Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા
આજે ગુજરાત વિધાનસભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત કરવામાં આવનાર છે. આ બેઠકમાં કૃષિ, પશુપાલન, ગ્રામ વિકાસ, આદિજાતિ, શિક્ષણ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થનાર છે. વન અને પર્યાવરણ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક તથા ક્લાઈમેટ ચેન્જની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આ ઉપરાંત બિન સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થનાર છે. આ પણ વાંચો :- Gandhinagar : ગુજરાત વિધાનસભામા ગૃહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એલાન, 1900થી વધુ ડૉક્ટર્સની કરાશે ભરતી આ ઉપરાંત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલ લઘુમતિ કલ્યાણ અંગેનું વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય હાર્દિક પટેલ રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક ગૃહમાં રજૂ કરશે. ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયા આરોગ્ય અધિકાર વિધેયક…
Gandhinagar : ગાંધીનગરમાં આજે વિધાનસભા ગૃહની બેઠક મળશે, વિવિધ વિભાગના પ્રશ્નોની કરાશે ગહન ચર્ચા
ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની બેઠક મળનાર છે. જેમાં પ્રશ્નોત્તરીકાળથી બેઠકની શરૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણના વિભાગના પ્રશ્નોની ગહન ચર્ચા કરવામાં આવશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક આ બેઠક આદિજાતિ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિભાગના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. આ દરમિયાન બિન સરકારી સભ્યોના કામકાજ માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં બિન સરકારી સભ્યોના કામકાજ પાંચમા અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, અંદાજ પત્રક સામાન્ય ચર્ચાનો આજે બીજો દિવસ છે. ગત રોજ સરકાર દ્વારા વિજળીના ભાવ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2024માં અદાણી પાવર ને રાજ્ય સરકારે 1403…
પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરુઆત, જાણો કયાં-કયાં મુદ્દાઓ પર થશે ચર્ચા
B INDIA ગાંધીનગર : ગાંધીનગરમાં આજે વિધાનસભાની બેઠકની શરુઆત થવાની છે. જેમાં ઉદ્યોગ, લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગ વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે. જોકે, રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે. ત્યારે પ્રશ્વોત્તરી કાળ બાદ ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ બિન સરકારી વિધેયક ગૃહમાં રજૂ થશે. જેમાં બિન સરકારી વિધેયક પર ચર્ચા થનાર છે. આ ઉપરાંત અન્ય 4 બિન સરકારી વિધેયક ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે. આ ઉપરાંત ગુજરાત પાણી પ્રદૂષણ વિધેયકનું વાંચન વિધાનસભામાં કરવામાં આવશે. જેમાં જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકવા બાબત વિધેયકનું વાંચન થનાર છે. જેમાં…









