ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા વરસતા પાકોને નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે.

અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ પડ્યો હતો. બગસરાના શાપર, સુડાવડ તેમજ વડિયા, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતો તૈયાર પાક કાપવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે.

બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સમી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી ગામોમાં કરા પડતા ચણા, ધાણા અને જીરાં જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જીરું, ચણા, ધાણા, ઘઉં, કપાસ અને ડુંગળી જેવા તૈયાર પાકો પર વરસાદી છાંટા પડતાં “પડ્યા પર પાટુ” જેવી સ્થિતિ સર્જાઈ છે. મહેનતથી ઊભા કરેલા પાક પર કુદરતી આફત તૂટી પડતાં ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં આગામી 18, 19 અને 20 માર્ચ દરમિયાન માવઠું રહેવાની શક્યતા છે. 19 માર્ચે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 20 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છ વિસ્તારમાં વરસાદ પડી શકે છે.

આ સમયગાળા દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળી પડવાની શક્યતા હોવાથી હવામાન વિભાગે યલો વોર્નિંગ જાહેર કર્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Gujarat Police Hosts ‘Salute Our Mentors’ Event 2026: પોલીસ અધિકારીઓના ત્યાગ અને સંઘર્ષને સલામ.. Police Pride..

    Gujarat Police ખાખીના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓને સલામ: પોલીસ ભવન ખાતે ‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ સન્માન સમારોહ ગાંધીનગર: Gujarat Policeની પરંપરા, શિસ્ત અને અનુભવના વારસાને સન્માનિત કરવા માટે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે ‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ (We Salute Our Mentors) સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Gujarat Policeના સુવર્ણ ઇતિહાસમાં મહત્વનું યોગદાન આપનારા નિવૃત્ત વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડીજીપી અને એડીજીપી રેન્કના 30થી વધુ નિવૃત્ત અધિકારીઓ અને તેમના પરિવારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અનોખી પહેલની શરૂઆત બે વર્ષ પહેલાં રાજ્યના પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ Gujarat Policeમાં લાંબી સેવા આપીને નિવૃત્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને નવી પેઢીના પોલીસ અધિકારીઓને…

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…