વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.”

‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ
આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ આગામી 48 કલાક દરમિયાન વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.

નવેમ્બરમાં પણ વરસાદી માહોલ
હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ 4 થી 8 નવેમ્બર વચ્ચે ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોપ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર આવશે. 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

હાલના વરસાદના આંકડા
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના કુલ 20 તાલુકામાં હળવા ઝાપટાં નોંધાયા છે. સૌથી વધુ અમિરગઢ (બનાસકાંઠા)માં 1.25 ઈંચ, સુઈગામમાં 21 મિ.મી, સુત્રાપાડામાં 13 મિ.મી, થરાદમાં 11 મિ.મી અને ધાનેરામાં 9 મિ.મી વરસાદ નોંધાયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…