ગુજરાતની મહાનગરપાલિકાઓમાં હવે વહિવટદાર શાસન, વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ

ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાના કારણે હવે ત્યાં વહિવટદારો દ્વારા વહીવટ સંભાળવામાં આવશે. આગામી દિવસોમાં જ્યાં સુધી નવું બોર્ડ રચાશે નહીં ત્યાં સુધી મહાનગરપાલિકાઓનો દૈનિક વહીવટ સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા વહિવટદારો સંભાળશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ વિવિધ શહેરોની મહાનગરપાલિકાઓ માટે વહિવટદારોની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં અગ્ર સચિવ મુકેશ કુમારને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં શાલિની અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, જ્યારે સુરત મહાનગરપાલિકામાં શિક્ષણ સચિવ મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકામાં હર્ષદ પટેલને વહિવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્તમાન બોર્ડની મુદત પૂર્ણ થવાની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. ભાવનગર અને અમદાવાદ મહાનગરપાલિકામાં 9 માર્ચે બોર્ડની મુદત પૂર્ણ થશે. જામનગર…

ડ્રગ્સના દૂષણ સામે ગુજરાત સરકારની લાલ આંખ, બે વર્ષમાં ઝડપ્યું આટલા કરોડનું ડ્રગ્સ

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને નાથવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા કડક અને નક્કર પગલાંઓની વિધાનસભામાં વિગતવાર માહિતી રજૂ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના સોદાગરો સામે ગુજરાત પોલીસે ટોપ ટુ બોટમ ઇન્વેસ્ટિગેશન કરીને કડકમાં કડક કાર્યવાહી કરી છે. રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ સોદાગરોની રૂ. 32.20 કરોડની મિલકતો પણ જપ્ત કરી છે. એટલું જ નહીં, ડ્રગ્સના વેપાર સાથે જોડાયેલા તત્વોના ગેરકાયદે બાંધકામો પર પણ ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે અન્ય રાજ્યોની પોલીસ સાથે સંકલન સાધીને ‘પાંડી બ્રધર્સ’ જેવા આંતરરાજ્ય ડ્રગ્સ માફિયાઓના નેટવર્કને તોડી પાડ્યું છે. ડ્રગ નેટવર્કના મુળ સુધી પહોંચી સરકાર…

નવા વર્ષમાં કેવો રહેશે કુદરતનો મિજાજ..! | GUJARATI NEWS BULLETIN

ભરશિયાળે ગુજરાત પર તોળાયું માવઠાનું સંકટ રાજ્યમાં છુટાછવાયા વરસાદની વકી કચ્છ, બનાસકાંઠા, પાટણમાં પડી શકે છે માવઠું જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકામાં માવઠાની શક્યતા ભારતીય હવામાન વિભાગની માવઠાની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા પડ્યા ઠંડી સામે રક્ષણ માટે લોકોએ તાપણાનો સહારો લીધો અમીરગઢમાં કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતિત Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

જામનગર: કોર્પોરેટર અસલમ ખીલજી પર અજાણ્યા શખ્સોનો હુમલો,, જાણો વિગત

જામનગર મહાનગરપાલિકા ખાતે સક્રિય રાજકારણમાં જાણીતા કોર્પોરેટર અસલમ ખીલજી પર મોડી સાંજે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. તેમને લોહીનું ઘાટ પહોંચાડવામાં આવ્યું અને તાત્કાલિક જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલનાં અધિકારીઓએ જણાવ્યું છે. પક્ષપલટા બાદ હુમલો અસલમ ખીલજી અગાઉ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિપક્ષના નેતા તરીકે સેવા આપી ચુક્યા છે. પરંતુ તાજેતરમાં તેમણે કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટી (AAP)માં જોડાવાનું નિર્ણય લીધું હતું. પક્ષપલટા બાદ જ થયેલો આ હુમલો રાજકીય અદાવતના સંકેત રૂપે જોવાયો છે. પોલીસ તપાસ અને પગલાં હુમલાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે અને જી.જી. હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી. પોલીસ ગુનો નોંધતાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને હુમલાખોરોની ઓળખ માટે ગુપ્ત જાણકારી…

જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ. 226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે. આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે. વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ…

જામનગરઃ CM ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ, આજે થશે બ્રિજનું લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી 622.52 કરોડના કુલ 69 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ દિવસે મુખ્યમંત્રીના કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી, અને 30 ગાડીઓના કાફલા સાથે રૂટનું રિહર્સલ પૂર્ણ કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત થનારા કામોની વિગતો જામનગર એરપોર્ટથી સાત રસ્તા બ્રિજ અને સભા સ્થળ સુધીના રૂટ પર 30 જેટલી ગાડીઓના કાફલા સાથે રિહર્સલ કરવામાં આવી. શહેરમાં મુખ્યમંત્રી દ્વારા કુલ 54 કામોના ખાતમુહૂર્ત અને 15 કામોના લોકાર્પણ કરવામાં આવશે. – જામનગર મનપા: 33.89 કરોડના કામો – પશુપાલન વિભાગ: 13 કામો – માર્ગ અને મકાન વિભાગ: 64.03 કરોડના 34 કામો – પોલીસ વિભાગ: 20.36 કરોડનું 1 કામ – જિલ્લા આયોજન કચેરી: 0.09 કરોડનું 1 કામ – જિલ્લા ગ્રામ…

જામનગરમાં પણ અમદાવાદ જેવો ખ્યાતિ ખાંડ ? આ હોસ્પિટલ પર સરકારે કરી કાર્યવાહી

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ રૂ. 6 લાખથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે. આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા…

વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ

ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…

રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…

ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની…