દિવાળીમાં વતન જવા માટે ટ્રેનમાં જાવ છો?, જાણો આ નવા નિયમ

દિવાળીની ભવ્ય ઉજવણી દરમ્યાન લોકોને અનેક પ્રકારની ખરીદીઓ અને પ્રવાસનો પણ પ્લાન હોય છે. ઘણા મુસાફરો ટ્રેન દ્વારા પોતાના શહેરથી પોતાના વતન તરફ જઈ રહ્યા હોય છે. આ દરમ્યાન અનેક લોકો સાથે ફટાકડા લઇ જતા હોય છે – પરંતુ જો તમે પણ આવું કરવાનું વિચારી રહ્યા છો, તો સતર્ક થાવ!

ફટાકડા સાથે મુસાફરી કરવી ગેરકાયદેસર છે
ભારતીય રેલવેના નિયમો અનુસાર ફટાકડા, રોકેટ, સ્પાર્કલર્સ જેવી તમામ વિસ્ફોટક સામગ્રી ટ્રેનમાં લઈ જવી કાયદેસર નથી. આવી સામગ્રીને ટ્રેનમાં લઈ જવી “પ્રતિબંધિત વસ્તુઓ”ની યાદીમાં આવે છે. જો કોઈ વ્યક્તિ ટ્રેનમાં ફટાકડા સાથે પકડાય છે, તો તેના પર ભારતીય રેલવે એક્ટની કલમ 164 હેઠળ રૂ. 1000 નો દંડ અથવા ત્રણ વર્ષની જેલ કે બંને સજાઓ થઇ શકે છે.

સુરક્ષા ચકાસણી કડક બની
દિવાળીની તહેવારો દરમિયાન રેલવે સુરક્ષા દળો મુસાફરોની કડક તપાસ કરે છે. ઘણા સ્ટેશનો અને ટ્રેનોમાં અચાનક ચેકિંગ અને ડિસ્પેચ કરાઈ રહી છે. ત્યારે મુસાફરો માટે સલાહ છે કે તેઓ કોઇ પણ વિસ્ફોટક સામગ્રી લઈને મુસાફરી ન કરે, નહિ તો આનંદભર્યો તહેવાર મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે.

આ દિવાળીએ ઘરમાં ફટાકડા ફોડો, પરંતુ તેમને ટ્રેનમાં લઈ જવાની ભૂલ ન કરો નહિ તો રજા અને ઉત્સવની મજા જેલની હવામાં વીતી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મુંબઈમાં આતંકવાદી હુમલાની ધમકી: તાજ અને ટ્રાઈડન્ટ હોટલ હાઈ એલર્ટ પર

મુંબઈની પ્રતિષ્ઠિત Taj Mahal Palace Hotel અને Trident Hotelને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા શહેરમાં હડકંપ મચી ગયો છે. ધમકીભર્યા ફોન બાદ મુંબઈ પોલીસે તાત્કાલિક પગલાં લીધા અને બંને હોટલોમાં…

તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો: વિજય રાજ્યપાલને મળ્યા, 118 ધારાસભ્યોના સમર્થનનો પુરાવો મંગાયો

તમિલનાડુની રાજનીતિમાં મોટા ફેરફારો વચ્ચે અભિનેતા-રાજકારણી Vijayએ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. તેમની પાર્ટી Tamilaga Vettri Kazhagamને Indian National Congressનું સમર્થન મળતા રાજ્યમાં નવી સરકાર બનવાની શક્યતા મજબૂત બની…