4.25 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ઓળખાણથી લઈને ફસાવવાની આખી કાવતરાખોરી ફરિયાદ મુજબ, ભોગ બનનાર યુવતીની શરૂઆત પ્રીતિ ઘેટીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ પ્રીતિએ યુવતીનો પરિચય મુકેશ સોલંકી સાથે કરાવ્યો. બંનેએ મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને યુવતીને સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોક નજીક આવેલા પ્રીતિના ફ્લેટ પર બોલાવી હતી. ત્યાં યુવતીની મરજી વિરુદ્ધ મુકેશ સોલંકી દ્વારા દુષ્કર્મ કરાયું હતું. ન્યૂડ ફોટા…
ચીનને ટક્કર આપવા ભારતની મોટી ચાલ: મોદી સરકારે ₹7,280 કરોડની રેર અર્થ મેગ્નેટ યોજના મંજૂર કરી
ચીનના રેર અર્થ નિકાસ પ્રતિબંધો વચ્ચે ભારતે આત્મનિર્ભરતાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લીધું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રિય કેબિનેટે ₹7,280 કરોડના ખર્ચે “રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ (REPM) મેન્યુફેક્ચરિંગ સ્કીમ”ને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત પહેલીવાર દેશમાં 6,000 MTPA ક્ષમતાનો પૂર્ણ REPM ઉત્પાદન ઈકોસિસ્ટમ ઉભો કરવામાં આવશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ સ્કીમનો મુખ્ય હેતુ ભારતને ઇલેક્ટ્રિક વાહનો, નવીનીકરણીય ઉર્જા, એરોસ્પેસ અને ડિફેન્સ જેવા સ્ટ્રેટેજિક ક્ષેત્રોમાં ટેકનોલોજીકલ રીતે સ્વનિર્ભર બનાવવાનો છે. રેર અર્થ મેગ્નેટ શા માટે મહત્વપૂર્ણ છે? રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ વિશ્વના સૌથી શક્તિશાળી મેગ્નેટ છે. એનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવે છે: – ઇલેક્ટ્રિક વાહનોમાં – સોલાર અને પવન ઊર્જા ટેકનોલોજીમાં – સ્માર્ટફોન, લેપટોપ જેવા કન્સ્યુમર ઇલેક્ટ્રોનિક્સમાં –…
સેલવાસ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 વર્ષીય તરૂણ સાથે અપરાધ કરનાર આરોપીને 20 વર્ષની કેદ
સેલવાસના કૂડાચા ગામમાં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો ગંભીર ગુનો સાબિત થતાં સેલવાસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપી રૂસ્તમ અલાઉદીન ખાનને 20 વર્ષની કેદ તથા ₹25,000 દંડની સજા ફટકારી છે. દંડ નહીં ભરાય તો વધુ 6 મહિનાની કેદ ભોગવવાની રહેશે. ઘટનાનો વિગતવાર ક્રમ વર્ષ 2024ની 26 માર્ચે કૂડાચા ગામે રહેતો એક પરપ્રાંતિય પરિવાર રોજની જેમ નોકરી પર ગયો હતો. તેમના 13 વર્ષીય પુત્ર અશોક (નામ બદલેલ) ટ્યુશન ક્લાસ માટે ઘરેથી નીકળ્યો ત્યારે પાડોશી રૂસ્તમ ખાને તેનો માર્ગ રોકી મોઢું દબાવી પોતાની રૂમમાં ખેંચી ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરીને આરોપીએ કિશોરના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. તક મળતા તરૂણ ભાગીને ઘરે પહોંચી ગયો અને પરિવારને સમગ્ર બનાવની…
ચીનના દાવાને ભારતનો કડક જવાબ : “ઇનકાર કરવાથી સત્ય બદલાતું નથી, અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે”
શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલાને લગભગ 18 કલાક સુધી અટકાવી રાખવાના મામલે ભારતે ચીનને કડક રાજદ્વારી જવાબ આપ્યો છે. ચીને અટકાયત કે કોઇ ઉત્પીડન ન કરવાનો ઇનકાર કર્યો હતો અને અરુણાચલ પ્રદેશને “જાંગનાન” તરીકે પોતાનો વિસ્તાર હોવાનું પુનરાવર્તિત કર્યું હતું. પરંતુ ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે ચીન જેટલો ઇનકાર કરે, તોય સત્ય બદલાતું નથી—અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. MEA નો દૃઢ નિવેદન : “ચીનનો ઇનકાર હકીકત બદલશે નહીં” વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે “અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ છે. ચીની પક્ષનો ઇનકાર આ વાસ્તવિકતા બદલતો નથી.” MEAએ વધુમાં જણાવ્યું કે મહિલા પાસે માન્ય ભારતીય પાસપોર્ટ હતો અને તે લંડનથી જાપાન મુસાફરી કરી રહી…
કર્ણાટક: વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત 3ના મોત, જાણો વિગત
કર્ણાટકના કાલાબુરાગી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં વરિષ્ઠ IAS અધિકારી મહંતેશ બિલાગી સહિત ત્રણ લોકોના મોત થયા છે. મહંતેશ બિલાગી કર્ણાટક રાજ્ય ખનિજ નિગમના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. તેઓ પારિવારિક લગ્નમાં હાજરી આપવા માટે રામદુર્ગથી કાલાબુરાગી જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર પલટી ગઈ. અક્સીડન્ટની વિગતો અહેવાલો અનુસાર, મહંતેશ બિલાગી તેમના ભાઈ શંકર બિલાગી અને અન્ય એક વ્યક્તિ ઈરાના શિરસાંગી સાથે એક કૌટુંબિક લગ્નમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જેવર્ગી તાલુકાના ગૌનાલી ક્રોસ પાસે અચાનક એક કૂતરો વાહનની સામે આવ્યો, અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો. આ કારણે કાર પલટી ગઈ અને ત્રણ લોકોએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. મહંતેશ બિલાગી કાલાબુરગીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરો તેમને…
દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી
વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે. બેંકના નવા રિપોર્ટ મુજબ, આવતા દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ હાલના સ્તરથી અડધાથી પણ નીચે આવી શકે છે. હાલની સ્થિતિ હાલમાં બ્રેન્ટ ક્રૂડ $60–$65 પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. ભાવ ઘટાડાનાં મુખ્ય કારણો – પુરવઠામાં તીવ્ર વધારો J.P. મોર્ગન અનુસાર, 2025–2026 દરમિયાન વૈશ્વિક પુરવઠો માંગ કરતાં ત્રણ ગણો ઝડપી વધશે, જે સીધું ભાવોને નીચે ધકેલી શકે છે. – બિન-OPEC દેશોનો મોટો ફાળો ભવિષ્યમાં વૈશ્વિક ઓઇલ પુરવઠાનો 50% ભાગ OPEC બહારના દેશોમાંથી આવશે. ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ અને આર્જેન્ટિના આ બે દેશોમાં શેલ ઓઇલ ઉત્પાદન…
















