ભારતે ન્યુઝીલેન્ડ સામે જીતી T20Iમાં પહેલી મેચ, અભિષેક શર્મા અને રિંકુ સિંહની ધમાકેદાર ઈનિંગ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે. સિરીઝની પહેલી મેચ 21 જાન્યુઆરી, 2026ના રોજ નાગપુરમાં રમાઈ હતી. ટોસ હારીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતીય ટીમે મોટી સ્કોરબોર્ડ તૈયાર કરી, જેના કારણે ન્યુઝીલેન્ડ માટે પીછો કરવો મુશ્કેલ બની ગયો. અભિષેક-રિંકુની શાનદાર ઈનિંગ: ભારતીય ટીમ તરફથી અભિષેક શર્માએ ધમાકેદાર 84 રનની અડધી સદી ફટકારી, જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા સામેલ છે. રિંકુ સિંહે 20 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ રમી, જ્યારે હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 25 રન અને સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 32 રન બનાવ્યા. ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસને ફક્ત 7 બોલમાં 10 રન બનાવ્યા બાદ આઉટ થયા. ભારતીય ટીમે કુલ 238/7 સુધી સ્કોર પહોંચાવ્યો. ન્યુઝીલેન્ડની ઈનિંગ: લક્ષ્યના પીછો દરમિયાન ન્યુઝીલેન્ડના…

દીપેન્દ્ર ગોયલે ઇટરનલના સીઈઓ પદેથી રાજીનામું આપ્યું, જાણો કોણ સંભાળશે કમાન

ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ ઝોમેટોની પેરેન્ટ કંપની, ઈટરનલને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  દીપેન્દ્ર ગોયલે 1 ફેબ્રુઆરી, 2026 થી ઇટરનલના ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર અને CEO પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોર્ડે વાઇસ ચેરમેન અને ડિરેક્ટર તરીકે નિમણૂક માટે તેમના નામની ભલામણ કરી છે, જ્યારે બ્લિંકિટના અલબિંદર સિંહ ધીંડસા કંપનીના નવા CEO તરીકે દીપેન્દ્ર ગોયલનું સ્થાન લેશે.કંપનીએ બુધવારે આ જાહેરાત કરી હતી. ઇટરનલ દ્વારા આજે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરના તેના નાણાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેની સાથે કંપનીમાં મોટા ફેરફારોની પણ જાહેરાત કરવામાં આવી છે. ઇટરનલ દ્વારા એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે શેરધારકોની મંજૂરી મળ્યા પછી, દીપેન્દ્ર ગોયલ આગામી 5 વર્ષ માટે કંપનીના વાઇસ ચેરમેન અને ડિરેક્ટર બનશે. 1 ફેબ્રુઆરી, 2026 થી,…

શેરબજારમાં ઘટાડો યથાવ, જાણો સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ

સ્થાનિક શેરબજારમાં ઘટાડો ચાલુ છે. બુધવારે, બજાર ફરી એકવાર ઘટાડા સાથે ટ્રેડિંગ સમાપ્ત થયું. આજે, BSE સેન્સેક્સ 270.84 પોઈન્ટ (0.33 ટકા) ઘટીને 81,909.63 પોઈન્ટ પર બંધ થયો. જ્યારે, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 75.00 પોઈન્ટ (0.30 ટકા) ઘટીને 25,157.50 પોઈન્ટ પર બંધ થયો. બુધવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી, ફક્ત 13 શેર વધારા સાથે બંધ થયા, જ્યારે બાકીની બધી 17 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા. તેવી જ રીતે, નિફ્ટી 50 ની 50 કંપનીઓમાંથી, ફક્ત 23 શેર વધારા સાથે બંધ થયા, અને બાકીની બધી 27 કંપનીઓના શેર નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલના શેર આજે સૌથી વધુ 4.98 ટકાના વધારા સાથે બંધ થયા, જ્યારે ICICI બેંકના શેર સૌથી વધુ 1.96 ટકાના ઘટાડા સાથે બંધ થયા. આ શેરોમાં…

બિગ બોસ સીઝન 4 નહીં જોવા મળે OTT પર, જાણો શું છે કારણ

બિગ બોસ OTT અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, બિગ બોસ OTTની ચોથી સીઝન હવે પ્રસારિત થશે નહીં. રિયાલિટી શોનું OTT વર્ઝન કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ અટકળો છેલ્લા કેટલાક સમયથી ફેલાઈ રહી હતી. જોકે, શોના નિર્માતા ઋષિ નેગીએ હવે તેની પુષ્ટિ કરી છે. આ મામલે શોના નિર્માતા ઋષિ નેગી કહ્યું, “અમે ગયા વર્ષે હિન્દી વર્ઝન સાથે ડિજિટલ બન્યા હતા. આ શો પહેલા Jio Hotstar પર રિલીઝ થયો હતો, પછી ટીવી પર આવ્યો. મને લાગે છે કે આપણે આ ચક્રને અનુસરવું પડશે. અમે અન્ય ભાષાઓમાં સિમ્યુલકાસ્ટ કરીએ છીએ. મને લાગે છે કે OTT અને ટીવી માટે એક વિશાળ બજાર છે. દર્શકો અલગ છે. તેઓ ટીવી પર શો જોવાનું પસંદ કરે…

IPLમાં આ બે ટીમો પર હોમ ગ્રાઉન્ડ્સની મેચના સ્થળ માટે લટકતી તલવાર, BCCIએ આપી ડેડલાઇન

યલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને રાજસ્થાન રોયલ્સ (RR) IPL 2026 માટે તેમના હોમ ગ્રાઉન્ડ્સને લઈને એક મોટા પડકારનો સામનો કરી રહ્યા છે. ટોચના સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI એ બંને ફ્રેન્ચાઇઝીઓને 27 જાન્યુઆરી સુધીમાં તે શહેરો વિશે માહિતી આપવા કહ્યું છે જ્યાં તેઓ તેમના હોમ મેચ રમવા માંગે છે. RCBનું પસંદગીનું સ્થળ હંમેશા બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ રહ્યું છે, પરંતુ રાજ્ય સરકારના કેટલાક નવા નિયમો હવે ફ્રેન્ચાઇઝી માટે સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, RCB સ્ટેડિયમની બહારના રસ્તાની જવાબદારી, ફાયર બ્રિગેડની તૈનાતી અને DJ માટે પરવાનગીનો અભાવ જેવી શરતો સ્વીકારી રહ્યું નથી. RCB માને છે કે રાજ્ય સરકાર તેની જવાબદારીઓ ફ્રેન્ચાઇઝી પર ઢોળી રહી છે, જે અન્યાયી છે. તેથી, RCB, કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA)…

અક્ષય કુમારની કારનો અકસ્માત: ઓટો ડ્રાઈવર ઈજાગ્રસ્ત, અભિનેતા સલામત

બોલીવુડ સ્ટાર અક્ષય કુમારની કાર મંગળવારે રાત્રે જુહુ વિસ્તારના થિંક જીમ નજીક અકસ્માતમાં ફસાઈ ગઈ. કાફલાની એસ્કોર્ટ કાર, જેમાં તેમના સુરક્ષા સ્ટાફ સવાર હતા, ઓટો-રિક્ષા સાથે અથડાઈ, જેના કારણે કારને નુકસાન થયું છે. સદનસીબે, અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિંકલ સલામત રહ્યા, જ્યારે ઓટો ડ્રાઈવરને ઈજા થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું. એક મર્સિડીઝ કાર ઝડપથી આવી, પહેલા ઓટો-રિક્ષાને ટક્કર મારી, પછી કાબૂ ગુમાવીને અક્ષય કાફલાની ઇનોવા કાર સાથે અથડાઈ. અક્ષય અને ટ્વિંકલ કાફલાની આગળની બીજી કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જેને થોડાક હલકા નુકસાન થયાં, પરંતુ ગંભીર ઈજા કોઈને થઈ નથી. સોશિયલ મીડિયામાં અકસ્માતનો વિડિયો વાયરલ થયો છે, જેમાં ગાડી ઓટો-રિક્ષા પર પલટી જાય છે અને આસપાસની ભીડ ઘટના જોતી જોવા મળે છે. આ ઘટનાને…

ભારતીય ક્રિકેટમાં ‘ગંભીર યુગ’નો નબળો પ્રારંભ, ન્યુઝીલેન્ડે ભારતમાં પ્રથમવાર વન-ડે સિરીઝ જીતી

