આજે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જયંતી, ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3જી ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન ૧૯૧૭થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો. તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ…

મુખ્ય નિર્વાચન અધિકારીની ગુજરાતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે યોજાઇ બેઠક, કર્યો આ અનુરોધ

સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલવાનો છે, તા. 16 ડિસેમ્બરના રોજ ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જે સંદર્ભે ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં આજે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં CEO હારીત શુક્લાએ BJP, INC, AAP અને BSPના ઉપસ્થિત પ્રતિનિધીઓને SIRની કાર્યપ્રગતિથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, હાલમાં 82.85%થી વધુ ગણતરી ફોર્મ્સનું ડિજીટાઈઝેશન સંપન્ન થયું છે. દર કલાકે આ કામગીરીનો આંકડો વધી રહ્યો છે. અંતરિયાળ અને આદિજાતિ જિલ્લાઓ ફોર્મના ડિજીટાઈઝેશની કામગીરીમાં અગ્રેસર છે. તથા તમામ 33 જિલ્લાઓમાં ડિજીટાઈઝેશનની કામગીરી ખૂબ જ ઝડપભેર ચાલી રહી છે. રાજ્યભરના BLO ચૂંટણી પંચના સૈનિકોની…

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. દેશના તમામ નાગરિકોને સાયબર સુરક્ષાના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ એપ સંપૂર્ણપણે સલામત છે અને તેનો હેતુ ફક્ત નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે… સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન આવશ્યકતા દૂર કરવાનો નિર્ણય લીધો છે. એપલે સરકારના નિર્ણયને પાલન કરવાનો ઇનકાર કર્યો કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય…

ગુજરાતી સિનેમાની પહેલી ફિમેલ ઍક્શન મૂવી ‘ફૂલ સ્ટોપ’ | GUJARAT | GUJARATI NEWS BULLETIN

દીકરીઓને માનસિક અને શારીરિક સતામણી વિરુદ્ધ મજબૂત કરવાનો ઉદ્દેશ ગુજરાત અને મુંબઈ સાથે 8થી વધુ દેશોમાં વર્લ્ડવાઈડ રીલીઝ ખુશી શાહ, કાજલ વશિષ્ટ અને દામિની દવે મુખ્ય ભૂમિકામાં સ્ત્રીની લડત અને શક્તિ પર આધારિત અનોખી ફિલ્મ ગુજરાતી સિનેમામાં પ્રથમવાર ત્રણ અભિનેત્રીઓનો ઍક્શન અવતાર કૉમેડી, થ્રિલર બાદ હવે ફિમેલ ઍક્શન ફિલ્મનો નવો પ્રયોગ મુંબઈ, ગુજરાત અને ત્રણથી વધુ દેશોમાં થયું શુટિંગ પ્રિતેશ પટેલ અને જેકી પટેલે લખ્યા ડાયલોગ અને પટકથા મેહુલ બુચ, અલ્પના બુચ સહિત અનેક કલાકારોની હાજરી ફિલ્મના ક્રિએટિવ ડિરેક્ટર તરીકે અમન કુરેશી “Don’t Judge a Girl by Her Cover” નો સંદેશ આપતી ફિલ્મ ગુજરાતી સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જતી નવી પહેલ  

દેશભરમાં ઇન્ડિગોએ 70 થી વધુ ફ્લાઇટ્સ કરી રદ, જાણો શું છે કારણ

દેશની એરલાઇન ઇન્ડિગોએ બુધવારે 70 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી, જેમાં બેંગલુરુ અને મુંબઈ જેવા મુખ્ય એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યાપક વિક્ષેપનું મુખ્ય કારણ કામગીરી માટે પૂરતા ક્રૂની તીવ્ર અછત છે. એક મીડિયા એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રૂની અછતને કારણે, દેશભરના એરપોર્ટ પર ઇન્ડિગોની ઘણી ફ્લાઇટ્સ કલાકો સુધી મોડી પડી હતી. ઇન્ડિગોએ ફ્લાઇટ રદ અને વિલંબની પુષ્ટિ કરતા કહ્યું, “છેલ્લા કેટલાક દિવસોમાં, અમને ઘણા અનિવાર્ય કારણોસર વિલંબ અને રદનો અનુભવ થયો છે. આમાં ટેકનિકલ સમસ્યાઓ, એરપોર્ટ ભીડ અને ઓપરેશનલ આવશ્યકતાઓ શામેલ છે.” FDTL નિયમોની અસર ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમોના બીજા તબક્કાના અમલીકરણ પછી આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એક સૂત્રએ જણાવ્યું…

ICC રેન્કિંગમાં વિરાટ કોહલીએ લગાવી મોટી છલાંગ… ગિલને થયું આ નુકસાન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ODI સીરિઝ દરમિયાન ICC એ એક મોટી જાહેરાત કરી છે. ICC એ નવીનતમ રેન્કિંગ જાહેર કરી છે. ICC ODI બેટ્સમેનોની રેન્કિંગમાં, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી ફરી એકવાર ઝડપથી ટોચના સ્થાન તરફ આગળ વધી રહ્યા છે. રાંચીમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ODIમાં, કોહલીએ 120 બોલમાં 135 રનની મજબૂત સદી ફટકારી હતી, જેના પછી તેના ODI રેન્કિંગમાં મોટો ઉછાળો આવ્યો છે. ICC ના તાજેતરના રેન્કિંગ મુજબ, કોહલી હવે ODI બેટ્સમેનોના રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેનું રેટિંગ વધીને 751 પોઈન્ટ થઈ ગયું છે અને તે હવે ટોચના ક્રમાંકિત રોહિત શર્માથી ફક્ત 32 પોઈન્ટ પાછળ છે. આનાથી કોહલીની ફરીથી વિશ્વનો નંબર વન ODI બેટ્સમેન બનવાની શક્યતા મજબૂત થઈ…

શિયાળામાં સ્વસ્થ કેવી રીતે રહી શકાય..? | GUJARAT | GUJARATI NEWS BULLETIN

શિયાળાની ઋતુ ઘણીવાર શરદી, ફ્લૂ અથવા અન્ય ચેપનું જોખમ વધારે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ જાળવવાની જરૂરિયાત વિટામિન Cથી ભરપૂર આહારનું મહત્વ લીલા શાકભાજી અને ફળોનું નિયમિત સેવન કરો દૂધ, હળદર અને ગરમ પીણાંથી રક્ષણ મળી શકે નિયમિત કસરતથી શરીર મજબૂત બનાવો પૂરતી ઊંઘથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો પાણીનું પૂરતું સેવન શિયાળામાં પણ જરૂરી સૂર્યપ્રકાશથી વિટામિન D મેળવો યોગ અને ધ્યાનથી માનસિક શાંતિ મેળવી શકાય ધુમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહો ગરમ કપડાં પહેરીને ઠંડીથી બચો સ્વચ્છતા અને હાઇજીન જાળવો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…

Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !

અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની…

ડોલર સામે રૂપિયો ફરી તૂટયો… સર્વકાલીન નીચલા સ્તરે પહોચ્યો; જાણો વિગત

ભારતીય રૂપિયાનો ઘટાડો અટકવાના કોઈ સંકેત દેખાતો નથી. દરરોજ નવા રેકોર્ડ તૂટતા રહે છે, અને બુધવાર ભારતીય ચલણના ઇતિહાસમાં સૌથી કાળો દિવસ સાબિત થયો. રૂપિયો પ્રથમ વખત યુએસ ડોલર સામે 90 ની નીચે સરકી ગયો, જે 90.14 ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો. આ માત્ર આંકડા નથી, પરંતુ ભારતીય અર્થતંત્ર સામે આવનારી સંભવિત મુશ્કેલીઓની ચેતવણી છે. બુધવારની શરૂઆતથી જ ભારતીય ચલણ દબાણ હેઠળ હતું. બજાર ખુલતા જ રૂપિયો 89.97 પર હતો, પરંતુ થોડીવારમાં જ તે 90 ને પાર કરી ગયો. બપોર સુધીમાં તે ઘટીને 90.14 ના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ડીલરો માને છે કે બજારમાં ચિંતા વધી ગઈ છે અને રૂપિયાનો ઘટાડો ક્યાં અટકશે તે આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે. કેટલાક નિષ્ણાતો…