ICC T20 વર્લ્ડ કપ: બાંગ્લાદેશની મુલાકાત પર પ્રતિનિધિમંડળનો સંકેત, BCB સાથે વાતચીત ચાલુ
બાંગ્લાદેશી મીડિયાના અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) નું પ્રતિનિધિમંડળ 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની ટીમની ભાગીદારી અંગે ચર્ચા કરવા માટે બાંગ્લાદેશ આવી શકે છે. આ માહિતી રમતગમત સલાહકાર આસિફ નઝરુલે દ્વારા ફોરેન સર્વિસ એકેડેમીમાં જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું, “તાજેતરના અપડેટ અનુસાર, BCBના પ્રમુખ અમીનુલ ઇસ્લામ બુલબુલે મને જણાવ્યું કે ICC ટીમ ચર્ચા માટે બાંગ્લાદેશ આવી શકે છે. અમારો વલણ ફેરફાર થવાનો નથી. અમે વર્લ્ડ કપમાં રમવા ઉત્સુક છીએ અને તેની આયોજન અશક્ય નથી.” BCBનું વલણ મજબૂત બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના અધિકારીએ પુષ્ટિ આપી છે કે ICC સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ પ્રતિનિધિમંડળની મુલાકાતનો સમય હજુ નક્કી નથી. અધિકારીએ જણાવ્યું, “અમે વાતચીત કરી રહ્યા છીએ અને એક…
મકરસંક્રાતિની લોકપ્રિય વાનગી: ઊંધિયુના વિવિધ પ્રકાર, જાણો વાનગીના પ્રકારો
મકરસંક્રાંતિ તહેવારની ઉજવણી માટે ઘરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પતંગ ઉડાવવાની મોજ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવાની મજા સૌને પ્રફુલ્લિત કરે છે. આ તહેવારમાં ખાસ કરીને ઉંધિયુનું સ્વાદ મોઢામાં છૂપાઈ રહે છે. ઉંધિયુ ફક્ત ગુજરાતમાં નહીં, પણ વિદેશમાં પણ લોકપ્રિય છે. ગુજરાતીઓની શાન ગણાતું આ વાનગી, વિસ્તાર પ્રમાણે અલગ-અલગ પ્રકારમાં તૈયાર થાય છે. ઊંધિયાના મુખ્ય પ્રકાર: 1. સુરતી ઊંધિયું: સુરતી ઊંધિયું સૌથી લોકપ્રિય છે. તેમાં પાપડી, કંદ, શક્કરિયા અને બટાકાનો ઉપયોગ થાય છે. નાળિયેર અને સીંગદાણા સાથે કોથમીર મસાલાનો તડકો આપવામાં આવે છે. પરંપરાગત રીતે માટીના માટલામાં ઊભું દાટીને અથવા કઢાઈમાં બનાવવામાં આવે છે. 2. લીલું ઊંધિયું: આ પ્રકારનું ઉંધિયું ફક્ત લીલા શાકભાજીથી બને છે. અમદાવાદ અને વડોદરા વિસ્તારોમાં વધુ જોવા મળે છે. લાલ મરચું…
શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની મોટી તક, 34 રન બનાવતાજ…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. પહેલી ODI જીતીને, ટીમ ઈન્ડિયા હાલમાં સીરિઝ માં 1-0થી આગળ છે. દરમિયાન, બીજી ODIમાં, ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની તક હશે. જો શ્રેયસ ઐયર આ મેચમાં 34 રન બનાવે છે, તો તે ODIમાં ભારત માટે સૌથી ઝડપી 3,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે. તે આ સંદર્ભમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખશે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવનના નામે સૌથી ઝડપી 3,000 ODI રન પૂરા કરવાનો રેકોર્ડ છે. ધવને આ સિદ્ધિ 72 ઇનિંગ્સમાં હાંસલ કરી હતી, જ્યારે વિરાટ કોહલીએ 75 ઇનિંગ્સમાં 3,000 રન પૂરા કર્યા હતા. હવે, શ્રેયસ પાસે આ બંને ખેલાડીઓને પાછળ છોડી દેવાની તક હશે. જો શ્રેયસ આગામી મેચમાં…
ગુગલ અને એપલ વચ્ચે થઈ મોટી ડીલ ! હવે આઇફોન સિરીમાં થશે મોટા ફેરફાર
એપલે આઇફોન યુઝર્સ માટે ગુગલ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. પલે પુષ્ટિ કરી છે કે ગુગલ જેમિનીને આઇફોનમાં વપરાતા વોઇસ આસિસ્ટન્ટ સિરીમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. એપલનો આ નિર્ણય લાખો આઇફોન યુઝર્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સિરીમાં ગુગલ જેમિની AIને ઇન્ટીગ્રેટ કરવાથી, વોઇસ આસિસ્ટન્ટ આઇફોન, આઈપેડ અને મેક યુઝર્સ માટે વધુ પર્સનલાઇઝડ બનશે. એપલ આ વર્ષે યોજાનાર WWDC 2026 માં આ જાહેરાત કરી શકે છે. ગૂગલ કીવર્ડ્સ બ્લોગ અનુસાર , એપલે સ્વીકાર્યું છે કે ગૂગલની AI ટેકનોલોજી એપલ ફાઉન્ડેશન મોડેલ માટે સૌથી અસરકારક પાયો પૂરો પાડે છે. એપલ અને ગૂગલે આ સંયુક્ત નિવેદન ગૂગલ કીવર્ડ્સ બ્લોગ પર પબ્લીશ કર્યું. અગાઉ, બ્લૂમબર્ગના માર્ક ગુરમેને નવેમ્બર 2025 માં અહેવાલ આપ્યો હતો કે એપલે સિરી અપડેટ્સ માટે…
ટાટાની માલિકીની આ કંપનીએ કરી મોટી જાહેરાત, રોકાણકારોને મળશે ડબલ ડિવિડન્ડ ; જાણો વિગત
IT ક્ષેત્રમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક દબાણ વચ્ચે, ટાટા ગ્રુપની એક અગ્રણી કંપનીએ રોકાણકારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. નફામાં થોડો ઘટાડો થયો હોવા છતાં, TCS એ તેના શેરધારકોને પ્રતિ શેર રૂ. 57 ના ડિવિડન્ડની જાહેરાત કરીને એક મોટી ભેટ આપી છે. આ નિર્ણય કંપનીના મજબૂત રોકડ પ્રવાહ અને શેરધારકો-મૈત્રીપૂર્ણ અભિગમને સ્પષ્ટપણે પ્રતિબિંબિત કરે છે. 12 જાન્યુઆરીના રોજ યોજાયેલી તેની બોર્ડ મીટિંગમાં, TCS એ બે ડિવિડન્ડને મંજૂરી આપી: પ્રતિ શેર ₹11 નું ત્રીજું વચગાળાનું ડિવિડન્ડ અને પ્રતિ શેર ₹46 નું સ્પેશિયલ ડિવિડન્ડ. આનો અર્થ એ થયો કે રોકાણકારોને એક સાથે બે લાભ મળશે. આ જાહેરાત બાદ, બજારે સકારાત્મક પ્રતિભાવ આપ્યો, અને ટ્રેડિંગ દિવસના અંત સુધીમાં,…
ઓનલાઈન છેતરપિંડી પર મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’, સરકારે કર્યા 86 લાખ સિમ કાર્ડ બ્લોક
સરકારે ઓનલાઈન છેતરપિંડી સામે મોટી “ડિજિટલ સ્ટ્રાઈક” શરૂ કરી છે. છેલ્લા છ મહિનામાં 1,000 કરોડ રૂપિયાથી વધુની બચત થઈ છે. આ સમયગાળા દરમિયાન, સરકારે 8.6 મિલિયનથી વધુ નકલી સિમ કાર્ડ બ્લોક કર્યા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે ભારતની ડિજિટલ ક્રાંતિ સંબંધિત ડેટા શેર કર્યો છે, જેમાં આ માહિતી બહાર આવી છે. ઘણા ક્ષેત્રોમાં, ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને જાપાન જેવા વિકસિત દેશોને નોંધપાત્ર રીતે પાછળ છોડી દીધા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે તેના સત્તાવાર X હેન્ડલ પરથી માહિતી શેર કરી, જેમાં જણાવ્યું હતું કે ભારતમાં ડિજિટલ ક્રાંતિ શરૂ થઈ ગઈ છે. અહીં મોબાઇલ ડેટાની કિંમત પ્રતિ GB માત્ર ₹8.27 છે, જે ઘણા દેશો કરતા નોંધપાત્ર રીતે ઓછી છે. વધુમાં, 5G યુઝર્સ ની સંખ્યા ઝડપથી વધી છે. 2022 માં 5G સેવાઓ…
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્યો વધુ એક ઝટકો! આ ખેલાડી ન્યુઝીલેન્ડ સીરિઝમાંથી થઈ શકે છે બહાર
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં આવતા મહિને યોજાનાર ટી20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. હાલમાં, ન્યુઝીલેન્ડ સામે વનડે સીરિઝ ચાલી રહી છે, પરંતુ તે પછી, પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે. વર્લ્ડ કપ પહેલા આ ભારતીય ટીમની છેલ્લી સીરિઝ હશે. દરમિયાન, ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરિઝ ની પ્રથમ મેચ પછી એક મોટો ઝટકો લાગ્યો હોવાની વિગત સામે આવી છે. જોકે, BCCIએ હજુ સુધી આ વાતની પુષ્ટિ કરી નથી. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝ શરૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે ત્રણ મેચની સીરિઝ ની પહેલી મેચ સફળતાપૂર્વક જીતી લીધી છે. જોકે, એક ઝટકા સાથે, સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઈજાગ્રસ્ત થયો છે. જ્યારે તે આગામી સીરિઝ માં રમશે કે નહીં તે હજુ સુધી નિશ્ચિત નથી, તે ચોક્કસપણે ચિંતાનું…
PSLV C62 રોકેટમાં લોન્ચિંગ બાદ સર્જાઇ ટેકનિકલ સમસ્યા, મિશન થયું ફેલ !
ઇસરોએ આજે 260 ટન વજન ધરાવતા PSLV-C62 રોકેટ દ્વારા અન્વેષા ઉપગ્રહ અને 14 અન્ય ઉપગ્રહોને લોન્ચ કર્યા, પરંતુ લોન્ચના ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ. આ વર્ષનું આ પહેલું લોન્ચિંગ છે. પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ અન્વેષા અને 14 અન્ય ઉપગ્રહોને આજે શ્રીહરિકોટા પ્રક્ષેપણ કેન્દ્રથી ભ્રમણકક્ષામાં મૂકવાના હતા. પરંતુ તે પહેલાં, રોકેટ તેના નિર્ધારિત માર્ગથી ભટકી ગયું, જેની તપાસ ઇસરો ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. ISRO એ જણાવ્યું હતું કે PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતે ખામી સર્જાઈ હતી. આ અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ, ISRO ના વડા ડૉ. વી. નારાયણને કહ્યું હતું કે, “અમે PSLV C62 EOS-N1 મિશન લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. PSLV રોકેટમાં ચાર તબક્કા છે… ત્રીજા તબક્કાના અંત સુધી બધું સરળતાથી…
















