આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાંજે 7 વાગ્યે જાહેર કરાયેલા વેધર અપડેટ અનુસાર અમરેલી, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અને ગાજવીજ સાથે વાતાવરણ રહી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે. આગામી 24 કલાકનું અનુમાન હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ અને લઘુત્તમ બંને તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. આ ઘટાડા બાદ તાપમાનમાં મોટો ફેરફાર…

વિસાવદરના હવામાનમાં અચાનક બદલાવ: બપોરે આકાશ ઘેરાયું, રાત્રે કમોસમી વરસાદ

ગુજરાતમાં હવામાનના અચાનક બદલાવના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. વિસાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડતાં ખેતી પર સીધી અસર જોવા મળી રહી છે. દિવસ દરમિયાન વાતાવરણ મિશ્ર રહ્યું, પરંતુ બપોર બાદ આકાશ ઘેરાયું અને રાત્રે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. ફેબ્રુઆરીમાં આવો વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બની ગયો છે, ખાસ કરીને ખેતરોમાં તૈયાર પાક માટે. પાક પર અસર હાલ રવિ સીઝનના પાક લણણીની તૈયારીમાં છે. ખાસ કરીને: – ઘઉં – ચણા – તુવેર – ધાણા – જીરા જો વરસાદ ચાલુ રહેતો રહ્યો, તો પાક પલળી જવાથી ગુણવત્તા ઘટી શકે છે, કાળો પડી શકે છે અથવા સડી જવાની શક્યતા પણ છે. ખેડૂતો મોંઘું બીજ, ખાતર અને મહેનતથી પાક તૈયાર કરે છે, અને કમોસમી વરસાદ…

છોટા ઉદેપુરમાં વહેલી સવારે ઝાપટાં: ઠંડીમાં વધારો, પાકને નુકસાનની ભીતિ

ગુજરાતમાં ગરમીની આગાહી વચ્ચે ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે કમોસમી વરસાદ વરસતાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. વાલોઠી, બમરોલી, મુધિયારી અને ઊંચાપાન પાઠક સહિતના વિસ્તારોમાં હળવા થી મધ્યમ ઝાપટાં પડતાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો. ખેડૂતો માટે ચિંતા છેલ્લા કેટલાક દિવસોથી સુકું અને ઠંડું હવામાન રહેતાં હવે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. હાલમાં મકાઈ અને તુવર જેવા પાકોની લણણીનો સમય ચાલી રહ્યો છે. આવા સમયે વરસાદ પડવાથી કાપણી કરેલો પાક ભીનો થઈ ગુણવત્તા પર અસર પડી શકે છે. ખાસ કરીને મકાઈમાં ભેજથી દાણા બગડવાની શક્યતા રહે છે, જ્યારે તુવર પર પણ નકારાત્મક અસર થઈ શકે છે. ખેડૂતોએ કાપણી કરેલો માલ સુરક્ષિત જગ્યાએ ખસેડવા દોડધામ…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ માટે જવાબદાર પ્રણાલીઓ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. ખેડૂતો માટે સલાહ આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત વર્ગને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા…

રાજ્યમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી, યલો અલર્ટ જાહેર

રાજ્યમાં એક તરફ ઠંડીનો માહોલ યથાવત રહ્યો છે ત્યારે બીજી તરફ કમોસમી વરસાદની આગાહીએ ચિંતા વધારી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે અને યલો અલર્ટ જાહેર કર્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આજે વડોદરા, ભરૂચ, અરવલ્લી અને ખેડા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના આ ઉપરાંત આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં વધુ સતર્કતા રાખવા હવામાન વિભાગે સૂચના આપી છે. વીજળીના કડાકા સાથે છૂટાછવાયા ઝાપટાં હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો…

આગામી બે કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો વિગત

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગે આગામી બે થી ત્રણ કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિભાગ મુજબ આજે રાત્રે 11 વાગ્યા સુધી રાજ્યના 6 જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડીસા અને પાલનપુરમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદની સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના ઉત્તર ભાગમાં હવામાન અસ્થિર બન્યું છે. આ અસર હેઠળ મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે. મહેસાણા શહેરમાં ભરશિયાળે વરસાદના છાંટા પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી. કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાના માહોલ વચ્ચે વરસાદ પડતા લોકો…

મહેસાણામાં અચાનક વરસાદ, રવિ પાકને નુકસાનની ભીતિ

મહેસાણા શહેરમાં આજે અચાનક કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ દ્વારા અગાઉ માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે મુજબ સાંજના સમયે અચાનક વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાઈ ગયા હતા. વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને રવિ પાકના ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં પણ માવઠું થવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે તે કારણે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી બે દિવસ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા ઝડપી મદદ, અત્યાર સુધી રૂ. 1098 કરોડની સહાય જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે. મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું. વધારાનું ફંડ અને રાહત પગલાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ…