મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અંતિમ વિદાય, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે તેમના વતન બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. બુધવારે વિમાન દુર્ઘટનામાં તેમનું અવસાન થયું હતું. અજિત પવારના અવસાન બાદ રાજ્ય સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અજિત પવારના અંતિમ સંસ્કાર આજે સવારે 11 વાગ્યે બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન મેદાનમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. અજિત પવારના અંતિમ સંસ્કાર તેમના રાજકીય ગઢ બારામતીના વિદ્યા પ્રતિષ્ઠાન સ્મશાનગૃહમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના સ્વર્ગસ્થ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની અને રાજ્યસભા સાંસદ સુનેત્રા પવારે તેમના પતિને અંતિમ શ્રદ્ધાંજલિ આપી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અજિત પવારના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી. ગૃહમંત્રી અમિત શાહે બારામતીમાં મહારાષ્ટ્રના દિવંગત નાયબ મુખ્યમંત્રી અજિત પવારને શ્રદ્ધાંજલિ આપી હતી.…