ભારતીય ક્રિકેટ ચાહકો માટે રવિવારનો દિવસ નિરાશાજનક રહ્યો છે. ન્યુઝીલેન્ડે ઈન્દોરમાં રમાયેલી ત્રીજી અને નિર્ણયકારી વન-ડે મેચમાં ભારતને ૪૧ રનથી હરાવીને 2-1 થી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. આ ન્યુઝીલેન્ડના ક્રિકેટ ઈતિહાસમાં ભારતની ધરતી પર પ્રથમ દ્વિપક્ષીય વન-ડે સિરીઝ જીતવાનો પ્રસંગ છે. ભારતીય ટીમની કોચ ગૌતમ ગંભીર હેઠળ રમતી ટીમ માટે આ પરાજય મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કિવી બેટ્સમેનોનો પ્રભાવી પ્રદર્શન સિરીઝ 1-1 ની બરાબરી પર હતી અને ત્રીજી મેચ ‘કરો અથવા મરો’ જેવી હતી. ન્યુઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિશેલે શાનદાર સદી ફટકારીને ભારત સામે વિશાળ સ્કોર બનાવ્યો. ભારતીય બોલરો કિવી બેટ્સમેનો પર કાબુ મેળવવામાં નિષ્ફળ રહ્યા, જેના કારણે મહેમાન ટીમ મજબૂત સ્થિતિમાં રહી. ભારતની નબળી શરૂઆત અને કોહલીની લડત લક્ષ્ય પીછો…

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં થયો 75,550 કરોડ રૂપિયાનો ઘટાડો, જાણો કોને થયું સૌથી વધુ નુકશાન

16 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, સેન્સેક્સની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપમાં કુલ રૂ. 75,549.89 કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે બાકીની 3 કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 75,855.43 કરોડનો વધારો થયો હતો. ગયા સપ્તાહે, મુંબઈમાં BMC ચૂંટણીને કારણે બજારો બંધ હોવાથી બજાર ફક્ત 4 દિવસ માટે જ ટ્રેડિંગ માટે ખુલ્લું હતું. 4 સત્રોના સપ્તાહમાં, BSE સેન્સેક્સ 5.89 પોઈન્ટ ઘટ્યો હતો જ્યારે નિફ્ટી 11.05 પોઈન્ટના વધારા સાથે બંધ થયો હતો. ગયા સપ્તાહે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક અને ઈન્ફોસિસના માર્કેટ કેપમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ, ગયા અઠવાડિયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ભારતી એરટેલ, બજાજ ફાઇનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો. આ…

બાંગ્લાદેશને મોટો ફટકો … આયર્લેન્ડે ગ્રુપ બદલવાનો કર્યો ઇનકાર, ICC મુકાયુ મુશ્કેલીમાં

ભારત અને શ્રીલંકા દ્વારા 7 ફેબ્રુઆરીથી શરૂ થનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ને લગતો વિવાદ હજુ પણ યથાવત છે. પહેલા, ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવા અંગે ચર્ચા થઈ હતી. પછી, બાંગ્લાદેશની ટીમે ભારતમાં તેની મેચ રમવાનો ઇનકાર કર્યો હતો. આનાથી આ ટુર્નામેન્ટના આયોજન અંગે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની ચિંતા વધી ગઈ છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ICC સાથેની બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે બાંગ્લાદેશ અને આયર્લેન્ડ જૂથો બદલી નાખે, જેનાથી બાંગ્લાદેશની મેચ શ્રીલંકા ખસેડવામાં આવે. બોર્ડે દલીલ કરી હતી કે આનાથી લોજિસ્ટિકલ ફેરફારો ઓછા થશે. જોકે, ક્રિકેટ આયર્લેન્ડે બાંગ્લાદેશ સાથે જૂથ બદલવાના પ્રસ્તાવને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે, જેનાથી BCB માટે પરિસ્થિતિ વધુ જટિલ બની છે. ક્રિકેટ આયર્લેન્ડે સ્પષ્ટ કર્યું છે…

સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળી ધમકી, જાણો શું છે મામલો

દેશના પ્રખ્યાત બોલિવૂડ અને પંજાબી ગાયક બી પ્રાકને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે બી પ્રાક પાસેથી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ગેંગે ગાયક બી પ્રાકના મિત્ર દિલનૂરને ફોન કરીને 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ ગેંગે એક અઠવાડિયામાં પૈસા ચૂકવવા કહ્યું છે. આ મામલે મોહાલીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હોવાનો દાવો કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ અર્જુ બિશ્નોઈ તરીકે આપી હતી. બી પ્રાકને આપવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, “૧૦ કરોડ રૂપિયા આપો નહીંતર અમે તમને દાટી દઈશું.” શું છે આખો મામલો? પંજાબી ગાયિકા દિલનૂરને ધમકીભર્યો ફોન આવ્યા બાદ તેણે મોહાલીના એસએસપી પાસે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફોન…