લંડનમાં એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મામલો, બ્રિટનની સંસદમાં પડ્યા ઉગ્ર પડઘા

લંડનમાં વિદેશ મંત્રી એસ. જયશંકરની સુરક્ષામાં ચૂકનો મુદ્દો બ્રિટિશ સંસદમાં ગુંજ્યો હતો. બ્રિટનના વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને હાઉસ ઓફ કોમન્સમાં આ મુદ્દો ઉઠાવ્યો અને તેને ‘ખાલિસ્તાની ગુંડાઓ’ દ્વારા હુમલો ગણાવ્યો. બ્લેકમેને બ્રિટિશ સંસદમાં આ ઘટનાને “લોકશાહીનું અપમાન” ગણાવી. તેમણે ગૃહ સચિવ યવેટ કૂપર પાસેથી આ બાબતે નિવેદન લેવાની માંગ કરી.

બ્લેકમેને કહ્યું, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર પર ત્યારે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જ્યારે તેઓ જાહેર સ્થળે ભારતીય લોકોને સંબોધન કર્યા પછી જઈ રહ્યા હતા.’ તેમની કારને ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ રોકી હતી આ જીનીવા સંમેલનની વિરુદ્ધ છે. એવું લાગે છે કે પોલીસ અને સુરક્ષા દળો તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે. આપણે ખાતરી કરવી જોઈએ કે આવું ફરી ન બને.

આ પણ વાંચો :- લંડનમાં ચેથમ હાઉસની બહાર ખાલિસ્તાનીઓએ કર્યા દેખાવો, જયશંકરની કાર રોકવાનો કર્યો પ્રયાસ

આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે: બ્રિટિશ સરકાર :- વિપક્ષી સાંસદના જવાબમાં, હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે સરકાર વતી ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘લંડનમાં ભારતના વિદેશમંત્રી સાથે જે કંઇ થયું તે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને અમે આપણા દેશમાં આવતા નેતાઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ઇચ્છતા નથી. યુકે ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસ (FCDO) દ્વારા પણ તેની નિંદા કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે: “જાહેર કાર્યક્રમોને ડરાવવા, ધમકાવવા અથવા વિક્ષેપિત કરવાનો કોઈપણ પ્રયાસ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.

વિદેશ મંત્રાલયે બ્રિટિશ રાજદૂતને બોલાવ્યા :- ભારતીય વિદેશ મંત્રાલય (MEA) એ એસ જયશંકર સાથે મળીને લંડનમાં બનેલી ઘટનાની નિંદા કરી. વિદેશ મંત્રાલયે બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર ક્રિસ્ટીના સ્કોટને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો અને બ્રિટિશ સરકારને તેની રાજદ્વારી જવાબદારીઓ પૂર્ણ કરવા અપીલ પણ કરી.

આ પણ વાંચો :- ટ્રમ્પના તાબડતોબ નિર્ણયો પર બોલ્યા જયશંકર ‘આમાં આશ્ચર્ય પામવા જેવું કંઇ નથી’

લંડનમાં એસ જયશંકર સાથે શું થયું હતું ? :- જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર ચેથમ હાઉસ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં ખાલિસ્તાન સમર્થકો ગૃહની બહાર હાજર હતા અને તેમણે ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા. આ દરમિયાન એક વ્યક્તિએ એસ જયશંકરની કારને રોકવાનો પણ પ્રયાસ કર્યો, ત્યારબાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. જોકે, આ કેસમાં કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *