અંક જ્યોતિષ/17 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ચાંદીના ભાવમાં અચાનક 8,000 રૂપિયાનો મોટો ઘટાડો, સોનામાં તેજી યથાવત
તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો, પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. IBJA વેબસાઈટ મુજબ, 16 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે ચાંદીનો ભાવ ₹1,68,083 પ્રતિ કિલોગ્રામ નોંધાયો, જે સવારે ₹1,70,850 હતો. 15 ઓક્ટોબર ના દિવસે ચાંદીનો ભાવ ₹1,76,467 હતો. આનો અર્થ એ થયો કે, આજના દિવસે સવારની સરખામણીમાં ચાંદીના ભાવમાં આશરે ₹2,800 પ્રતિ કિલો અને ગયા દિવસની સરખામણીમાં ₹8,400નો ઘટાડો થયો છે. સોના અને ચાંદીની હાલત: સોનાના ભાવ: 24 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,27,471 પર ટ્રેડ થઇ રહ્યું છે. 22 કેરેટ સોનું 10 ગ્રામ ₹1,26,961 પર ટ્રેડ થઇ રહ્યું છે. 18 કેરેટ સોનું 10 ગ્રામ ₹95,603 પર ટ્રેડ થઇ રહ્યું છે. ચાંદીના ભાવ (MCX પર): સાંજે 6 વાગ્યે ચાંદીના…
અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ: શપથ ગ્રહણ સમારોહમાં નહીં રહે ઉપસ્થિત
ગુજરાતના રાજકારણમાં નવા મંત્રીમંડળના શપથગ્રહણ પૂર્વે મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ગુજરાત પ્રવાસને રદ કર્યો છે, અને તેથી તેઓ 17 ઓક્ટોબરના શપથગ્રહણ સમારોહમાં હાજર રહી શકશે નહીં. તેમની હાજરીની અપેક્ષા હતી, પરંતુ તેઓ હાલમાં બિહાર પ્રવાસે હોય જેના કારણે ઉપસ્થિત રહી શકશે નહીં. નવા મંત્રીમંડળ માટે તૈયારીઓ આખરી ચરણમાં ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધિ માટે તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. રાજ્યમાં કોને મંત્રીપદ મળશે અને કોનું પત્તું કપાશે તે અંગેનું સ્પષ્ટ ચિત્ર આવતીકાલે સામે આવશે. સૂત્રોના મતે, કેટલાક ધારાસભ્યોને શપથ માટે ફોન દ્વારા તૈયારી રાખવા સૂચના મળી ગઈ છે. શપથ બાદ તરત કેબિનેટ બેઠકની સંભાવના – 17 ઓક્ટોબર, 2025: નવા મંત્રીમંડળની શપથવિધિ – શપથ બાદ: મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક…
અમેરિકા-ચીન તણાવ ચરમસીમાએ: ચીની આયાત પર 500% ટેરિફ માટે US સેનેટની મંજૂરી
વિશ્વના બે મોટા અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધુ થઈ રહ્યો છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે US સેનેટ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચીન પર 500% સુધી ટેરિફ લાદવાનો અધિકાર આપવાની તૈયારીમાં છે. આ પગલું ચીન દ્વારા રશિયન તેલની ખરીદી અને યુક્રેન યુદ્ધમાં પરોક્ષ ભંડોળ આપવાની પ્રવૃત્તિઓના જવાબમાં લેવામાં આવી રહ્યું છે. ચીન વિરુદ્ધ આક્રમક વલણ: બેસન્ટેનું નિવેદન IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠકો દરમિયાન વોશિંગ્ટનમાં યોજાયેલા CNBC Invest in America Forum માં બેસન્ટે જણાવ્યું હતું, “યુએસ સેનેટ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ચીન પર 500% ટેરિફ લાદવાની મંજૂરી આપવાનું સમર્થન આપે છે. બેઇજિંગ રશિયન ઊર્જા ખરીદી રહી છે, જે સીધા યુક્રેનમાં રશિયાને યુદ્ધ સાધનો ઉપલબ્ધ કરાવે છે.” તેમના અનુસાર, ચીન 60% રશિયન ઊર્જા અને…
વિશ્વમાં ભારતે ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેનાની પદવી હાંસલ કરી: ચીન અને જાપાનને પછાડ્યા
વિશ્વભરમાં ભારતીય વાયુસેનાની તાકાતનો હવે નવી રીતે વધારો થયો છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રેન્કિંગ મુજબ, ભારત વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના ધરાવતું દેશ બની ગયું છે, જેમાં તે હવે ચીન અને જાપાનને પણ પાછળ છોડી ચુક્યું છે. ટોચની પાંચ શક્તિશાળી વાયુસેનાઓ – WDMMA રેન્કિંગ (2025) ક્રમ દેશ શક્તિ સ્કોર 1 યુનાઇટેડ સ્ટેટ્સ 242.9 2 રશિયા 114.2 3 ભારત 69.4 4 ચીન 63.8 5 જાપાન 58.1 ભારતના વધારો કરનારા તત્વો ભારત પાસે ચીન કરતા ઓછા ફાઇટર જેટ્સ હોવા છતાં, IAFનું સંચાલન, તાલીમ અને ટેકનોલોજી વધારે અદ્યતન માનવામાં આવે છે. ઓપરેશન સિંદૂર જેવી તાજેતરની કાર્યવાહીઓમાં ભારતીય વાયુસેનાએ ઉચ્ચ સ્તરના સામરિક પ્રતિસાદ અને હુમલાખોરી ક્ષમતા દર્શાવી હતી. IAFના પાઇલટ્સની તાલીમ,…
દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ
દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક લોકો સાથે ફટાકડા લઇ જતા હોય છે – પરંતુ જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો, તો સતર્ક થાવ! ફટાકડા સાથે મુસાફરી કરવી ગેરકાયદેસર છે ભારતીય રેલવેના નિયમો અનુસાર ફટાકડા, રોકેટ, સ્પાર્કલર્સ જેવી તમામ વિસ્ફોટક સામગ્રી ટ્રેનમાં લઈ જવી કાયદેસર નથી. આવી સામગ્રીને ટ્રેનમાં લઈ જવી “પ્રતિબંધિત વસ્તુઓ”ની યાદીમાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં ફટાકડા સાથે પકડાય છે, તો તેના પર ભારતીય રેલવે એક્ટની કલમ 164 હેઠળ રૂ. 1000 નો દંડ અથવા ત્રણ વર્ષની જેલ કે બંને સજાઓ થઇ શકે છે. સુરક્ષા ચકાસણી કડક…
કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત
ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમી લાંબો રોપવે બનાવાશે, જે ટૂંક સમયમાં યાત્રાળુઓ માટે ખુલ્લો મૂકાશે. રોપવેથી યાત્રા થશે વધુ સરળ અને આરામદાયક કેદારનાથ ધામ સુધીનો ટ્રેક 16 કિમી લાંબો છે અને તેમાં સામાન્ય રીતે યાત્રાળુઓને 8-9 કલાકનો સમય લાગે છે. હવે રોપવેની મદદથી યાત્રા માત્ર 35-40 મિનિટમાં થઈ શકશે. ભક્તોને ઊંચા પર્વતીય ચઢાણમાંથી મુક્તિ મળશે અને વરસાદ, ભૂસ્ખલન જેવી કુદરતી અવરોધો સામે પણ યાત્રા વધુ સલામત બનશે. ₹4,000 કરોડથી વધુના ખર્ચે બનશે રોપવે, અદાણી ગ્રુપે સંભાળ્યો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે રોપવે પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આ મહત્ત્વપૂર્ણ…
ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ મોટું અપડેટ: ટેરિફ વિવાદ વચ્ચે સંભવિત સહમતી!
ભારત અને અમેરિકાની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલતી ટ્રેડ ટેરિફની ખેંચતાણ હવે ધીમે ધીમે ઓગળી રહી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અગાઉ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 50% ટેરિફ લાગુ કરવાની જાહેરાત બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. હવે આ સંબંધો ફરીથી સુધરતી દિશામાં છે. ટ્રેડ ડીલ માટે દ્વિપક્ષીય વાતચીતમાં ઝડપ અમેરિકા અને ભારત બંને હવે પરસ્પર લાભદાયી વેપાર કરાર તરફ ફરીથી આગળ વધી રહ્યા છે. ટ્રમ્પ દ્વારા વેપાર કરાર માટે નિમણુંક કરાયેલા પ્રતિનિધિએ હાલમાં ભારતીય અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, “દોરવાઈ ગયેલી ટ્રેડ ડીલની વાતચીત હવે ફરીથી ગંભીરતાથી શરૂ થઈ છે.” ભારતનું વાણિજ્યિક પ્રતિનિધિમંડળ હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તે વેપાર કરાર અંગે…
દિવાળીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી! દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આ વર્ષે મેઘરાજા પણ પોતાનો “હિસ્સો” આપવા તૈયાર છે. ભારતના હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, દિવાળીના દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથેના વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ, વરસાદ થઈ શકે તેવા મુખ્ય જિલ્લાઓ: – 16 ઓક્ટોબર: તાપી, નવસારી, ડાંગ, વલસાડ – 17 ઓક્ટોબર: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત ઉપરોક્ત જિલ્લાઓ – 18-19 ઓક્ટોબર: અમરેલી, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ આ સ્થળોએ હળવાથી સામાન્ય વરસાદ, અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં શુષ્ક વાતાવરણ રહેશે. શ્રીલંકા નજીક સક્રિય સિસ્ટમમાંથી વાવાઝોડાની શક્યતા! હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં શ્રીલંકા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જો આ સિસ્ટમને અનુકૂળ…
અંક જ્યોતિષ/16 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…














