રાશિફળ/14 મે 2025: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. જો તમે છાત્ર છો અને વિદેશ માં જયી ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. કોઈ પિકનિક સ્પૉટની મુલાકાત લઈ તમે તમારૂં પ્રેમ જીવન ઝળકાવી શકો છો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે…
અંક જ્યોતિષ/14 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ રાજદ્વારી નિર્ણયથી બંને દેશોની રાજકીય વાતચીતમાં તીવ્ર તણાવ જોવા મળી રહ્યો છે. ઘટનાઓની શરુઆત ભારત તરફથી થઈ હતી, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાન હાઈ કમિશનમાં કાર્યરત એક અધિકારીને ભારત સરકાર દ્વારા “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરવામાં આવ્યા. વિદેશ મંત્રાલયે આ અંગે જણાવ્યું કે તે અધિકારી ભારતમાં તેમના સત્તાવાર પદ સાથે સુસંગત પ્રવૃત્તિઓ કરતા નહોતા અને કથિત રીતે જાસૂસી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના ચાર્જ ડી’અફેર્સને તાત્કાલિક બોલાવીને આ નિર્ણયની જાણ કરી અને સંબંધિત અધિકારીને 24 કલાકની અંદર દેશ છોડવા આદેશ કર્યો.…
અમદાવાદમાં પાલતું રોટવીલરનો કહેર, 4 મહિનાની બાળકીનું કરુણ મોત
અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4 મહિનાની બાળકી પર તૂટ પડ્યું અને તેણે બાળકીને ફાડી નાંખી. ગંભીર ઇજાઓને કારણે બાળકીનું સ્થળ પર જ મોત થયું છે. CCTVમાં કેદ દુર્ઘટના: યુવતી ફોનમાં ગૂમ, રોટવીલર છટકી ગયો સોસાયટીના પાર્કિંગમાં થઈ હતી આ હ્રદયવિદ્રાવક ઘટના, જે CCTV કેમેરામાં પણ કેદ થઈ છે. મળતી માહિતી અનુસાર, બાળકીને તેની માસી રાત્રે લપસવા બહાર લાવ્યા હતા ત્યારે એક યુવતી ફોનમાં વાત કરતી હતી અને તેની પાસે શ્વાન હતો. શ્વાન લીસમાંથી છટકી ગયેલું હતું અને તરત જ માસી અને બાળકી પર હુમલો કરી દીધો હતો. બાળકીને ફાડી ખાધી, માસીને…
પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ
પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. દુર્ઘટનાના દ્રશ્યો હ્રદયવિદ્રાવક છે. કોઈએ પતિ ગુમાવ્યો, કોઈએ દીકરો, તો કોઈએ પિતા. સમગ્ર માજીઠા વિસ્તારમાં શોક અને આંસુઓનું માહોલ છવાઈ ગયો છે. 10 આરોપીઓ ઝડપાયા, પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ ઘટનાની તપાસમાં જડપાઈ આવેલા મુખ્ય આરોપીઓમાં સાહિબ સિંહ, પ્રભજીત સિંહ, કુલબીર સિંહ, નિંદર કૌર, ગુરજંત સિંહ, અરુણ ઉર્ફે કાલા, સિકંદર સિંહ ઉર્ફે પપ્પુ, તેમજ લુધિયાણાના સાહિલ કેમિકલ્સના માલિક પંકજ કુમાર ઉર્ફે સાહિલ અને અરવિંદ કુમારનો સમાવેશ થાય છે. પોલીસે તાત્કાલિક પગલાં લેતાં માજીઠાના ડીએસપી અમોલક સિંહ અને…
ભારતે પાકિસ્તાની અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ
પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના માત્ર એક દિવસ બાદ, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ અને કડક રાજદ્વારી પગલું લીધું છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમિશનમાં ફરજ બજાવતા એક અધિકારીને દેશ વિરુદ્ધ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંડોવણીના આક્ષેપો સાથે “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરીને તેમને 24 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. શું છે “પર્સોના નોન ગ્રેટા”? “પર્સોના નોન ગ્રેટા” એ આંતરરાષ્ટ્રીય કાનૂન હેઠળનો એ ઔપચારિક રાજ્યઘોષ છે, જેમાં કોઈ વિદેશી રાજદૂત અથવા રાજદ્વારી અધિકારીને હોસ્ટ દેશ દ્વારા અજંપાનો પાત્ર જાહેર કરીને તેને દેશ છોડવા માટે ફરજબંધ કરવામાં આવે છે. આ પ્રકારની કાર્યવાહી સામાન્ય રીતે ખૂબ ગંભીર મામલાઓમાં લેવામાં આવે છે. શંકાસ્પદ પ્રવૃત્તિઓનો આરોપ, પણ વિગતો ગુપ્ત વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવવામાં…
વિરાટ કોહલી અનુષ્કા શર્માને લઈને પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો, સંતે તેમને જોતા જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે ખુશ છો..?’
