કેરળમાં પીએમ મોદીના આકરા પ્રહાર: LDF-UDFની ‘ડબલ ગેમ’થી જનતા કંટાળેલી

કેરળના પલક્કડમાં યોજાયેલી વિશાળ જાહેર રેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના રાજકારણ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે રાજ્યની જનતા હવે LDF અને UDFના પોકળ વચનોથી કંટાળી ગઈ છે અને પરિવર્તન તરફ આગળ વધી રહી છે. પીએમ મોદીએ દાવો કર્યો કે કેરળમાં ભાજપ-એનડીએ માટે સમર્થન ઝડપથી વધી રહ્યું છે. તેમણે કહ્યું કે પલક્કડમાં જોવા મળતો ઉત્સાહ સ્પષ્ટ દર્શાવે છે કે અહીં હવે એક મોટું જનઆંદોલન ઉભું થઈ રહ્યું છે. ‘એક ભ્રષ્ટ, બીજો મહાભ્રષ્ટ’ — પીએમ મોદીનો કટાક્ષ રાજ્યના રાજકારણને નિશાન બનાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દાયકાઓથી કેરળ બે ગઠબંધનો વચ્ચે ફસાયેલું છે — એક તરફ કમ્યુનિસ્ટો (LDF) અને બીજી તરફ કોંગ્રેસ (UDF). તેમણે બંને પર આક્ષેપ લગાવતા કહ્યું કે “એક ભ્રષ્ટ છે, તો બીજો મહાભ્રષ્ટ. એક સાંપ્રદાયિક…

દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો, અફવાઓથી દૂર રહેવા કેન્દ્રની અપીલ

પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી અસ્થિર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના ઈંધણ પુરવઠા અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું છે કે દેશભરના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની અછતની સ્થિતિ નથી. મંત્રાલયે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો પર ફેલાતી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ગભરાટ ન ફેલાવે. સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ઈંધણ પુરવઠો સુનિશ્ચિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. LPG પુરવઠો પણ સ્થિર મંત્રાલયના જણાવ્યા અનુસાર, આશરે 94,000 મેટ્રિક ટન LPG લઈને આવતા બે જહાજો સુરક્ષિત રીતે ભારત તરફ આગળ વધી રહ્યા છે. માર્ચ મહિનામાં જ…

પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ નથી થયું? ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહેવાના કારણો

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય લોકોને ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી દીધી છે, જ્યારે ડીઝલ પરની 10 રૂપિયાની ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરી છે. છતાં પણ પંપ પર કિંમતો સ્થિર કેમ છે તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારનો મોટો પ્રભાવ આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના વધતા ભાવ છે. ખાસ કરીને ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા વધી છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ટેક્સ ઘટાડો ‘રાહત’ નહીં, ‘સંતુલન’ માટે સરકારનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય સીધો ભાવ ઘટાડવા માટે નહીં, પરંતુ વધતા ભાવને નિયંત્રિત કરવા…

ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે હાલમાં દેશમાં કોઈ લોકડાઉન લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. પ્રધાનમંત્રીએ તમામ રાજ્યોને “ટીમ ઈન્ડિયા” તરીકે મળીને કામ કરવાની અપીલ કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંકલિત પ્રયાસોથી દેશ આ પરિસ્થિતિનો સફળતાપૂર્વક સામનો કરી શકશે. સરકારની પ્રાથમિકતાઓ શું? બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ સરકારની મુખ્ય પ્રાથમિકતાઓ અંગે વિગત આપી. તેમાં આર્થિક અને વેપારિક સ્થિરતા જાળવવી, ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવી, નાગરિકોના હિતોની રક્ષા કરવી અને સપ્લાય ચેઈનને મજબૂત બનાવવી સામેલ છે. તેમણે રાજ્યોને ખાસ સૂચના આપી કે જરૂરી વસ્તુઓની સપ્લાય ચેઈન સુચારુ રાખવામાં આવે અને સંગ્રહખોરી તથા નફાખોરી સામે…

જમ્મુ કાશ્મીર નજીક ભીષણ હિમસ્ખલન: 6 પ્રવાસીઓનાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લા માં શુક્રવારે ભયાનક હિમસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. શ્રીનગર-લેહ હાઇવે પર આવેલા જોઝિલા દર્રા નજીક ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભારે બરફ ખાબકતા 6 પ્રવાસીઓનાં કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ, અચાનક હિમસ્ખલન થતાં પ્રવાસી વાહનો બરફના જંગી કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જમ્મુ કાશ્મીર પોલીસ, SDRF, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન અને ભારતીય સેના ની ટીમોએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શરૂઆતમાં મૃત્યુઆંક વધુ હોવાની આશંકા…

ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે ઐતિહાસિક પગલું: 13.96 લાખ વિદ્યાર્થીઓને ₹354 કરોડની શિષ્યવૃત્તિ DBTથી જમા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13.96 લાખથી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી-નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે રૂ. 354 કરોડની શિષ્યવૃત્તિનું DBTથી વિતરણ કર્યુ   મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : • વડાપ્રધાનના ભગીરથ પ્રયાસોને પરિણામે આજે રાજ્યમાં દિકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર બે ટકા પર પહોંચ્યો • રાજ્યની શાળાઓ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ હેઠળ સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લેબોરેટરી જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ • વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 11  વર્ષોમાં દેશના શિક્ષણક્ષેત્રે પણ આમૂલ પરિવર્તન આવ્યું1 • વિવિધ યોજનાઓના સફળ અમલીકરણથી શાળાઓમાં દીકરીઓની સંખ્યામાં 6-7 ટકાનો નોંધપાત્ર વધારો સોશિયલ મિડીયાનો મર્યાદિત ઉપયોગ કરીને અભ્યાસ માટે વધુ સમય ફાળવવા પર ધ્યાન કેન્દ્રીત કરવા મુખ્યમંત્રીએ પેરણા આપી. શાળા કક્ષાએ SSIP અંતર્ગત રૂ. હજાર સુધીની ગ્રાન્ટ આપીને વિદ્યાર્થીઓમાં ઉદ્યમ સાહસિકતા પ્રત્યે રૂચિ…

મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત: બસ-ટ્રક અથડામણમાં 10નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લો ખાતે ગુરુવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતે ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો. સેમરિયા હનુમાન મંદિર નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. માહિતી મુજબ, આ બસ મોહન યાદવ ના ‘હિતગ્રાહી સંમેલન’માંથી પરત ફરી રહી હતી. સાંજે લગભગ 6:30 વાગ્યે ઉમરાનાળા વિસ્તારમાં બસ અને ટ્રક વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બસ અનિયંત્રિત થઈને પલટી ગઈ અને અનેક મુસાફરો તેમાં જ ફસાઈ ગયા. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર અકસ્માત ખૂબ જ ભયાનક હતો. કેટલાક મુસાફરોને ગંભીર માથાના ઈજા થઈ છે, જ્યારે એક મુસાફરનો હાથ કપાઈ જવાનો બનાવ પણ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ 20થી…

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રહેશે, RCBએ 11 ચાહકોને શ્રદ્ધાંજલિ આપી

બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025માં RCBના પ્રથમ IPL ખિતાબની ઉજવણી દરમ્યાન થયેલી દુર્ઘટનામાં 11 ક્રિકેટ ચાહકોના જીવન ગુમાવવાનું દુઃખદ સંજોગ સ્મરણ કરતાં, સ્ટેડિયમમાં 11 સીટ હંમેશા ખાલી રાખવામાં આવશે. આ સીટ IPL અને આંતરરાષ્ટ્રીય મેચોમાં ટિકિટ માટે ઉપલબ્ધ નહીં હશે. દુર્ઘટનાની પૃષ્ઠભૂમિ 4 જૂન 2025ના રોજ RCBએ 18 વર્ષ બાદ પ્રથમ IPL ટ્રોફી જીતી હતી. ખેલાડીઓની વિક્ટરી પરેડ દરમિયાન સ્ટેડિયમની બહાર અને અંદર ભીડ અફરાતફરી બની ગઈ. આ દુર્ઘટનામાં 11 ચાહકોના જીવ ગયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. સ્મૃતિમાં નવી પહેલ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ વેંકટેશ પ્રસાદે જણાવ્યું કે, આ પહેલનું હેતુ માત્ર ખેલાડીઓની જીત ઉજવવાનો નહીં, પરંતુ રમત…

પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નહીં: સર્વપક્ષીય બેઠકમાં સરકારનો વિશ્વાસ, હોર્મુઝથી જહાજો ભારત તરફ રવાના

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે દેશવાસીઓને રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે. આ માહિતી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક દરમિયાન આપવામાં આવી હતી. લગભગ દોઢ કલાક ચાલેલી આ બેઠકમાં સરકારે વિપક્ષના તમામ પ્રશ્નોના જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે અને ઊર્જા સંસાધનો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. હોર્મુઝથી ભારત તરફ જહાજો રવાના સરકાર દ્વારા જણાવાયું કે હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાંથી ભારતના 4 જહાજો પહેલેથી જ રવાના થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય ઘણા જહાજો પણ ટૂંક સમયમાં ભારત તરફ આવવાના છે. આ વિકાસને ભારત માટે મહત્વપૂર્ણ રાજદ્વારી અને વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. બેઠકમાં કોણ કોણ હાજર રહ્યા? આ…

રાજ્યસભામાં જયા બચ્ચન ફરી ભડક્યા: સભાપતિ સાથે ગરમાગરમી, “ફાંસી પર લટકાવી દો” નિવેદનથી માહોલ તંગ

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમની અને સભાપતિ વચ્ચે તીવ્ર બોલાચાલી થતા ગૃહનું વાતાવરણ ગરમાયું હતું. ચર્ચા દરમિયાન જ્યારે જયા બચ્ચન બોલવા માટે ઉભા થયા, ત્યારે ટ્રેઝરી બેન્ચના કેટલાક સભ્યો વચ્ચે વાતચીત ચાલુ હતી. આથી તેઓ નારાજ થયા અને બોલવાનું અટકાવી દીધું. ચેયર પર બેઠેલા દિનેશ શર્માએ તેમને પોતાની તરફ જોઈને બોલવા સૂચન કર્યું, જે બાદ બંને વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું. શું બન્યું ગૃહમાં? જયા બચ્ચને શરૂઆતમાં રામ નવમીની શુભેચ્છાઓ પાઠવી, પરંતુ બાદમાં ગૃહમાં ચાલી રહેલી વાતચીતને કારણે તેઓ અચાનક ચૂપ થઈ ગયા. તેમણે જણાવ્યું કે જ્યારે અન્ય સભ્યો બોલતા હોય ત્યારે ધ્યાન ભંગ થાય છે. આ દરમ્યાન…