અમેરિકામાં ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ’નું તાંડવ : બે ડઝન એરપોર્ટ્સ બંધ, હિમવર્ષાએ હવાઈ સેવાઓને ઠપ્પ કરી

અમેરિકામાં હાલ પ્રચંડ ‘વિન્ટર સ્ટોર્મ’ના કારણે જનજીવન સાથે-साथ હવાઈ પરિવહન પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. ભારે હિમવર્ષા, તીવ્ર પવન અને હાડ થીજવતી ઠંડીને કારણે દેશભરના હવાઈ વ્યવહારમાં અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માત્ર એક જ દિવસમાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૨૪થી વધુ એરપોર્ટ્સ સંપૂર્ણપણે બંધ કરવાના કઠોર નિર્ણય લેવામાં આવ્યા છે. હવાઈ સેવાઓ પર વ્યાપક અસર આજના હવાઈ ટ્રાફિક ડેટા મુજબ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કુલ ફ્લાઈટ્સમાંથી લગભગ 69% વ્યવહાર ખોરવાયો છે. જ્યારે 47% ફ્લાઈટ્સ સંપૂર્ણપણે રદ કરાઈ છે મુખ્ય એરલાઈન્સે મોટા પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ કરી ભારે બરફવર્ષાને કારણે દેશની અગ્રણી એરલાઈન્સે તેમની હજારો ફ્લાઈટ્સ સ્થગિત કરી છે: – American Airlines – 3874 ફ્લાઈટ્સ – Delta Air Lines…

અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ

અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની અસર અમેરિકાની અડધી વસ્તી, એટલે કે આશરે 18 કરોડ લોકો પર પડી શકે છે. દક્ષિણ રોકી પર્વતોથી શરૂ થયેલું આ તીવ્ર તોફાન હવે ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું છે. ભારે બરફ, બરફીલા પવન અને અત્યંત નીચા તાપમાનના કારણે રસ્તાઓ, રેલવે અને હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે. એવિએશન ક્ષેત્રે સૌથી મોટું સંકટ આ હિમવર્ષાને કારણે અમેરિકાના હવાઈ ઇતિહાસમાં સૌથી મોટા સંકટોમાંનું એક સર્જાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર અત્યાર સુધીમાં 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. માત્ર રવિવારે જ આશરે 9,600…