Ahmedabad : “બેદરકારીનો ફરી એક નવો અધ્યાય શરૂ?”, GPCBની કાર્યવાહી પર લોકોની નજર !

અમદાવાદ: સિકંદર માર્કેટના ક્રિસ્ચિયન કબ્રસ્તાન વિસ્તારમાં વર્ષ 2024માં ચાલતા એક ડેનીમ વોશિંગ યુનિટમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. જે ઘટનામાં ત્રણ શ્રમજીવીઓના મોત થયા હતા, અને પ્રાથમિક તપાસમાં સેફ્ટી સાધનોની અછત, તેમજ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ની કોઈ માન્ય પરમિશન ન હોવાનો મુદ્દો સામે આવ્યો હતો. જે ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

વર્ષે 2024ની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો અને વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું આ સાથે જ ગટર લાઈન સીલ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ સમગ્ર મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. માહિતીઓ પ્રમાણે, તે જ વ્યક્તિ—નવસાદ નામનો વ્યક્તિ—એ હવે નવું સ્થળ શોધીને, ફરીથી ડેનીમ વોશિંગનું ગેરકાયદેસર યુનિટ શરૂ કર્યું હોવાની શંકા છે . બાતમી મુજબ આ નવું સરનામું ગુજરાત વજનકાંટાની બાજુમાં S.H chemicals ની ઉપર લકી એસ્ટેટ, ગુલાબનગર પિરાણા રોડ બહેરામપુરા વોર્ડ છે.

ઉઠયા અનેક સવાલો
પરમિશન નહીં, NOC નહીં, સેફ્ટી સાધનોની કોઈ ખાતરી નહીં… અને આમ છતાં industriyal લેવલ પર ફરી કામગીરી શરૂ કરી હોવાની વિગતો મળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ – ફરી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? શું ફરી કોઈ કામદારના જીવ સાથે રમાશે? શું બેદરકારીની કિંમત ફરી જીવલેણ સાબિત થશે? શું સંબંધિત વિભાગોની દેખરેખ સૂઈ ગઈ છે?

GPCB ની ભૂમિકાની હવે સૌથી મોટી પરિક્ષા
આ સમગ્ર ઘટનાને લઈને હવે નજર ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફ છે. શું GPCB તરત જ સાઇટ પર તપાસ કરશે? ગેરકાયદેસર કારખાનાં સામે શટડાઉન નોટિસ, સીલ અથવા ફોજદારી કાર્યવાહી થશે? શું અગાઉ થયેલી દુર્ઘટનાની યાદશક્તિ વિભાગને જગાડશે કે નહી?

સમગ્ર વિસ્તારના લોકો એક જ સવાલ પૂછે છે— “શું ફરી એક જાનલેણ બેદરકારીની કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે?”બેદરકારીની ધરબાયેલી દિવાલો ફરી ધડાકો કરતી પહેલાં… જવાબદારીની દિવાલ કોણ ઊભી કરશે? આગામી પગલા હવે સીધા GPCB ની કસોટી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…