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં ત્રીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. વિરાટે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના દરબારમાં જોવા મળ્યા. મંગળવારે સવારે, આ દંપતી તેમના આશ્રમ, શ્રી રાધા કેલીકુંજ, તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા. વિરાટ કોહલીને જોતાંની સાથે જ પ્રેમાનંદ મહારાજે ફક્ત એક જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે ખુશ છો?’ વિરાટ અને અનુષ્કા આશ્રમમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય રહ્યા અને ત્રીજી વખત પ્રેમાનંદજીને મળવા આવ્યા છે. આ પહેલા, તેઓ 4 જાન્યુઆરી, 2023 ના રોજ પહેલી વાર સંત પ્રેમાનંદને મળ્યા હતા. આ પછી તેઓ આ વર્ષે 10 જાન્યુઆરીએ ફરીથી પહોંચ્યા. સોમવારે જ વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. વિરાટે સોમવારે…
“ભારતના 3 સંકલ્પો”: પીએમ મોદીએ સેનાને આપી નવી દિશા, પાકિસ્તાન માટે ચેતવણી સમાન સંદેશ
–:પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાની તાકાતની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપશે:– ‘ઓપરેશન સિંદૂર’ એ દુનિયાને ભારતની તાકાત બતાવી. ભારતીય દળોએ બતાવ્યું છે કે જો તેમને છૂટ આપવામાં આવે તો તેઓ કેટલી હદ સુધી જઈ શકે છે અને કેટલો વિનાશ કરી શકે છે. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ભવિષ્યની યોજના સોંપી છે. પંજાબના આદમપુર એરબેઝ પર ભારતીય વાયુસેનાના સૈનિકો સાથે વાત કરતી વખતે, પીએમ મોદીએ ભારતના ત્રણ પ્રતિજ્ઞાઓનું વર્ણન કર્યું, જે પાકિસ્તાનના કોઈપણ ધૃણાસ્પદ કાર્યનો જવાબ હશે. પીએમ મોદીએ કહ્યું, હવે જો કોઈ હુમલો થશે તો ભારત જવાબ આપશે, તે ચોક્કસ જવાબ આપશે. આપણે સર્જિકલ સ્ટ્રાઈક અને હવાઈ હુમલા દરમિયાન પણ તે જોયું. પાકિસ્તાનની અપીલ…
PM Modi adampur Visit: ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી આદમપુર એરબેઝ કેમ પહોંચ્યા? જાણો તે વિશે
પીએમ મોદી આદમપુર એરબેઝ મુલાકાત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લીધી. તેમણે પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો. તેમણે વાયુસેનાના જવાનોને મળ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. પીએમ મોદી આદમપુર એરબેઝ મુલાકાત: ઓપરેશન સિંદૂરની સફળતાથી રાષ્ટ્રનો ઉત્સાહ ઉંચો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેઓ વાયુસેનાના જવાનોને મળ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. આદમપુર એરબેઝ પર લગભગ એક કલાક રોકાયા. આદમપુર એરબેઝ પહોંચ્યા પછી, પીએમ મોદીએ પાકિસ્તાનના દાવાઓને નકારી કાઢ્યા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના હુમલાથી આદમપુર એરબેઝને વ્યાપક નુકસાન થયું છે. પરંતુ જ્યારે પીએમ મોદી અહીં પહોંચ્યા ત્યારે દુનિયાએ જોયું કે પાકિસ્તાનના દાવા કેટલા પોકળ છે. પીએમ મોદીએ તસવીરો દ્વારા પાકિસ્તાનને તેનું સ્થાન બતાવ્યું. તેમણે સંદેશ આપ્યો…
ભારતીય સેનાને સલામી આપવા આલિયા ભટ્ટએ કરી પોસ્ટ તો પણ શા માટે થઈ ટ્રોલ , જાણો યુઝર્સે શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઓપરેશન સિંદૂરના લગભગ એક અઠવાડિયા પછી ભારતીય સેના માટે એક પોસ્ટ શેર કરી છે. તેમણે દેશ માટે લડતા સશસ્ત્ર દળો અને તેમના માતાપિતા વિશે એક હૃદયસ્પર્શી નોંધ લખી છે. પરંતુ આ કારણે તેને ટ્રોલ પણ કરવામાં આવી છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો. આ સંઘર્ષમાં પાંચ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના ત્રણ દિવસ પછી, આલિયા ભટ્ટે દેશની રક્ષા કરતા સૈનિકો અને શહીદો માટે એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. તેણીએ એક લાંબી નોંધ લખી જેમાં સમજાવ્યું કે છેલ્લી કેટલીક રાતો તેના માટે કેવી રહી અને તે શહીદ સૈનિકોની માતાઓ અને પિતા વિશે વિચારતી રહી. …
















