Bharuch : મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન

રિયાઝ પટેલ, ભરૂચ/ આજ રોજ મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા ભરૂચ ખાતે “મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો, તેમની હસ્તકલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાનો તેમજ સ્થાનિક ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો છે.

કાર્યક્રમનું ઉદ્ઘાટન ડીડીઓ યોગેશ કાપસે તથા પ્રયોજના વહીવટદાર નિશા ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે તેમણે મહિલાઓના આત્મનિર્ભર બનવાના પ્રયાસોને બિરદાવ્યા હતા અને આવા આયોજનોથી સ્થાનિક કલા અને હસ્તકલા ક્ષેત્રને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.

કાર્યક્રમ દરમિયાન મહિલા અને બાળ અધિકારી કચેરીના મહિલા અને બાળ અધિકારી , દહેજ પ્રતિબંધક અધિકારી તેમજ તમામ કર્મચારીઓ, માહિતી કચેરીના પ્રતિનિધિઓ અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફેસ્ટિવલમાં વિવિધ પ્રકારની હસ્તકલાની વસ્તુઓ, ઘરગથ્થુ ઉત્પાદનો અને કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ઉત્પાદનોને નાગરિકો તરફથી ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો.આ ફેસ્ટિવલ મહિલાઓ માટે સ્વરોજગારના નવા માર્ગો ખુલ્લા કરશે અને ભરૂચ જિલ્લામાં મહિલા ઉદ્યોગસાહસિકતાને નવી દિશા આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સુરતમાં ₹10.84 કરોડની નાણાં Transfer છેતરપિંડીનો પર્દાફાશ!… Exposed

સુરતમાં કરોડોની નાણાં Transfer છેતરપિંડીનો પર્દાફાશ: J.K. Express-Transline સાથે ₹10.84 કરોડની ઉચાપત, 9 આરોપી ઝડપાયા Transfer : સુરતના મગદલ્લા વિસ્તારમાં આવેલી J.K. Express અને J.K. Transline કંપની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીના નાણાકીય વ્યવહારોમાં કથિત ગેરરીતિ આચરીને કુલ ₹10.84 કરોડની ઉચાપત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા (Economic Offences Cell) દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું તાજા અહેવાલમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. -> 11 વર્ષથી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કર્મચારી શંકાના ઘેરામાં : પોલીસ તપાસમાં કંપનીમાં લાંબા સમયથી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા પરિન ટેલરનું નામ સામે આવ્યું છે. અહેવાલ મુજબ, પરિન ટેલર છેલ્લા…

અયોધ્યામાં Gujaratસરકાર બનાવશે ₹80.25 કરોડનું અત્યાધુનિક યાત્રી નિવાસ… Pride

અયોધ્યામાં Gujarat સરકાર બનાવશે ₹80.25 કરોડનું અત્યાધુનિક યાત્રી નિવાસ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન માટે જતા Gujaratના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. અયોધ્યા ખાતે ગુજરાત સરકાર દ્વારા ₹80.25 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘યાત્રી નિવાસ’નું નિર્માણ કરવામાં આવશે. આ યાત્રી નિવાસનો મુખ્ય હેતુ અયોધ્યા જતા ગુજરાતના યાત્રાળુઓને રહેવા સહિતની આધુનિક અને સુવિધાજનક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાનો છે. તાજેતરના અહેવાલો મુજબ, આ પ્રોજેક્ટ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. -> 308 બેડની ક્ષમતાવાળું યાત્રી નિવાસ : અયોધ્યામાં નિર્માણ પામનાર આ યાત્રી નિવાસમાં વિવિધ કેટેગરીના રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. સમગ્ર સંકુલમાં કુલ 308 બેડની ક્ષમતા રાખવામાં આવશે, જેથી એક સાથે મોટી સંખ્યામાં ગુજરાતથી આવતા શ્રદ્ધાળુઓને રહેવાની સુવિધા મળી શકે.આ ઉપરાંત યાત્રી નિવાસમાં 864 લોકો બેસી શકે…