પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા મામલે કૌશિક વેકરિયાએ વિધાનસભા રજૂ કર્યા આંકડાઓ, જાણો શું કહ્યું
વિધાનસભા ગૃહ ખાતે રાજ્યમાં પોલીસ ભરતી અને બઢતી અંગેના મહત્ત્વના આંકડાઓ રજૂ કરતાં કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે રાજ્યમાં વર્ષ 2025-26માં 10288 પોલીસ અધિકારીઓની ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે વર્ષ 2024માં 6319 અને વર્ષ 2025માં 4781 મળીને કુલ 11,100 પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં પોલીસ મહેકમની ખાલી જગ્યાઓ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા રાજ્યમંત્રી વેકરિયાએ જણાવ્યું કે જાન્યુઆરી-2026માં વડોદરા શહેરમાં 1,131 પોલીસ કોન્સ્ટેબલની સીધી ભરતીથી નિમણૂક કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે વર્ષ 2024-25 દરમિયાન સમગ્ર રાજ્યમાં 475 બિનહથિયારી PSIની ભરતી કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2025-26માં અંદાજે 659 બિનહથિયારી PSI અને 129 હથિયારી PSI માટે સીધી ભરતીની પ્રક્રિયા હાલ કાર્યરત છે, જે પૂર્ણ થતા વડોદરા શહેરની ઘટ…
સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન માટે ઐતિહાસિક કરાર, ₹1,527.56 કરોડના એમઓયુ (MoU)થયાં : પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિત
વિધાનસભા ગૃહ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવેલા એમઓયુની વિગતો આપતાં પ્રવાસન રાજ્યમંત્રી જયરામ ગામિતે જણાવ્યું કે VGRC-2025 અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝોન માટે કુલ ₹1,527.56 કરોડના રોકાણ માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. પ્રવાસન રાજ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પ્રવાસન અને આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનાં પગલાં લેવામાં આવ્યાં છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રવાસન સુવિધાઓ ઊભી કરવા, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા તથા સ્થાનિક સ્તરે રોજગારી અને આવકના સ્રોતમાં વધારો કરવા વ્યૂહાત્મક એમઓયુ કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં ઈકો-ટૂરિઝમના વિકાસ માટે અને હોટલો, રિસોર્ટ્સ અને એડવાન્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જેવા પ્રોજેક્ટ્સ સ્થાપવામાં આવશે. નિષ્ણાત સંસ્થાઓ સાથે ચાર જેટલાં સ્ટ્રેટેજિક એમઓયુ પણ કરવામાં આવ્યાં છે. જેનો…
અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ | #bindia
અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ 1600ના ભાવથી ખરીદી શરૂ કરાઈ ખેડૂતો તુવેર લઈને યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
રાજકોટ: ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલો, Live દ્રશ્યો આવ્યા સામે
રાજકોટ: ગોંડલમાં જીગીશા પટેલ પર હુમલો ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટના બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ પોલીસ તપાસ શરૂ હોસ્પિટલમાંથી LIVE દ્રશ્યો (અહેવાલ – KALPESH GOHEL) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
પાલનપુરમાં વિકાસના કામો રિવર્સ ગિયરમાં જોવા મળી રહ્યા છે | #bindia
લાખો રૂપિયાનો રસ્તો, બે મહિના માં ખોદાયો ભૂગર્ભ ગટર ભૂલાયું અને જનતાના પૈસાનો વેડફાટ પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા પાલનપુર પાલિકાની નીતિ સામે ઉભો થયો પ્રશ્નચિહ્ન (અહેવાલ – LAXMANJI THAKOR ) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
વિશ્વ માતૃભાષા દિવસ: માહિતી કમિશનરની કચેરી ખાતે ગુજરાતી ભાષાના ગૌરવગાન સાથે વિશેષ કાર્યશાળા યોજાઈ
સમગ્ર વિશ્વ જ્યારે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા માતૃભાષાના જતન અને સંવર્ધન માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. માહિતી કમિશનરની કચેરી ખાતે કમિશનર કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ‘ગુજરાતી ભાષાના મહિમા’ પર કેન્દ્રિત એકદિવસીય કાર્યશાળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેકભાઈ ત્રિવેદી તેમજ સંયુક્ત માહિતી નિયામક સંજય કચોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માહિતી કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માતૃભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ અને સંસ્કારોની વાહક છે. વહીવટી કાર્યમાં પણ માતૃભાષાનો વિનિયોગ વધે તે દિશામાં પ્રયાસો કરવા તેમણે સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન, ગાંધીનગરના ટ્રસ્ટી કિશોરભાઈ જિકાદરા દ્વારા…
Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara
વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરની ગણતરી મુજબ વર્ષ 2026માં વઢવાણા તળાવમાં કુલ 47,700 પક્ષીઓ નોંધાયા છે, જે 2022ની સરખામણીએ લગભગ અડધા જેટલા છે. વર્ષવાર આંકડા પર નજર કરીએ તો 2022માં 95,000, 2023માં 50,000, 2024માં 54,171, 2025માં 29,189 અને 2026માં 47,700 પક્ષીઓ નોંધાયા છે. આ વર્ષે વિવિધ પ્રજાતિના પક્ષીઓમાં ગ્લોસી આઈબિસ આશરે 9,000, કોમન ફૂટસ 12,370, નોર્ધન પિનટેઇલ 9,800, નોબબિલ્ડ ડક 8,000, રડી શેલડક 7,450 અને ગ્રેલેગ ગીસ 3,300 જેટલા નોંધાયા છે. વિશેષ નોંધનીય છે કે વઢવાણા તળાવને અગાઉ રામસર સાઈટ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે, જે તેને આંતરરાષ્ટ્રીય…
રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો.…
21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા
કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ. “માતૃભાષા મારો શ્વાસ છે, મારી આત્માનો વિશ્વાસ છે; માતાની મમતા જેવી મીઠી, શબ્દે શબ્દે સુગંધિત આસ છે. જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર, ત્યાંથી જ જીવનનો આરંભ થયો; અક્ષર અક્ષર પ્રેમ ભળેલો, હૃદયમાં સંસ્કાર સંચિત થયો. માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે.…
Bharuch : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન
રિયાઝ પટેલ, ભરૂચ/ આજ રોજ મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમની હસ્તકલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે તથા પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે મહિલાઓના આત્મનિર્ભર બનવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવા આયોજનોથી સ્થાનિક કલા અને હસ્તકલા ક્ષેત્રને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી કચેરીના મહિલા અને બાળ અધિકારી , દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ તમામ કર્મચારીઓ, માહિતી કચેરીના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલમાં વિવિધ…
















