અંતરિક્ષમાંથી ત્રાટક્યો ‘પરગ્રહી’ મહેમાન: 3I/ATLAS ધૂમકેતુની આસપાસ 4 લાખ કિલોમીટર લાંબી એક્સ-રે જ્વાળા દેખાઈ

બ્રહ્માંડના અનંત ઊંડાણમાંથી આપણા સૌરમંડળમાં દાખલ થયેલા આંતર તારાકીય (Interstellar) ધૂમકેતુ 3I/ATLAS એ વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાનની JAXA દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલી એક્સ-રે તસવીરોમાં આ ધૂમકેતુની આસપાસ લગભગ 4,00,000 કિલોમીટર સુધી ફેલાયેલો તેજ ગ્લો જોવા મળ્યો છે. આ પ્રકારની વિશાળ જ્વાળા પહેલેથી ક્યારેય ઇન્ટરસ્ટેલર પદાર્થમાં નોંધાયેલી નથી. શા માટે આ શોધ છે વિશેષ? ધૂમકેતુ સામાન્ય રીતે સૂર્યપ્રકાશ પરાવર્તિત કરીને ચમકે છે, પરંતુ 3I/ATLAS એક્સ-રે ઉત્સર્જિત કરી રહ્યો છે. જ્યારે સૂર્યમાંથી નીકળતા ઝડપી ચાર્જ કણો (સૌર પવન) આ ધૂમકેતુના વાયુઓ સાથે અથડાય છે, ત્યારે આ ભયાનક એક્સ-રે જ્વાળા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાથી ધૂમકેતુમાં છુપાયેલા હાઇડ્રોજન, નાઇટ્રોજન અને અન્ય વાયુઓ અંગે માહિતી મળે છે, જે સામાન્ય…

મોરબી બાર એસોસિએશન: જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસોસિએશનમાં આજથી જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીના પદ માટેની ચૂંટણી યોજાઇ અને પરિણામ જાહેર થયું છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ પદ બિનહરીફ થયા હતા. મતદાન વિગત આજની ચૂંટણીમાં કુલ 669 વકીલોમાંથી 519 વકીલોએ મતદાન કર્યું. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે બે ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. તેમાં, અતુલભાઈ ડાભીને 196 મત મળ્યા જ્યારે જીતેનભાઈ સોલંકીએ 299 મત મેળવીને જીત મેળવી. કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારોએ સ્પર્ધા કરી. પરિણામ મુજબ, કારોબારી પદ માટે વિજેતા ઉમેદવાર: – ઘનશ્યામભાઈ આદ્રોજા – 299 મત – પ્રદીપભાઈ કંઝારિયા – 246 મત – યોગેશભાઈ પારેજીયા – 232 મત – દેવીપ્રસાદ જોશી – 225 મત – અન્ય ઉમેદવારોને મળેલા મત: – હુસેનભાઈ કટારીયા – 180 – પ્રદીપભાઈ કાટીયા –…

મુસાફરો માટે નવી સુવિધા: GSRTCની બસમાં હવે ઑનલાઇન ફૂડ ઓર્ડર કરી શકાશે

ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા લાંબા રૂટની બસ મુસાફરીને વધુ સુખદ અને આરામદાયક બનાવવા માટે નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. હવે ટ્રેનની માફક મુસાફરો એસ.ટી. બસમાં પણ ઓનલાઇન ફૂડ ઑર્ડર કરી શકશે. કેવી રીતે કામ કરશે નવી સેવા GSRTC દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ઓન ડીમાન્ડ ફૂડ’ સેવા માટે એજન્સીની નિમણૂંક માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. હાલનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદના રાણીપ, સરખેજ, પાલડી, CTM, કૃષ્ણનગર, નરોડા પાટીયા, નહેરુનગર, અડાલજ અને જશોદાનગર જેવા પિકઅપ સ્ટેન્ડ પરથી મુસાફરોને ફૂડ પહોંચાડવામાં આવશે. મુસાફરો ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ મારફતે જ ફૂડ માટે બુકિંગ કરી શકશે. મુસાફરી શરૂ થયા પછી જ્યાં ફૂડ મેળવવું હોય ત્યાં પહોંચતા ઓછામાં ઓછા ત્રણ કલાક…

રાજ્યમાં બે દિવસ બાદ ઠંડીમાં વધારો, તાપમાન 2થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા

રાજ્યમાં આગામી બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. વિભાગના જણાવ્યા અનુસાર, 48 કલાક પછી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. જોકે, આગામી બે દિવસ સુધી વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે. ઠંડીમાં વધારાથી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અનુભવ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. Follow us On Social Media…

રાજ્ય પોલીસમાં બઢતી પ્રક્રિયા શરૂ, 119 PIને ડીવાયએસપી બનાવવા તૈયારી

રાજ્ય પોલીસ દળમાં બઢતીને લઈને મહત્વની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ગ-2ના પોલીસ ઇન્સ્પેક્ટર (બિન હથિયારી)ને વર્ગ-1ના ડીવાયએસપી તરીકે બઢતી આપવા માટે પસંદગી યાદી તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત કુલ 119 PI અધિકારીઓની ખાતાકીય તપાસ, શિસ્ત સંબંધિત વિગતો અને શૈક્ષણિક માહિતી મંગાવવામાં આવી છે. કોર્ટ કેસ અને વિજિલન્સ તપાસની માહિતી એકત્ર બઢતી પ્રક્રિયામાં પારદર્શકતા અને યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે સંભવિત બઢતીપાત્ર અધિકારીઓ સામે ચાલી રહેલી અથવા પૂર્ણ થયેલી કોર્ટ કેસ, વિજિલન્સ તપાસ તેમજ શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અંગેની વિગતવાર માહિતી સંબંધિત વિભાગોથી માંગવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, અધિકારીઓની સેવા નોંધ, વર્તણૂક અને શિસ્તને આધારે બઢતી અંગે નિર્ણય લેવામાં આવશે. જો કોઈ અધિકારી સામે ગંભીર પ્રકારની તપાસ અથવા કેસ ચાલુ હોવાનું સામે આવશે…

