ક્રિકેટર કેએલ રાહુલ પિતા બન્યો, આથિયા શેટ્ટીએ બાળકીને જન્મ આપ્યો

ટીમ ઈન્ડિયા અને દિલ્હી કેપિટલ્સ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને પત્ની આથિયા શેટ્ટી માતા-પિતા બન્યા છે. આથિયાએ એક બાળકીને જન્મ આપ્યો છે. ૨૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ, કેએલ રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. –> તે IPL મેચ છોડીને મુંબઈ પહોંચ્યો :– વિશાખાપટ્ટનમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા રાહુલને મુંબઈ જવાનું હતું. તે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોડો જોડાયો હતો, પરંતુ મેચ પહેલા તેણે તેની પત્ની સાથે રહેવાનું નક્કી કર્યું.આ ખુશીની ક્ષણ તેની કારકિર્દીની સર્વોચ્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી આવી છે જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે મેચ વિજેતા ઇનિંગ્સ રમી હતી. –> ચાહકો અને મિત્રો શુભેચ્છાઓ આપી રહ્યા છે :- આ સમાચાર પછી, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિત ઘણા ક્રિકેટરો…

બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે, જાણો ક્યારથી થશે શરુ

બોટાદ માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે અને રોજનો હજારો ટન કોટનનો માલ ત્યાં ઠાલવવામાં આવતો હોય છે. માર્ચ એન્ડિંગના કારણે આ માર્કેટ એક અઠવાડિયું બંધ રહેશે. ત્યારે ખેડૂતને જણસ ન લાવવા માટે યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે –: માર્કેટિંગ યાર્ડમાં 1 એપ્રિલથી શરુ :- બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 એપ્રિલથી ધમધમતું થશે. માર્ચ એન્ડિંગના હિસાબોનાં કારણે માર્કેટ અઠવાડિયું બંધ રહેશે સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કોઈ પણ જણસ વેચાણ માટે લાવી શકશે નહી.1 એપ્રિલ બાદ તમામ જણસોનો લે-વેચનો વેપાર શરૂ થશે. માર્કેટના આખા વર્ષના હિસાબો કરવાના હોવાથી માર્કેટ બંધ રાખવાની વાત સામે આવી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર હિસોબામાં…

IPL 2025: ‘આ ટીમ આ તારીખે 300 રન બનાવશે’, ડેલ સ્ટેનની ભવિષ્યવાણીએ મચાવી દીધી હલચલ

IPL 2025 ની બીજી મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH vs RR) એ રાજસ્થાન રોયલ્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી અને 20 ઓવરમાં 286 રન બનાવ્યા, જે IPL ઈતિહાસમાં ટીમનો બીજો સર્વોચ્ચ સ્કોર છે. હૈદરાબાદે વર્ષ 2024માં IPL ઈતિહાસમાં સૌથી વધુ 287 રન બનાવ્યા છે. તે જ સમયે, આ IPL સિઝનની શરૂઆત સાથે, હૈદરાબાદે તેની પહેલી જ મેચમાં 286 રન બનાવીને દાવો મજબૂત કર્યો હતો જેમાં પેટ કમિન્સે કહ્યું હતું કે આ સિઝનમાં હૈદરાબાદની ટીમ 300 રન બનાવવાના અજાયબીઓ કરશે. હૈદરાબાદની તોફાની બેટિંગ જોઈને ડેલ સ્ટેને પ્રતિક્રિયા આપી છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેઈનએ સનરાઈઝર્સ હૈદરાબાદનું તોફાન જોઈને ભવિષ્યવાણી કરી છે અને જાહેરાત કરી છે કે તે 17મી એપ્રિલે આઈપીએલમાં 300 રન બનાવવા જઈ રહ્યો છે. સ્ટેને…

CSK vs MI: ધોનીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આટલો મોટો રેકોર્ડ બનાવનાર પ્રથમ ખેલાડી, વિશ્વ ક્રિકેટ આશ્ચર્યમાં

ધોનીએ આઈપીએલમાં ઈતિહાસ રચ્યો છે તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સ (CSK vs MI) સામેની મેચમાં ધોનીએ સૂર્યકુમાર યાદવને સ્ટમ્પિંગ કરવાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સૂર્યાને સ્ટમ્પ કર્યા હતા. ધોનીની સ્પીડ જોઈને બેટ્સમેન સૂર્યા પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ સાથે જ ધોનીએ સૂર્યાને સ્ટમ્પ કરીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ધોની IPL ઈતિહાસમાં સૌથી વધુ સ્ટમ્પિંગ કરનાર વિકેટકીપર બની ગયો છે. ધોનીએ અત્યાર સુધી 264 IPL ઇનિંગ્સમાં કુલ 43 સ્ટમ્પિંગ કરવાનો કારનામું કર્યું છે. ધોનીની પાછળ દિનેશ કાર્તિક છે જેણે IPLમાં 37 સ્ટમ્પિંગ કર્યા છે. આ સિવાય ચેપોકમાં ધોનીની આ 75મી T20 મેચ હતી. ધોની ચેપોકમાં સૌથી વધુ ટી-20 મેચ રમનાર ખેલાડી છે. આ સિવાય ધોની ભલે બેટિંગમાં કંઈ ખાસ નથી…

ગોંડલ યાર્ડમાં કેસર કેરીનું આગમન, જાણો હરાજીમાં કેટલો ભાવ બોલાયો ?

ગોંડલના માર્કેટ યાર્ડમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. કેસરની સાથે રત્નાગિરી હાફૂસ પણ માર્કેટમાં આજે જોવા મળી હતી. ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની 10 કિલોના 100 બોક્સની આવક થઈ છે. આ તરફ હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ભાવ રૂ. 2500થી 3500 બોલાયો હતો. ગોંડલ APMC ફ્રુટ માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. ખેડૂતોની ગીરની કેસર કેરીના 10 કિલોના 100 બોક્સની આવક થવા પામી હતી. ગોંડલ APMC ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી છે. જેમાં હરાજીમાં 10 કિલોના 1 બોક્સનો ઉંચો ભાવ રૂ.3500 તથા નીચો ભાવ રૂપિયા 2500 બોલાયો હતો. ઉનાળાની સીઝનની કેસર કેરીની પ્રથમ આવક થવા પામી હતી. સ્વાદના શોખીનો કેસર કેરીની તગડી કિંમત ચુકવી ખરીદી કરી રહ્યા છે.…

હાઇકોર્ટનાં આદેશ બાદ ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી, 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. આ દરમિયાન રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા પણ આ મામલે કડક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ દ્વારા કામગીરીનો અહેવાલ મુકવામાં આવ્યા બાદ રોંગ સાઇડમાં આવતા વાહનચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવાની વાત સામે આવી છે. આ બાબતે હવે કાર્યવાહીના ભાગરૂપે ટ્રાફિક પોલીસે 3 દિવસમાં 108 લોકો સામે FIR દાખલ કરી છે. અમદાવાદમાં હવે જો તમે રોંગ…

ભાવનગરમાં હત્યાનો ઉકેલાયો ભેદ, આરોપીઓએ મહિલાની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકયો હતો

ભાવનગરમાં હત્યાનો ભેદ ઉકેલાયો છે. શહેરમાં ગત વર્ષ 2023માં સીદસર ગામે પોલીસને એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી અને લાશને સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી અને પી.એમ. તેમજ એફ.એસ.એલ.ની ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરતા મહિલાની હત્યા થઇ હોવાનું ખુલતા ભાવનગર પોલીસે હત્યારાને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. અને આખરે બનાવના 534 દિવસ બાદ પોલીસે હત્યારા દંપતિ રણજીત ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયા, કંચનબેન રણજીતભાઇ ઉર્ફે કાળુ ગોવિંદભાઇ બારૈયાની આ મામલે ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. –: આરોપી પોલીસ સકંજામાં :- પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપી રણજીતે કબુલ્યું હતું કે, તેની પત્નિ કંચનબેન બિમાર રહેતી હોય જેની સારવાર માટે આર્થીક તંગી ઊભી થતાં તેણે તેના સગા ફઇ અને ભિક્ષાવૃતિ કરતા હલુબેન ધર્મેન્દ્રભાઇ…

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવી અપડેટ, પોલીસે NC ગુનો અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાયો

ગોંડલમાં રાજકુમાર જાટના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસે કાર્યવાહી કરી અજાણ્યા શખ્સ સામે ગોંડલમાં NC ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા શખ્સે લાફો માર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ એને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. જેમાં ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. આ તરફ આ અરજીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે તો બીજી તરફ હવે પોલીસ દ્વારા આ કેસમાં અજાણ્યા શખ્સ સામે NC ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર મૃતકના શરીર પર લાકડી…

ઉનાળાની શરૂઆતમાં પાણીનો પોકાર, ભુજ શહેરમાં ત્રણ ચાર દિવસે પાણી મળતો હોવાનો આક્ષેપ

ગુજરાત સરકાર ટેન્કર મુક્ત ગુજરાતની વાતો કરે છે પરંતુ કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળે છે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે ત્યારે ઉનાળાની શરૂઆત સાથેજ ભુજમાં પાણીની સમસ્યા સર્જાય છે શહેરના અનેક વિસ્તારમાં લોકોને ત્રણ-ચાર દિવસે પાણી મળી રહયું છે,શહેરમાં ઊભી થયેલી પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવામાં આવી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે પાણીની સમસ્યાને પહોંચીવળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડવામાં આવી રહ્યા છે.પાલિકા હસ્તકના પાંચ ટેન્કર મારફતે દરરોજ 60 જેટલા પાણીના ટેન્કરના ફેરા કરવામાં આવી રહ્યા છે. ઉનાળાના પ્રારંભ સાથેજ ભુજમાં પાણીની સમસ્યા વિકટ બની છે, હાલમાં પાલિકા દ્વારા પાંચ પાણીના ટેન્કર દોડાવવામાં…

જાટ’ ટ્રેલર: ‘જાટ’ સિનેમાઘરોમાં છાપ છોડશે! સની દેઓલની એક્શન થ્રિલર ફિલ્મનું શાનદાર ટ્રેલર રિલીઝ થયું

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સની દેઓલ મોટા પડદા પર શક્તિશાળી પાત્રો ભજવવા માટે જાણીતા છે. સિનેમા પ્રેમીઓ અભિનેતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જાટ’ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં રણદીપ હુડ્ડા વિલનની ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ ‘જાટ’નું ટ્રેલર રિલીઝ કરીને ચાહકોનો ઉત્સાહ બમણો કરી દીધો છે. મૈત્રી મૂવીના બેનર હેઠળ બનેલી ફિલ્મ ‘જાટ’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં સની દેઓલ, રણદીપ હુડા અને ફિલ્મના સમગ્ર કલાકારો હાજર રહ્યા હતા. સની પાજીનું નામ હિન્દી સિનેમાના પસંદગીના સ્ટાર્સની યાદીમાં સામેલ છે, જેઓ પાત્રની જરૂરિયાતને ખૂબ સારી રીતે પૂર્ણ કરવાનું જાણે છે. ગદર 2 સાથે, તેમણે સાબિત કર્યું કે ચાહકોમાં તેમની લોકપ્રિયતા સમય સાથે સતત વધી રહી છે. ચાલો જાણીએ કે ફિલ્મ ‘જાટ’ના ટ્રેલરમાં શું ખાસ જોવા મળશે. -: સની દેઓલ પોતાના…