ક્રિકેટર કેએલ રાહુલ પિતા બન્યો, આથિયા શેટ્ટીએ બાળકીને જન્મ આપ્યો

ટીમ ઈન્ડિયા અને દિલ્હી કેપિટલ્સ સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને પત્ની આથિયા શેટ્ટી માતા-પિતા બન્યા છે. આથિયાએ એક બાળકીને જન્મ આપ્યો છે. ૨૪ માર્ચ, ૨૦૨૫ ના રોજ, કેએલ રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

–> તે IPL મેચ છોડીને મુંબઈ પહોંચ્યો :– વિશાખાપટ્ટનમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા રાહુલને મુંબઈ જવાનું હતું. તે દિલ્હી કેપિટલ્સ ટીમમાં મોડો જોડાયો હતો, પરંતુ મેચ પહેલા તેણે તેની પત્ની સાથે રહેવાનું નક્કી કર્યું.આ ખુશીની ક્ષણ તેની કારકિર્દીની સર્વોચ્ચ ચેમ્પિયન્સ ટ્રોફી જીત પછી આવી છે જ્યાં તેણે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે મેચ વિજેતા ઇનિંગ્સ રમી હતી.


–> ચાહકો અને મિત્રો શુભેચ્છાઓ આપી રહ્યા છે :-
આ સમાચાર પછી, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા સહિત ઘણા ક્રિકેટરો અને ચાહકોએ સોશિયલ મીડિયા પર આ કપલને અભિનંદન પાઠવ્યા છે. રાહુલ હવે ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરી શકે છે, પરંતુ હાલ પૂરતું, તે તેના પરિવાર સાથે આ ક્ષણનો આનંદ માણી રહ્યો હશે.

–> દિલ્હી કેપિટલ્સે લખનૌને હરાવ્યું :- એક તરફ, લક્ષ્મી કેએલના ઘરે આવી, અને બીજી તરફ, ટીમે લખનૌ સામે વિજય સાથે સીઝનની શરૂઆત કરી. સોમવારે (24 માર્ચ) ના રોજ વિશાખાપટ્ટનમના ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં લખનૌએ 210 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જે દિલ્હીની ટીમે 3 બોલ બાકી રહેતા પૂર્ણ કર્યું. આ મેચનો હીરો આશુતોષ શર્મા હતો, જેણે 31 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી.

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *