કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત

ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9 કિમી લાંબો રોપવે બનાવાશે, જે ટૂંક સમયમાં યાત્રાળુઓ માટે ખુલ્લો મૂકાશે.

રોપવેથી યાત્રા થશે વધુ સરળ અને આરામદાયક
કેદારનાથ ધામ સુધીનો ટ્રેક 16 કિમી લાંબો છે અને તેમાં સામાન્ય રીતે યાત્રાળુઓને 8-9 કલાકનો સમય લાગે છે. હવે રોપવેની મદદથી યાત્રા માત્ર 35-40 મિનિટમાં થઈ શકશે. ભક્તોને ઊંચા પર્વતીય ચઢાણમાંથી મુક્તિ મળશે અને વરસાદ, ભૂસ્ખલન જેવી કુદરતી અવરોધો સામે પણ યાત્રા વધુ સલામત બનશે.

₹4,000 કરોડથી વધુના ખર્ચે બનશે રોપવે, અદાણી ગ્રુપે સંભાળ્યો પ્રોજેક્ટ
કેન્દ્ર સરકારે રોપવે પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી છે અને આ મહત્ત્વપૂર્ણ કાર્ય અદાણી ગ્રુપને સોંપ્યું છે. કંપની આગામી 5 વર્ષમાં રોપવેનું બાંધકામ પૂર્ણ કરવાની તૈયારીમાં છે અને આગામી 29 વર્ષ સુધી પ્રોજેક્ટનું સંચાલન અને જાળવણી પણ સંભાળશે. સમગ્ર રોપવે પરિયોજનાનું નિરીક્ષણ National Highways Logistics Management Ltd. દ્વારા કરવામાં આવશે.

મોનોકેબલ ગોંડોલા ટેકનોલોજીથી સુસજ્જ રોપવે
આ રોપવે Monocable Detachable Gondola Technology દ્વારા ચાલશે – જે સૌથી આધુનિક અને વિશ્વસનીય ટેકનોલોજી છે. આ ટેકનોલોજીથી રોપવે વધુ ઝડપથી ચાલશે, ભક્તો આરામથી મુસાફરી કરી શકશે અને મોટી સંખ્યામાં યાત્રાળુઓ એક સાથે પરિવહન કરી શકાશે.

ભારે વરસાદ કે ભૂસ્ખલન પછી પણ યાત્રા થશે શક્ય
ચોમાસામાં ઘણીવાર કેદારનાથ યાત્રા સ્થગિત કરવી પડે છે. યાત્રાળુઓ માટે પગપાળા કે ખચ્ચર સિવાય અન્ય વિકલ્પ ન હોય. પણ રોપવે કાર્યરત થયા પછી ચોમાસાની ઋતુમાં પણ યાત્રા ચાલુ રહી શકે છે, જેથી યાત્રાળુઓને વધુ અવરજવર અને સુવિધા મળશે.

યાત્રાળુઓની સંખ્યામાં પણ વધારો થવાની અપેક્ષા
હાલના આંકડાઓ મુજબ, કેદારનાથ યાત્રામાં દર વર્ષે આશરે 15થી 20 લાખ યાત્રાળુઓ પહોંચે છે. રોપવે સુવિધા મળતા ભવિષ્યમાં આ સંખ્યા દોગણી થઈ શકે છે. ઉપરાંત, આ યોજના પ્રવાસન વિકાસ, સ્થાનિક રોજગાર અને આર્થિક ગતિવિધિને પણ બળ આપશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…