અનૂપપુરમાં ભયાનક અકસ્માત: 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં શનિવારે સાંજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. કોટમા બસ સ્ટેન્ડ નજીક આવેલી અગ્રવાલ લોજની 3થી 4 માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ, જેના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાથે સાથે આશરે 8થી 10 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખોદકામ બન્યું અકસ્માતનું કારણ? સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, ઈમારતની બાજુમાં ભૂગર્ભ બાંધકામ માટે ઊંડું ખોદકામ ચાલી રહ્યું હતું. આ ખોદકામને કારણે ઈમારતનો પાયો નબળો પડી ગયો હોવાની આશંકા છે, જેના પરિણામે આખી બિલ્ડિંગ પત્તાના મકાનની જેમ ધરાશાયી થઈ ગઈ. દુર્ઘટનામાં નજીકની કેટલીક દુકાનોને પણ નુકસાન પહોંચ્યું…

કેદારનાથમાં ફરી હિમવર્ષા, યાત્રા શરૂ પહેલા હવામાને બદલી લીધી ચિત્ર

કેદારનાથ ધામમાં એપ્રિલ મહિનામાં હિમવર્ષાનો અચાનક દોર શરૂ થતાં યાત્રા માટે તૈયારીઓ કરનાર તંત્ર અને શ્રમજીવીઓ પર મુશ્કેલીઓ વધતી રહી છે. 22 એપ્રિલના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાના છે, પરંતુ હવામાનના બદલાવથી માર્ગો અને વ્યવસ્થાઓ પર અસર પડી રહી છે. હિમવર્ષા અને મુશ્કેલીઓ છેલ્લા 24 કલાકથી ચાલુ હિમવર્ષાએ તાજેતરમાં સફાઈ કરેલા પદયાત્રા માર્ગો ફરીથી બરફની મોટમોટી ચાદરમાં દટાઇ ગયા છે. મંદિર પરિસર અને ટેન્ટ કોલોની માટે વ્યવસ્થા બરફ અને તોફાનને કારણે અટકી છે. વિજળી અને પાણીની લાઈનો બરફ અને ભારે હવામાનના કારણે સ્થાપવામાં અવરોધો ઊભા થયા છે. તંત્ર માટે અગ્નિપરીક્ષા BKTCના સભ્ય વિનીત પોસ્ટી મુજબ, એપ્રિલ મહિનામાં સામાન્ય રીતે બરફ પીગળવાનું શરૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે હવામાન ઉલટું જઈ રહ્યું છે. જો આવું જ…

વાળંદની દુકાનમાં રચાયું આતંકી કાવતરું, રેલવે સિગ્નલ બોક્સ ઉડાવવાની યોજના પહેલા ચાર આરોપીની ધરપકડ

દેશમાં આતંક ફેલાવવાના ઈરાદાથી રચાયેલા મોટા કાવતરાનો પર્દાફાશ કરતા ATSએ ચાર સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. પાકિસ્તાની હેન્ડલરના સીધા માર્ગદર્શન હેઠળ આ ગેંગ કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તપાસ મુજબ, સાકિબ નામનો આરોપી વાળંદ તરીકે કામ કરતો હતો, પરંતુ તે ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાની હેન્ડલર સાથે સતત સંપર્કમાં હતો. હેન્ડલરો દ્વારા ધાર્મિક ભાવનાઓ ઉશ્કેરી દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરવામાં આવતો હતો. ગેંગનો મુખ્ય હેતુ ભારતની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડવાનો અને દેશમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો હતો. મહત્વપૂર્ણ સ્થળોની રેકી કરીને બનાવ્યો પ્લાન સાકિબ અને તેના સાથીઓએ ગાઝિયાબાદ, અલીગઢ અને લખનૌ જેવા શહેરોમાં મહત્વપૂર્ણ સંસ્થાઓ, રાજકીય વ્યક્તિઓના રહેઠાણો અને રેલવે સંપત્તિની રેકી કરી હતી. રેકીના વીડિયો…

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં કેન્દ્રબિંદુ

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં આજે (3 એપ્રિલ) ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીર, ચંદીગઢ અને પંજાબ સહિતના વિસ્તારોમાં પણ ધરતી ધ્રૂજી ઉઠતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 નોંધાઈ હતી. દિલ્હી-NCRમાં ખાસ કરીને નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં લાંબા સમય સુધી ધ્રુજારી અનુભવાતા લોકો તાત્કાલિક ઈમારતોની બહાર દોડી આવ્યા હતા. ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ તેમજ રહેણાંક વિસ્તારોના લોકો સાવચેતીના ભાગરૂપે ખુલ્લી જગ્યાએ એકઠા થયા હતા. જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારો અને શ્રીનગરમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. સાથે જ પંજાબના ચંદીગઢ, અમૃતસર અને લુધિયાણા જેવા શહેરોમાં પણ લોકો ભૂકંપના આંચકા અનુભવતા ઘરોની બહાર નીકળી ગયા હતા. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ આ ભૂકંપની અસર…

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટનું લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ, 148 મુસાફરો સુરક્ષિત

પશ્ચિમ બંગાળના બાગડોગરાથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને હવામાં ટેકનિકલ સમસ્યા સર્જાતા ઉત્તરપ્રદેશના લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. આ વિમાનમાં કુલ 148 મુસાફરો સવાર હતા. હવામાં જ ધુમાડાનું એલાર્મ, ‘May Day’ કોલ જાહેર એરબસ A320 વિમાન (ફ્લાઈટ IX1523)માં અચાનક ધુમાડાનું એલાર્મ વાગતા પાયલટે તાત્કાલિક ‘May Day’ કોલ આપ્યો. વિમાનની એવિયોનિક્સ બે (ઈલેક્ટ્રોનિક સિસ્ટમ વિભાગ)માં ધુમાડો જોવા મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી. લખનઉ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ એર ટ્રાફિક કંટ્રોલને સૂચના આપ્યા બાદ સાંજે લગભગ 5:20 વાગ્યે વિમાનને ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, લખનઉ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા મુસાફરોને દિલ્હી પહોંચાડવા માટે…

આંધ્રપ્રદેશમાં માલગાડી પલટી: મનુબોલુ–કૉમ્મારાપુડી વચ્ચે રેલવે ટ્રાફિક ખોરવાયો

આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં મનુબોલુ અને કૉમ્મારાપુડી રેલવે સ્ટેશન વચ્ચે આજે એક માલગાડી પલટી જવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિજયવાડા, ચેન્નાઇ અને તિરુપતિ તરફ જતી અનેક ટ્રેન સેવાઓ પર અસર પડી છે. ટ્રાફિક પર મોટો પ્રભાવ માલગાડી પલટી જતા રેલવે ટ્રેક પર અવરોધ સર્જાયો છે, જેના કારણે ટ્રેનોના સમયપત્રકમાં ભારે વિક્ષેપ થયો છે. રેલવે વિભાગે તરત જ કામગીરી શરૂ કરી ટ્રેકને સાફ કરવા અને સેવાઓ પુનઃસ્થાપિત કરવા પ્રયાસ શરૂ કર્યો છે. જાનહાનિ અંગે કોઈ માહિતી નહીં રેલવે તંત્રના જણાવ્યા મુજબ, પલટેલી ગાડીમાં માલ ભરેલો હતો. અત્યાર સુધી કોઈ જાનહાનિ થયાની માહિતી મળી નથી, જે રાહતની વાત છે. દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ અને ફાયર ટીમો તૈનાત ઘટનાસ્થળે પોલીસ અને ફાયર બ્રિગેડની…

ગુજરાતના 2 સિનિયર IAS અધિકારીઓને કેન્દ્રમાં મહત્વની નિમણૂક, દિલ્હીમાં નવી જવાબદારી

ગુજરાતના વહીવટી તંત્ર માટે ગૌરવની વાતરૂપે બે સિનિયર IAS અધિકારીઓને કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્તિ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટ નિમણૂક સમિતિ (ACC) દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મોના ખંધારને સામાજિક ન્યાય વિભાગમાં મોટી જવાબદારી 1996 બેચની IAS અધિકારી મોના ખંધારને ભારત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગમાં એડિશનલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેઓ હાલમાં ગુજરાતમાં અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી તરીકે સેવા આપી રહ્યા હતા. આરતી કંવર હવે ટેક્સટાઇલ મંત્રાલયમાં 2001 બેચની IAS અધિકારી આરતી કંવરને કેન્દ્રીય કાપડ મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અત્યાર સુધી ગુજરાતમાં સ્ટેટ ટેક્સ કમિશનર તરીકે કામગીરી સંભાળી રહ્યા હતા. વિજય નહેરાને બઢતી કેન્દ્રમાં પહેલાથી જ સેવા…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ (ECMS) હેઠળના લાભાર્થીઓ જો નક્કી કરાયેલા ધોરણોનું પાલન નહીં કરે તો તેમની પેમેન્ટ રોકી શકાય છે. પેમેન્ટ અને મંજૂરીઓ રોકવાની ચેતવણી ₹7,104 કરોડના નવા રોકાણ સાથે જોડાયેલી 29 દરખાસ્તોને મંજૂરી આપ્યા બાદ મંત્રીએ જણાવ્યું કે જો ઉદ્યોગ જરૂરી પ્રયત્નો નહીં કરે તો સરકાર આગળની પેમેન્ટ અને મંજૂરીઓ રોકવામાં પાછળ નહીં પડે. તેમણે ઉદ્યોગ સંસ્થા ICEA અને તેની સભ્ય કંપનીઓને પણ ઉચ્ચ ગુણવત્તા જાળવવા માટે ઠપકો આપ્યો. ડિઝાઈન પર ભાર, નહીં તો બહારનો રસ્તો વૈષ્ણવે સ્પષ્ટ કર્યું કે જે કંપનીઓ પ્રોડક્ટ ડિઝાઈન, કમ્પોનન્ટ ડિઝાઈન…

Sim Binding નિયમ અંગે: ભારત સરકાર સુચવે છે સમયમર્યાદા લંબાવવાની તૈયારી

ભારત સરકારે મેસેજિંગ એપ્સ માટે સિમ બાઈડિંગ નિયમો લાગુ કરવાની સમયમર્યાદા લંબાવવાની યોજના બનાવતા ટેલિકોમ વિભાગે સંકેત આપ્યો છે. પહેલાં ફેબ્રુઆરી 2026 સુધીનો સમય મર્યાદા નક્કી કરાયો હતો, હવે તેને ડિસેમ્બર 2026 સુધી લંબાવવાની શક્યતા છે. ટેકનિકલ મુશ્કેલીઓને કારણે કંપનીઓએ વધુ સમયની માગણી કરી હતી, જે વોટ્સએપ, ટેલિગ્રામ અને અન્ય પ્લેટફોર્મ માટે રાહતરૂપ બની શકે છે. સમયમર્યાદા લંબાવવાની પાછળનું કારણ નિયમ અમલમાં લાવવા માટે કંપનીઓએ ઘણા તકનીકી પડકારોનો સામનો કર્યો છે, જેમ કે: – સોફ્ટવેર અપડેટ્સ – ઓપરેટિંગ સિસ્ટમ સુસંગતતા – હાર્ડવેર પર પરીક્ષણ ટેલિકોમ વિભાગે સૂચવ્યું છે કે નિયમો તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે જેથી પ્લેટફોર્મને પૂરતો સમય મળે. સિમ બાઈડિંગ નિયમ શું છે? – WhatsApp, Telegram અને અન્ય એપ્સમાં યુઝર્સની ઓળખ મોબાઈલ નંબર સાથે…

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના ₹10,900 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત * ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ હેઠળ ₹5200 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે * પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત વડાપ્રધાનશ્રી ગુજરાતના 34 જિલ્લાઓમાં 38,949 આવાસોમાં નાગરિકોનો ગૃહપ્રવેશ કરાવશે * ગાંધીનગર, 30 માર્ચ, 2026: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચ, 2026ના રોજ ગુજરાતની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત દરમિયાન તેઓ વાવ-થરાદ ખાતેથી ભારત સરકાર અને ગુજરાત સરકારના મળીને કુલ ₹19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ભારત સરકારના ઊર્જા, માર્ગ,પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…