આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 | B INDIA LIVE
OPEN LINK AND WATCH LIVE VIDEO આજે સ્થાનિક સ્વરાજ્યની 10 હજાર સીટનું પરિણામ https://youtube.com/live/1gnWbgANIjM?feature=share વિધાનસભાની સેમિફાઇનલનું ચિત્ર આજે સ્પષ્ટ થશે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે તમામ મહાનગરોને મળશે નવા મેયર રાજ્યમાં 382 સ્થાનો પર મતગણતરી હાથ ધરાશે 33750 પોલીસ કર્મચારીઓ ગણતરી સ્થાને રહેશે અમદાવાદ મનપાની ચૂંટણીની આજે મતગણતરી શહેરમાં બે સ્થળો પર મત ગણતરી હાથ ધરાશે ગુજરાત કોલેજ અને LD કોલેજ ખાતે મતગણતરી થશે ગુજરાત કોલેજમાં 21 વોર્ડ માટે મતગણતરી થશે જ્યારે LD કોલેજ ખાતે 27 વોર્ડની મતગણતરી થશે 190 બેઠક માટે જાહેર થશે પરિણામ જગદીશન પંચાલના નેતૃત્વમાં ભાજપની પ્રથમ ચૂંટણી 2021માં 90% સીટ પર કેસરિયો લહેરાયો હતો અમિત ચાવડા કોંગ્રેસનું પંજો મજબૂત કરશે ? ઇસુદાન ગઢવીન AAP ની ટીઆરપી વધારશે ? આજે સ્થાનિક સ્વરાજ્યની…
8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ
પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.
“હું આ જવાબદારીથી પાછળ હટીશ નહીં.” – PM મોદી, બંગાળમાં કઈ જવાબદારીની વાત કરી!
બંગાળમાં PM મોદીની બંગાળ ચૂંટણી સંદર્ભે આ છેલ્લી ચૂંટણી રેલી હતી. તેમ છતાં, તેમણે કહ્યું કે રેલીઓમાં તેમણે જોયેલા જબરદસ્ત ઉત્સાહ અને જાહેર સમર્થનથી તેમને ખાતરી થઈ ગઈ કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ જોવા માટે તેમને 4 મે પછી બંગાળ પાછા ફરવું પડશે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે, PM નરેન્દ્ર મોદીએ એક વિશાળ રેલી યોજી અને રેલી દરમિયાન, તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, “બંગાળની સુરક્ષા અને વિકાસ હવે મારી જવાબદારી છે.” તો કેમ આવુ કહ્યું PM મોદીએ ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદમાં નિષ્પક્ષ અને સુરક્ષિત મતદાન માટે તંત્ર સજ્જ
અમદાવાદ જિલ્લાની વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટે આવતીકાલે તા. 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમાર દ્વારા અમદાવાદના તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને પોતાના મતાધિકારનો અચૂક પ્રયોગ કરવા અપીલ કરી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે લોકશાહીમાં ચૂંટણી એ માત્ર પ્રક્રિયા નથી પણ એક પર્વ છે, જેમાં નાગરિકોને પોતાના પ્રતિનિધિ પ્રત્યક્ષ રીતે ચૂંટીને સ્થાનિક વહીવટમાં સહભાગી થવાની અમૂલ્ય તક મળે છે. તેમણે અમદાવાદના તમામ જાગૃત મતદારોને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓનો લાભ લઈ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને ત્રણ નગરપાલિકા વિસ્તારોમાં મતદારોને કોઈ પણ પ્રકારની…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કરવાની અપિલ👆
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તારીખ 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માં 100 ટકા મતદાન કરવા સૌ નાગરિકોને અપિલ કરી છે. લોકશાહીના આ પવિત્ર મહાપર્વ માં રાજ્યના તમામ મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા તેમણે અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપેલા સંદેશમાં જણાવ્યું કે, લોકશાહીમાં મતદાન માત્ર અધિકાર નથી, પરંતુ નાગરિક તરીકેનું પવિત્ર કર્તવ્ય પણ છે. તેમણે કહ્યું કે, દરેક મત રાજ્યના ગામ, તાલુકા, જિલ્લા અને શહેરોના સર્વાંગી વિકાસ ને વધુ વેગ આપશે. મુખ્યમંત્રી એ રાજ્યના તમામ મતદારોને 26 એપ્રિલે પોતાના મતદાન મથક સુધી અવશ્ય પહોંચીને મતદાન કરવા તેમજ પરિવારજનો, મિત્રો, અને પડોશીઓને પણ મતદાન માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. “100 ટકા મતદાન”નો સંકલ્પ લઈને લોકશાહીના આ મહાપર્વને સફળ બનાવવા તેમણે સૌને આવાહન કર્યું…
#ચૂંટણી પ્રપંચ/ હવે ગુજરાતમાં ભોજપુરી-બિહારી ઠુમકાથી જીતાશે ચૂંટણી, એમ ?
ગુજરાતમાં ચૂંટણી મતદાર જાગૃતિ અભિયાનનું સ્થર આટલુ બધુ નીચે ચાલ્યુ જાય તે દુ:ખ વિષય કહી શકાય. ખરેખર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારે તો ! તો બોલાવી જ દીધો તે કહેવુ અતિશયોક્તિ નહીં લાગે. પ્રચારમાં ધમકી આપી શકાય(ગર્ભીત તો ખરી જ પણ ખુલ્લે આમ), પ્રચારમાં પક્ષપલટો કરાવીને જ રહેશું તેવુ કહી શકાય, પ્રચારામાં મુદ્દા વિહોણો પ્રચાર કરી શકાય, પ્રચારમાં પ્રપંચ સમરૂપ વચન નો ઉપયોગ કરી શકાય, તો મતદાર જાગૃતિ અભિયાનમાં કોઇ ગીત કે સંગીતનાં તાલે થીરકવામાં વાંધો શું?
જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ કે તરત જ બધા બેરોજગાર થઈ જાય છે: સુપ્રીમની લાલ આંખ
સુપ્રીમ કોર્ટે પોતાનાં અવલોકનમાં લોક પ્રશ્નને વાંચા આપી હોય તેવુ સટીક તારણ આપ્યું છે. SCએ કર્યું કે જેવી છૂટાછેડાની કાર્યવાહી શરૂ થયા પછી દરેક વ્યક્તિ બેરોજગાર થઈ જાય છે. પત્ની કહેશે કે તેણે રાજીનામું આપ્યું છે, પતિ કહેશે કે તેણે નોકરી છોડી દીધી છે, અથવા પત્નીની ફરિયાદ પર તેને કાઢી મૂકવામાં આવ્યો છે વિગેરે વિગેરે.
ખરબુચા ખરીદતી વખતે ન કરો આ ભૂલો, ઘરે આવીને આવું રાખશો તો લાંબા સમય સુધી રહેશે તાજું
ગરમીના મોસમમાં ખરબુચા સૌથી વધુ પસંદ કરાતું ફળ છે. તેનું મીઠું સ્વાદ અને વધુ પાણીની માત્રા શરીરને તરત તાજગી આપે છે. ખરબુચા ખાવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ડિહાઇડ્રેશનથી બચવામાં મદદ મળે છે. ખાસ કરીને ઉનાળામાં, જ્યારે તાપમાન ઊંચું હોય છે, ત્યારે ખરબુચા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક સાબિત થાય છે. ખરબુચા (ટેટી) આરોગ્ય લાભો ટેટી માં વિટામિન A, C અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે ત્વચા અને ઈમ્યુન સિસ્ટમ માટે ફાયદાકારક છે. તે પાચનક્રિયા સુધારે છે અને શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેમાં ઓછું કેલરી હોય છે, એટલે વજન નિયંત્રણમાં રાખવામાં પણ મદદરૂપ છે. ખરબુચા ને સ્ટોર કરવાની યોગ્ય રીતબજારમાંથી ટેટી લાવ્યા પછી તેને તરત જ ફ્રિજમાં મૂકવાની જરૂર નથી. જો ખરબુચા કાપેલું ન…
“પ્રચારે તો હદ કરી ભાઇ” – ગુજરાતનાં મતદારોની મનોવ્યથા
પ્રશ્ન અહીં એ છે કે જ્યારે કોઇ પણ પક્ષ લાંબા અને તે પણ જો બે-ત્રણ દસકાથી સત્તામાં હોય તો એન્ટીઇન્કમબસી હોય જ છે અને તે સ્વાભાવી છે સાથે સાથે તમામ પક્ષો પણ જાણે જ છે. તો પછી સત્તાપક્ષ જે પ્રશ્નો ને કારણે ડિફેન્સની સ્થિતિમાં મુકાય છે તે પ્રશ્નને એટેન્ડ કરવા કે મેનેજ કરવા સક્ષમ હોય તેવા નેતા કે કાર્યકરને કેમ ટીકીટ નથી આપતી તે એક પ્રશ્ન સત્તાપક્ષને અને પ્રજાનાં પ્રશ્નો આટલી હદે છે કે હતા તો તે મામલે વિપક્ષે શું કર્યુ અથવા તો સ્થાનિક મુદ્દા કેમ કોઇ જગ્યા પર ચર્ચા વિચારણામાં આવ્યા કે લેવામાં આવ્યા નહીં, તે એક પ્રશ્ન વિપક્ષને.
વર્લ્ડ બુક ડે પર “યુનાઇટિંગ રીડર્સ” પહેલ: વાંચન દ્વારા એકતા અને જ્ઞાનનું ઉજાસ ફેલાવતો કાર્યક્રમ
અમદાવાદ, (23 એપ્રિલ 2026) : વર્લ્ડ બુક ડેના અવસરે કર્મા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ બુક ક્લબ (ABC) અને ગુજરાતી બુક ક્લબ (GBC) ના સહયોગથી “યુનાઇટિંગ રીડર્સ” શીર્ષક હેઠળ એક અર્થસભર અને પ્રેરણાદાયી સાહિત્યિક કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ ક્લબ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શહેરભરના વાંચનપ્રેમીઓ અને સાહિત્ય રસિકો એકત્રિત થયા હતા. કાર્યક્રમની શરૂઆત સાંજે 4:00 વાગ્યે મહેમાનોના આગમન અને હાઈ-ટી સાથે થઈ, ત્યારબાદ હાર્દિક સ્વાગત અને જ્ઞાન તથા પ્રેરણાના પ્રતિકરૂપે દીપ પ્રાગટ્ય વિધિ યોજાઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વી. નંદકુમાર સાહેબ (આઈઆરએસ, આવકવેરા કમિશનર, આવક વિભાગ, નાણાં મંત્રાલય) ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માનનીય મહાનુભાવો તરીકે મૈત્રીદેવી સિસોદિયા (ડેપ્યુટી કલેક્ટર), ખુરશીદ રવજી (વાંચનપ્રેમી, અમદાવાદ બુક ક્લબ), સ્નેહલ પટેલ (કો-ચેરમેન, પી.સી. સ્નેહલ ગ્રુપ) અને અંકિત પારીખ (સભ્ય,…
















