અમેરિકામાં ભયાનક ‘વિન્ટર સ્ટોર્મ’નું તાંડવ : બે ડઝન એરપોર્ટ્સ બંધ, હિમવર્ષાએ હવાઈ સેવાઓને ઠપ્પ કરી

અમેરિકામાં હાલ પ્રચંડ ‘વિન્ટર સ્ટોર્મ’ના કારણે જનજીવન સાથે-साथ હવાઈ પરિવહન પણ ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યું છે. ભારે હિમવર્ષા, તીવ્ર પવન અને હાડ થીજવતી ઠંડીને કારણે દેશભરના હવાઈ વ્યવહારમાં અફરાતફરી મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, માત્ર એક જ દિવસમાં અંદાજે ૧૨,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ૨૪થી વધુ એરપોર્ટ્સ સંપૂર્ણપણે બંધ કરવાના કઠોર નિર્ણય લેવામાં આવ્યા છે.

હવાઈ સેવાઓ પર વ્યાપક અસર
આજના હવાઈ ટ્રાફિક ડેટા મુજબ પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક છે. કુલ ફ્લાઈટ્સમાંથી લગભગ 69% વ્યવહાર ખોરવાયો છે. જ્યારે 47% ફ્લાઈટ્સ સંપૂર્ણપણે રદ કરાઈ છે

મુખ્ય એરલાઈન્સે મોટા પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ કરી
ભારે બરફવર્ષાને કારણે દેશની અગ્રણી એરલાઈન્સે તેમની હજારો ફ્લાઈટ્સ સ્થગિત કરી છે:
– American Airlines – 3874 ફ્લાઈટ્સ
– Delta Air Lines – 2367 ફ્લાઈટ્સ
– United Airlines – 1964 ફ્લાઈટ્સ
– Southwest Airlines – 1339 ફ્લાઈટ્સ
– JetBlue – ૫૯૨ ફ્લાઈટ્સ

સંપૂર્ણપણે બંધ કરાયેલા એરપોર્ટ્સ
ખરાબ દ્રશ્યતા અને રનવે પર જામી ગયેલા બરફને કારણે અનેક એરપોર્ટ્સ પર તમામ કામગીરી અટકાવવામાં આવી છે. તેમાં મુખ્યત્વે:
ન્યૂયોર્કનું LaGuardia (LGA), ન્યૂ જર્સીના CDW, MMU, ટેક્સાસનું AFW, પેન્સિલવેનિયાના ABE, AVP, નોર્થ કેરોલિનાનું FAY, આર્કન્સાસનું FYV, મિસિસિપીના GLH, TUP, સાઉથ કેરોલિનાના GMU, GSP, મેસેચ્યુસેટ્સનું HVN, મિઝોરીનું JLN, ઓક્લાહોમાનું LAW, કેન્ટુકીના LEX, PAH, ટેનેસીનું MKL, ઇલિનોઇસનું MWA, વર્જિનિયાનું PHF તેમજ ન્યૂ વિન્ડસરનું SWF એરપોર્ટ સામેલ છે.

આગામી ૨૪ કલાક હજુ પણ મુશ્કેલ
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૨૪ કલાક સુધી તોફાનની અસર યથાવત રહેવાની શક્યતા છે. પરિણામે ફ્લાઈટ્સમાં વધુ વિલંબ અથવા રદ થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. એરલાઈન્સે મુસાફરોને એરપોર્ટ પર જવા પહેલાં ફરજિયાત રીતે પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચકાસવાની સૂચના આપી છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…