બાંગ્લાદેશમાં હિંસા બાદ ભારતીય સેના એલર્ટ, પૂર્વીય કમાન્ડરે સરહદની સમીક્ષા કરી

ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં વધતી હિંસા અને રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના સંપૂર્ણ રીતે સતર્ક બની છે. શેખ હસીના વિરોધી ચળવળના નેતા શરીફ ઉસ્માન હાદીના મોત બાદ બાંગ્લાદેશના અનેક વિસ્તારોમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યા છે. ભારત વિરોધી નારા અને ભારતીય હાઇ કમિશન પર હુમલાના પ્રયાસ બાદ સુરક્ષા ચિંતા વધી છે. આ તંગ પરિસ્થિતિ વચ્ચે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ બાંગ્લાદેશને અડીને આવેલી સરહદોની મુલાકાત લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી. સરહદ પર ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠક લેફ્ટનન્ટ જનરલ તિવારીએ મિઝોરમના પરવા વિસ્તારમાં સ્થિત આસામ રાઇફલ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના કંપની ઓપરેટિંગ બેઝની મુલાકાત લીધી. અહીં તેમણે સ્પીયર કોર્પ્સ હેઠળ કાર્યરત દળો સાથે સુરક્ષા સમીક્ષા બેઠક યોજી. મુલાકાત દરમિયાન ભારત-બાંગ્લાદેશ સરહદ પરની હાલની…

રાશિફળ/19 ડિસેમ્બર 2025: આ રાશિના જાતકોના જીવનમાં આવી શકે છે મોટો ઉતાર ચડાવ, સાચવીને રહેવું; જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપૂર્ણપણે તમારો સાથ આપશે। પોતાના પૈસા બચાવવા માટે તમારે ઘર ના સભ્યો જોડે આજે વાત કરવાની જરૂર છે. તેમની સલાહ તમને આર્થિક સ્થિતિ સુધારવા માં મદદ કરશે। તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને…

અંક જ્યોતિષ/19 ડિસેમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…

નેહા કક્કરનું ‘કેન્ડી શોપ’ ગીત વિવાદમાં, ‘અશ્લીલ’ ડાન્સ અને શબ્દો પર લોકો ભડક્યા

પોપ્યુલર સિંગર નેહા કક્કર અને તેમના ભાઈ ટોની કક્કરનું નવીનતમ ગીત ‘કેન્ડી શોપ’ સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની ગયું છે. વીડિયોમાં બંને ‘લોલીપોપ’ થીમ પર ડાન્સ કરતા નજરે પડે છે, જેને ઘણા લોકોએ અશ્લીલ ડાન્સ અને શબ્દો ગણાવ્યા છે. વીડિયો અને લોકોની પ્રતિક્રિયા ગીત 15 ડિસેમ્બરે યૂટ્યૂબ પર અપલોડ થયું હતું, અને 18 ડિસેમ્બરની બપોર સુધીમાં 3 મિલિયનથી વધુ વ્યૂઝ નોંધાયા. છતાં, કોમેન્ટ સેક્શનમાં મોટાભાગના યુઝર્સે ગીતને લઈને કડક નિંદા વ્યક્ત કરી છે. યુઝર્સનું માનવું છે કે ગીતના લિરિક્સ, મ્યુઝિક અને ડાન્સ સ્ટેપ્સ બધું જ વલ્ગર છે. એક યુઝરે ટિપ્પણી કરી, “ઈતના ઉપર ભી નહીં ઉડના ચાહિયે કિ નીચે ગિરને પર કંકાલ ભી ના મિલે” જે દર્શાવે છે કે લોકો આ ગીતને તેમના પૂર્વના ભાવનાત્મક…

પાકિસ્તાનમાં ‘ધુરંધર’ પર પ્રતિબંધ છતાં FA9LA ગીતથી પ્રભાવિત થયા બિલાવલ ભુટ્ટો, જાણો વિગત

બોલિવૂડ ફિલ્મ *‘ધુરંધર’*ની લોકપ્રિયતા ફક્ત ભારત પૂરતી સીમિત રહી નથી, પરંતુ તે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચામાં છે. ખાસ કરીને પાકિસ્તાનમાં ફિલ્મ પર સત્તાવાર પ્રતિબંધ હોવા છતાં, ફિલ્મનું ગીત FA9LA ત્યાં ભારે ચર્ચામાં છે. તાજેતરમાં એક એવો વિડિયો વાયરલ થયો છે જેણે સૌને ચોંકાવી દીધા છે. બિલાવલ ભુટ્ટોની હાજરીમાં વાગ્યું FA9LA ગીત વાયરલ થયેલા વીડિયોમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારી એક પાર્ટીમાં હાજર હોવાનું જોવા મળે છે. વીડિયોમાં ભુટ્ટોનું સ્ટેજ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘ધુરંધર’નું લોકપ્રિય ગીત FA9LA વાગી રહ્યું છે. આ ગીત બહેરીનના કલાકાર નવાફ ફહાદ દ્વારા ગાયેલું છે અને ફિલ્મના સૌથી શક્તિશાળી પાત્રોમાંના એક રહેમાન ડકૈત પર ફિલ્માવવામાં આવ્યું છે, જેનો અભિનય અક્ષય ખન્નાએ કર્યો…